તાજેતરની પોસ્ટસ

મારા વિષે

          ઘેટાના ટોળામાં ઘૂસી ગયેલા ગધેડાની જેમ માંડ-માંડ ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ પસાર કરીને પછી મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે આનંદપૂર્વક એમ.. કર્યું. આઠ વર્ષ સુધી અંગ્રેજી ભાષાના ટ્યુશન આપ્યાં અને પછી કિસ્મત મને અહીં લંડન ઘસડી લાવી. પાછલા વર્ષથી લંડનમાં છું. એક પાર્ટ ટાઇમ નોકરી અને ટ્યુશન્સ ઉપરાંતના સમયમાં વાંચતો-લખતો રહું છું, શ્રી અશ્વિની ભટ્ટને એકલવ્ય ભાવે પૂજતો રહું છું અને માણસોની ભીડમાં સ્વજનો શોધતો રહું છું
          કલાપીના 'સુખમય સ્વપ્ન'માં એક પંક્તિ આવે છેઃ 'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.' મારું પણ એવું જ છે. હંમેશા પુસ્તકો સાથે રાખવા અને સમય મળે એટલે વાંચતા રહેવું એજ શોખ. પુસ્તકો મારા માટે પ્રિન્ટેડ ઑક્સિજન છે અને આઠેય પ્રહર તેના સાંનિધ્યમાં રહેવું ગમે છે. બક્ષીબાબુની ભાષામાં કહું તો, 'મારી પાસે...કેટલા પુસ્તકો હશેનો મારી પાસે એક જ ઉત્તર છેઃ મારા મૃતશરીરને જો લાકડાંને બદલે પુસ્તકો જલાવીને અગ્નિદાહ અપાય તો એ મૃતશરીર ભસ્મ થઈ જાય ત્યાં સુધી ચાલે એટલાં પુસ્તકો મેં જરૂર વસાવ્યાં છે...!' (દર્શન વિશ્વ, પેજ ૧૬૫)

મિત્રો, મારા બાળપણ અને કિશોરાવસ્થાની વાતો અહિં ક્રમબદ્ધ મૂકેલ છેઃ