તાજેતરની પોસ્ટસ

December 07, 2016

'સંભવામી યુગે યુગે'થી શરૂ થયેલી વ્યક્તિપૂજા અને ભ્રષ્ટાચારની ગંગા

જયલલિતાના મૃત્યુ પછી જે રીતે છાજીયા લેવાઈ રહ્યાં છે એ જોઈને બધાંને એ પ્રશ્ન તો થયો જ હશે કે જયલલિતાએ એવું તે શું કરી નાખ્યું કે આખું તમિલનાડુ અમ્મા-અમ્મા કરીને રડી રહ્યું છે?

આમ તો વ્યક્તિપૂજા આખા ભારતમાં અને આખી દુનિયામાં છે પણ દક્ષિણ ભારતમાં તે વિશેષ જોવા મળે છે અને રજનીકાંત, જયલલિતા વગેરે તેના ઉદાહરણો છે. ભારતના અન્ય ભાગમાં પ્રજા અમિતાભ બચ્ચન જેવા અભિનેતાને પણ રાજકારણમાં ટકવા દેતી નથી જ્યારે દક્ષિણ ભારતમાં તો લોકપ્રિય અભિનેતા-અભિનેત્રીઓ એક ઉંમર પછી રાજકારણ સાથે સંકળાતા અચૂક જોવા મળે છે. કારણ?

અત્યારે તમિલનાડુની જનતાને અમ્મા કેન્ટિન અને અમ્મા ફાર્મસી જેવા લાભ આપ્યા છે, તે યાદ આવે છે. અમ્મા કેન્ટિનની શરૂઆત થઈ એ સમયે તો એવા સમાચાર જોયાનું પણ યાદ છે કે બાઈક લઈને નોકરીએ જનાર મધ્યમવર્ગીય પુરુષ પણ ત્યાં ૧ રૂપિયામાં ઈડલી ખાવા ઊભો રહેતો. એટલે શું આપણી પ્રજાને મફતમાં કે સસ્તી વસ્તુઓ આપે એવા નેતા ગમે છે? દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી કેજરીવાલ અને તેમણે આપેલા વચનો અને તેમને મળેલો અભૂતપૂર્વ વિજય પણ આ અનુસંધાનમાં યાદ આવ્યા વિના રહે નહીં.

કોઈને એ યાદ આવે છે કે આ અમ્મા જ ભ્રષ્ટાચારના ભયંકર આરોપમાં ઘેરાયા હતાં અને તે સમયે તેમની સંપત્તિ, સાડી અન સેંડલના આંકડા પણ જાહેર થયા હતા. એક સમયે ભારતના સૌથી ભ્રષ્ટાચારી નેતા તરીકે લાલુ પ્રસાદ યાદવ અને જયલલિતાના નામ એક સાથે જ લેવાતા હતા. ગયા વર્ષે જ્યારે એ જેલમાં ગયા ત્યારે પણ ત્યાંની પ્રજાએ તો ગાંડપણ જ દર્શાવ્યું હતું. વાજપાઈજી વાળી સરકારને ૧૩ દિવસમાં ગબડાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા આ અમ્માએ જ ભજવી હતી, એ યાદ છે?

લોકશાહીમાં રહેતી પ્રજા નાગરિક બની રહેવાના બદલે રાજકારણીઓને રાજા ગણે અને પોતે તેની પ્રજા જેવું વર્તન કરે, એ ખરેખર આપણી લોકશાહી માટે શરમજનક ઘટના છે.

બહુ વિચાર કરતાં મને તો આ ગાંડપણ પાછળનું પ્રમુખ કારણ લાગે છે આપણા ધર્મગ્રંથોમાં આપવામાં આવેલું 'સંભવામિ યુગે યુગે' વાળું વચન.

ધર્મગ્રંથોમાં જે લખવામાં આવ્યું છે, તેમાંથી આપણે એટલું જ તારવવાનું છે કે (૧) દરેક યુગમાં એવા કાર્યો કરવાની આવશ્યકતા ઊભી થાય છે, જે કરવાથી દેવ કે ભગવાન જેવો દરજ્જો મળી શકે છે. જેમ કે ગાંધીજી અને તેમણે કરેલા કાર્યો. (૨) કોઈ પણ સમયે અયોગ્ય કામ કરનારને દંડવા માટે કોઈને કોઈ તો અવશ્ય હાજર હોય જ છે એટલે એ દંડની બીકે પણ એવા અયોગ્ય કામમાં ભાગીદાર ન બનવું જોઈએ.

પણ આપણે શું તારવ્યું? એજ કે દરેક યુગમાં એવું કોઈને કોઈ જન્મે છે જે એ યુગના બધા લોકોનો ઉદ્ધાર કરી દે છે. એટલે આપણે તો માત્ર એ વ્યક્તિની શોધ કરીને એનું શરણું પકડી લેવાનું. આપણે કોઈ કામ કરવાના નથી. એ કામ કરવા કોઈ આવશે અને આપણે તો ખાલી એ વિભૂતીના ચરણોમાં ૧૦ રૂપિયાની પ્રસાદ નામની લાંચ આપીને, એના નામના નારા લગાવીને, એનો જયજયકાર કરીને, ચમત્કાર થશે એવી આશા રાખીને બેસી રહેવાનું છે.

આવા અવતારોની રાહમાં ને રાહમાં તો આપણે અસંખ્ય આસારામો અને જયલલિતાઓ ને આપણા માથે બેસાડ્યા છે. આપણે ક્યારે લોકશાહીના નાગરિક બનીશું અને તારણહારની આશા સિવાય આપણા કામ જાતે કરવાનો નિર્ધાર કરીશું?

June 09, 2016

શ્રી વિનોદ ભટ્ટના આશીર્વાદ, "તું ગુજરાતી વાંચી શકે અને વાંચતી રહે!"

          ગઈકાલે (8/6/16) 'ગુજરાતના વિનોદપુરુષ' શ્રી વિનોદ ભટ્ટને જ્યારે રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક અર્પણ થવાનું હતું, ત્યારે ત્યાં જવાનું પૂરું આયોજન હતું. છેલ્લી ઘડીએ પેલા ઈન્ટરનેટના ત્રિકાળજ્ઞાની બની બેઠેલા ગૂગલદેવ સાથે કરેલા એક કરાર મુજબ બધાં જ કામ બાજુએ મૂકીને તાકીદનું કામ કરવું પડ્યું એટલે જઈ શકાયું નહીં. જીવનમાં ઘણી બધી આનંદની ક્ષણો આપનારા શ્રી વિનોદ ભટ્ટને અંતરથી અભિનંદન.

          ગયા મહીને પુસ્તક મેળામાં શ્રી વિનોદ ભટ્ટે મારી દીકરી આર્નાને આશીર્વાદ આપ્યાં હતાં, "તું ગુજરાતી વાંચી શકે અને વાંચતી રહે એવા આશીર્વાદ!" જોકે ૨૦૧૫ના પુસ્તક મેળામાં આર્નાને વિનોદદાદાની સાથે-સાથે તારકદાદાના આશીર્વાદ પણ મળ્યા હતા!

April 23, 2016

જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથીવિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે એક Bibliophile તરફથી સર્વે પુસ્તક પ્રેમીઓને Bookaholic બની રહેવાની શુભેચ્છાઓ!  ફરીવાર એજ સંકલ્પ, "જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી."