તાજેતરની પોસ્ટસ

વાચનયાત્રા

મિત્રો,

          કલાપીના 'સુખમય સ્વપ્ન'માં એક પંક્તિ આવે છેઃ 'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.' મારું પણ એવું જ છે. હંમેશા પુસ્તકો સાથે રાખવા અને સમય મળે એટલે વાંચતા રહેવું એજ શોખ. પુસ્તકો મારા માટે પ્રિન્ટેડ ઑક્સિજન છે અને આઠેય પ્રહર તેના સાંનિધ્યમાં રહેવું ગમે છે. બક્ષીબાબુની ભાષામાં કહું તો, 'મારી પાસે...કેટલા પુસ્તકો હશેનો મારી પાસે એક જ ઉત્તર છેઃ મારા મૃતશરીરને જો લાકડાંને બદલે પુસ્તકો જલાવીને અગ્નિદાહ અપાય તો એ મૃતશરીર ભસ્મ થઈ જાય ત્યાં સુધી ચાલે એટલાં પુસ્તકો મેં જરૂર વસાવ્યાં છે...!' ઘણીવાર કોઈ પુસ્તક વાંચ્યા બાદ તેના વિષે વાત કરવાની ઈચ્છા થાય તો લખી નાખું છું. તેમાં કોઈ જ સાહિત્યિક વિવેચનની વાત કે દાવો નથી. મને તે પુસ્તકમાં શું ગમ્યું કે શું ન ગમ્યું તે નોંધતો રહું છું. અહીં  જ સાહિત્યકારો લગતી વાતો કે કોઈ પુસ્તકના અંશો પણ મૂક્યા છે.
 1. ઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા
 2. ચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા
 3. ધૂમકેતુનું ‘તણખા મંડળ’
 4. મહેશ યાજ્ઞિકની 'વેર શિખર' નવલકથા વિષે
 5. હરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'
 6. સ્ટીગ લાર્સનની 'મિલેનિયમ ટ્રાયોલોજી'
 7. ઘટનાથી વિચાર સુધી ટૂંકી વાર્તાની સફર
 8. હરકિસન મહેતાની ડેબ્યુ નવલકથા 'જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં
 9. અશ્વિની ભટ્ટની મહાનવલ 'આખેટ'
 10. ધ્રુવ ભટ્ટની જડ થી ચેતન સુધીની અનુભૂતિ 'સમુદ્રાન્તિકે'
 11. યુ.કે. બાઈટ્સઃ શેરલૉક હોમ્સ 
 12. જેમ્સ પેટરસનની 'પ્રાઈવેટ' ડિટેક્ટિવ એજન્સી
 13. અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' -૧
 14. અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' -૨
 15. અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' - ૩
 16. અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' - ૪
 17. અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' - ૫
 18. રજનીકુમાર પંડ્યાની અધૂરા માસે અવતરેલી નવલકથા 'એકલપંખી'
 19. અશ્વિની ભટ્ટની ઘરેડ બહારની લઘુનવલ 'આયનો'
 20. ધ્રુવ ભટ્ટની નવલકથા 'કર્ણલોક'
 21. અનિલ જોશીઃ આઈડેન્ટિટી ક્રાઈસિસ્થી સ્ટેચ્યૂ સુધી
 22. યુ.કે. બાઈટ્સઃ ભારતથી યુ.કે. આવતા વિદ્યાર્થીઓની વ્યથા અશ્વિની ભટ્ટની કલમે
 23. અશ્વિની ભટ્ટની ચસચસતી નવલકથા 'નીરજા ભાર્ગવ'
 24. અશ્વિની ભટ્ટઃ લોખંડી વાચકોનો લેખક - શેખાદમ આબુવાલા
 25. વાર્તામાસિક 'મમતા' નો પ્રથમ અંક
 26. ગાંધીજી વિષે ચંદ્રકાંત બક્ષી
 27. અશ્વિની ભટ્ટની 'કમઠાણ' એટલે ગુજરાતી નવલકથાની 'હેરા ફેરી'
 28. બેસ્ટ સેલર ગુજરાતી પુસ્તકો
 29. ઇરવિંગ વોલેસની નવલકથા 'ધ પ્લોટ'
 30. અશ્વિની ભટ્ટનું વ્યાખ્યાનઃ 'જો આ મારું અંતિમ પ્રવચન હોય તો...'
 31. કિન્ડલ ટચનો પ્રથમ સ્પર્શ
 32. જેમ્સ હેડલી ચૅઝની 'વૉટ'સ બેટર ધેન મની?'
 33. મારિઓ પુઝોની 'ધ ગોડફાધર'માંથી એક અંશ
 34. 'ડાયસ્પોરિક વાર્તાઓ'
 35. વિજયગુપ્ત મૌર્યનું 'જિંદગી જિંદગી'
 36. વર્જિનિઆ વુલ્ફ
 37. 'કેટલાં પાકિસ્તાન' માંથી પ્રગટેલા સમ્રાટ ગિલગમેશ
 38. અશ્વિની ભટ્ટની નવલકથાની સપ્તપદી - સુરેશ દલાલ
 39. મરણનો વસવસો નહીં, પુરુષાર્થની ધન્યતાઃ સુરેશ દલાલ
 40. જે. કે. રોલિંગની 'હેરી પોટર એન્ડ ફિલૉસોફર્સ સ્ટોન'
 41. શેરીફ ચંદ્રકાંત બક્ષી