તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 31, 2015

આરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મારો ભાગ’ - 3

કટપ્પા આરક્ષિત જાતિનો હતો હતો જ્યારે બાહુબલી કરોડપતિ હતો અને પાટીદાર હતો છતાં તેને આરક્ષણ જોઇતું હતું એટલે કટપ્પાએ બાહુબલિને માર્યો.
          સોશિયલ નેટવર્ક પર આ અને આને મળતી આવતી ઘણી બધી પોસ્ટ જોઈ. આરક્ષણના મુદ્દે આ પહેલા જે બે પોસ્ટ લખી (પોસ્ટ 1 અને પોસ્ટ 2) તેના અનેકવિધ માધ્યમો દ્વારા જે પ્રતિભાવ મળ્યા, તે બધામાં પણ સૌથી સામાન્ય પ્રતિભાવ એજ રહ્યો કે પાટીદાર સમૃદ્ધ જ્ઞાતિ છે માટે તેમને આરક્ષણ મળવું જોઈએ નહિ.

          ફરી વાર બેવડા ધોરણની વાત થઈ. અત્યારનું આરક્ષણ જ્ઞાતિ આધારે અપાયું છે, આર્થિક પરિસ્થિતીના આધારે નહિ. અને શું આરક્ષિત જ્ઞાતિઓમાં કોઈ જ આર્થિક રીતે સમૃદ્ધ નથી? આપણે બધાએ એવા કિસ્સા જોયા છે કે જેમાં આરક્ષિત જ્ઞાતિના અતિસમૃદ્ધ લોકો પણ આરક્ષણનો લાભ લેતાં જ હોય છે. માટે જો પાટીદારો આરક્ષણની વાત કરે, તો તેમની સમૃદ્ધિના બહાના હેઠળ તેમને નકારી કાઢવા પણ બેવડા ધોરણની જ વાત થઈ કહેવાય. અત્યારે આપવામાં આવેલા આરક્ષણમાં ક્રીમી લેયર અને નોન ક્રીમી લેયરની વાત છે ખરી, પરંતુ તે વ્યવસ્થા પણ બિનઅસરકારક પુરવાર થઈ છે, તે પણ જગજાહેર હકીકત છે. અને સામા પક્ષે બધા જ પાટીદારો સમૃદ્ધ પણ નથી.
          તો, શું હું આ આરક્ષણની ચળવળનું સમર્થન કરું છું? ના, જરા પણ નહિ. કારણ કે સમગ્ર આંદોલન દિશાહીન છે. તેમની વાત એવી છે કે અમને ખાવા દો, અથવા તો ખાવાનું ફેંકી દો. જો અમને સામેલ કરો તો એ સાચું અને ન કરો તો એ ખોટું. આરક્ષણની પદ્ધતિમાં રહેલી ખામીઓ દૂર કરવાની તેમની માંગ નથી.
          સામાજિક સ્તરે કોઈ પણ પરિવર્તન રાતોરાત થતાં નથી, એટલે આરક્ષણ પણ રાતોરાત દૂર થશે નહિ. તેને ધીમે-ધીમે, તબક્કાવાર જ દૂર કરી શકાય પણ એ માટે સમાજની વિચારધારા બદલવી પડે અને ‘આ નાનો, આ મોટો’ એવી માન્યતાઓને જડમૂળથી ભૂંસવી પડે. એ વસ્તુ આંદોલનો કે તોડફોડથી નહિ જ થાય.
          મારા પ્રિય અભિનેતાઓમાંના એક એવા શ્રી ઉત્કર્ષ મઝુમદારે પણ પ્રથમ પોસ્ટ પછી વિગતે ઇમેલ કર્યો હતો. તેમણે એમ કહ્યું છે કે આરક્ષણની પદ્ધતિને સુધારવાની જરૂર છે, દૂર કરવાની નહિ અને જ્ઞાતિ આધારિત નહિ પરંતુ આર્થિક પરિસ્થિતી આધારિત આરક્ષણ વધારે યોગ્ય રહેશે. આ રહ્યાં અમારી વચ્ચેના ઇમેલ્સ (જેમાંથી અંગત વાતો કાઢી નાખી છે):
Dear Chirag,

Read your views on Reservation. First of all let me congratulate you to remove your surname from Daughter’s name and instead putting your wife’s and your name. A friend of mine has also done the same thing.

About reservation. We do not talk about reforming the reservation system we only talk about removing it.  Everybody from Savarna group talks about removing it  I am not going into merits and demerits of it. My point is why  nobody talks about Money Reservation?  That also discriminates against the talent or say natural justice, All the coaching classes, Private tuitions , Admission with a capitation fees should be banned. Malpractices in Exams and answer papers correction should also not be tolerated.

If one has a reservation about a student with a lower percentage getting an admission into a medical college and became a doctor and then question about his ability to cure a patient then one should ask the same question about a student getting admission into medical in spite of getting the low percentage because he is in a position to pay a capitation fees, but nobody questions that In fact  a person who spends so much money will be trying to recover that amount from his patients only. Ditto for engineers. 

When earth quake struck Kutch and Ahmadabad so many new buildings collapsed like a pack of cards in Ahmadabad the builders were not from Sc/St. In fact they were from higher caste only . They were not given a severe punishment to set an example Why? 

Those who pass out from IITS and IIMS migrate abroad for personal better prospects. Our govt. has spent lakhs of rupees on them, neither they return the money with interest or most important their talent and skills are never used for Nation building. People‘s hard earned money goes into a drain. We never questions those students’ attitude on the contrary we support them by giving good reasons for real reasons.

One  may say that the govt is responsible. So easy to put the blame on others. We suffer from Martyr syndrome.

You must be knowing that in horse races they have a handicap system so that race becomes even otherwise the fastest and youngest will always win. 

Even in USA they have an affirmative action plan for those who have been discriminate against. .

We keep our city dirty. Go on buildings the religious places , our Temples  stink of obnoxious wealth  but our country side remains without the toilets. Building Schools and hospitals are not our priorities. We want Govt to do everything. What do we do? Nothing .Only Aware about our rights but when it comes to our responsibilities we turn our faces the other way..

Our entire society has become corrupt.  A rot has seeped in. Remember a fragmented society can not prosper and live peacefully.

This is a dangerous situation for our society and country.  Violence is never a solution.

Now I understand why outsiders ruled over us. 

Warm wishes,

Utkarsh

આદરણીય ઉત્કર્ષભાઈ,

મારા પ્રિય અભિનેતાનો ઈમેલ મળવાથી અનહદ આનંદની લાગણી અનુભવું છું. તમારી વાતો સાથે સહમત છું.

અનામત જ્ઞાતિના બદલે આર્થિક ધોરણો અનુસાર આપવામાં આવે તો કદાચ કંઇક ફેર પડી શકે પરંતુ એ સિસ્ટમ પણ જો ભ્રષ્ટાચારનો ભોગ બને તો કોને અને કેટલો લાભ મળે એ પ્રશ્નાર્થ છે. પ્રયોગ કર્યા વિના ખબર પડે નહિ અને પ્રયોગ કર્યા પછી એ પ્રયોગ ખોટો હતો તેમ કોઈ પ્રશાસન સ્વીકારતું નથી. આ મુદ્દે પણ કાલે કંઈક લખવું છે. એ વાંચીને આપને અભિપ્રાય આપશો, તો ખૂબ જ આનંદ થશે.

સસ્નેહ,
ચિરાગ ઠક્કર 'જય'

Dear Chirag, 

I am happy to receive the prompt reply.

The point which I have been making is that the reservation may be kept bit it requires changes. Creamy layer has to be eliminated because in that also the same group grabs  all the benefits. Chhevadana Loko Sudhi to Labh Pahonchtoj nathi.

My main contention is Why nobody talks about Money Power. Stop that also. 

Allahabad High Court asked the Govt servants to Send their children to Govt. School because then only the standard will improve.

 I have worked in Doordarshan Kendra. I have seen that If SC/ST employee were below standard so were the High caste Hindu employees.

In Gujarati we have one Proverb “Sheera saru shravak na thavay.”

Warm Wishes,

Utkarsh

ક્રિમી લેયર એટલે આર્થિક રીતે સદ્ધર લોકોને વિશેષ લાભ મળે છે અને છેવાડાના લોકો સુધી એ લાભ પહોંચતા નથી એ વાત સાથે સહમત. એ લાભ જોકે મહદઅંશે ભ્રષ્ટાચાર થકી મેળવાતા હોય છે અને 'આટલા લાખ ખર્ચતા, તેટલો લાભ મળવો જોઈએ' એવો કોઈ નિયમ નથી. એટલે તે દિશામાં અલગ રીતે કામ થવું જોઈએ. એક વર્ગ એમ પણ માને છે કે જ્ઞાતિ નહિ પણ આર્થિક સ્થિતિને આધારે આરક્ષણ મળવું જોઈએ અને તેમના તર્ક પણ વિચારપ્રેરક છે. એ પદ્ધતિ કેટલી સફળ થઈ શકે છે તેનો અંદાજ તો માત્ર પ્રયોગ પછી જ આવે અને પ્રયોગ કરવા માટે વર્તમાન પદ્ધતિને તિલાંજલી આપવી પડે. એટલે પાછી એજ વાત આવે કે વર્તમાન પદ્ધતિનો વિરોધ કરો! આ દુષ્ચક્ર છે અને તેને તોડવા માટે સમાજે બહુ જ મહેનત કરવી પડશે.

આપના જેવા એક સફળ અને સંવેદનશીલ કલાકારમાં આટલી બધી સામાજિક નિસબત છે, તે બહુ જ આનંદદાયક વાત છે.

સસ્નેહ,
ચિરાગ ઠક્કર 'જય'


5 ટિપ્પણીઓ:

 1. જયારે સરકાર ઘેરાય ત્યારે અનામત નું ડીંડવાણું
  ચાલુ થઇ જાય
  >એક વ્યક્તિ એ મેળવેલી અનામત એ કોઈએ વરસો કરેલી મહેનત નો હક છીનવવા બરાબર છે
  આપણે તો સમજણ ખુલી ત્યારથી જ અનામત ના વિરોધ માં છીએ
  આર્થિક તકલીફ વાળા ને ભણવા ની ફી માં, બુક્સ માં, હોસ્ટેલ ફી , કેન્ટીન ફી , યુનિફોર્મ બધુય સબસીડીથી કે મફત આપે એ ગમે
  પછી ભલે એ તકલીફ વાણીયો- પટેલ- બ્રાહ્મણ -મુસ્લિમ કે દલિત કોઈ પણ ને હોય
  બાકી ફલાણી જ્ઞાતિ માં જન્મ્યા એટલે આટલા ટકા અનામત એ તુક્કો ક્યારેય મગજ માં ઉતર્યો જ નથી
  સવર્ણ-દલિત વચ્ચે નો ભેદભાવ અનામત થી વધે જ , ક્યારેય ઘટે નહિ એ વાત નેતાઓ ને અને પ્રજા ને ના સમજાય ત્યાં સુધી આનો કોઈ ન્યાયી ઉકેલ આવશે પણ નહી એ વાસ્તવિકતા છે
  હમણાં જ રાજસ્થાન માં ગુર્જરો એ અનામત માટે ઘણા તોફાનો કરી ને પબ્લિક ને બહુ હેરાન કરી
  હવે ગુજરાત માં પટેલો અનામત માટે આંદોલન ની તૈયારી કરે છે
  આ બધા માં મૂળ રાજકારણીઓ જ હોય છે
  કોઈ ને કોઈ ચૂંટણી આવતી રહે એટલે આવા આડા તેડા આંદોલનો ની આગ સળગતી રહે
  અને સરવાળે અનામત નો રાક્ષસ " તગડો " થાય
  દેશ ની એકતા નબળી થાય
  -----------------------------------

  જવાબ આપોકાઢી નાખો
 2. અનામત એ સમસ્યા નો ઈલાજ જ નથી , હકીકતે પાછળ રહી ગયેલા લોકો - સમાજ માટે બરાબરી ની તકો ઉભી કરવી જોઈએ ,જેમાં એમના માટે સસ્તું અથવા ફ્રી પ્રાથમિક થી લઇ ને ઉચ્ચ શિક્ષણ રહેવા માટે હોસ્ટેલ એમના આવાસ પણ ઉચ્ચ વર્ગ જેવા જ સુખ સુવિધા યુક્ત , પાણી ગટર વ્યવસ્થા સાથે ના અને સરળતા થી ખરીદી શકે એવા હોવા જોઈએ , બાકી ઓછા ટકા એ અને ઓછી આવડતે ડોક્ટર , એન્જીનીયર બનાવી ને એમનું તો ભલું થાય પણ દેશ પાછળ રહી જાય અને જે યોગ્ય ઉમેદવાર છે એને અન્યાય થાય છે , બીજી વાત માનો કે જેને અનામત નો લાભ એકવાર મળી ગયો છે અને એ મેડીકલ માં એડમીશન કે સરકાર માં નોકરી મળી ગયી છે તો હવે તો એ બીજા ની બરાબરી નો થયી ગયો ને ? પછી એને કે એના સંતાન ને ફરીવાર અનામત નો લાભ આપી ને શું ફાયદો

  જવાબ આપોકાઢી નાખો
 3. કોઈ પણ પ્રજા ને ધર્મ કે જ્ઞાતિ ના આધારે અનામત આપવા ની કોઈ જ જરૂર નથી
  ....અનામત ફક્ત આર્થિક જરૂરતમંદ તમામ વ્યક્તિ ચાહે એ જૈન હોય, બ્રાહ્મણ હોય , પટેલ હોય
  મુસ્લિમ હોય કે પારસી હોય એ પ્રત્યેક ભારતીય ને મળવી જોઈએ
  ...ધર્મ કે જ્ઞાતિ આધારિત અનામત થી ફક્ત ભેદભાવ વધે છે બીજું કશું જ નહિ

  જવાબ આપોકાઢી નાખો
 4. દરેક સમયગાળા માં કોઈ ને કોઈ જૂથ કે જાતી ને અન્યાય થયો હોય છે અથવા એવી લાગણી થતી હોય છે
  એક કોમેન્ટ માં કોઈ એવું લખ્યું કે અનામત દુર કરવા માટે બ્રાહ્મણ વાદ, જાતિવાદ દુર કરવો જોઈએ ,અસ્પૃશ્યતા દુર કરવી જોઈએ ,
  આ વાત સાથે સંપૂર્ણ સહમત ,પણ શું અનામત આપવા થી આ જ્ઞાતિવાદ દુર થશે ?
  ૧, બ્રાહ્મણ વાદ થી કયા બ્રાહ્મણો સુખી થયા ? બ્રાહ્મણો ને માન સમ્માન અવશ્ય મળ્યું બાકી ઈતિહાસ માં જુવો અને એવન વાર્તાઓ માં વાંચો તો પણ બ્રાહ્મણ તો મોટે ભાગે ગરીબ જ રહ્યો છે બ્રાહ્મણ વાદ થી બ્રાહ્મણો ને જ્ઞાન મેળવવાનો અને આપવા નો ઈજારો અવશ્ય મળ્યો પણ આર્થીક લાભ નથી મળ્યો અને આ ઈજારો પણ હવે કોઈ બ્રાહ્મણ પાસે રહ્યો જ નથી કોઈ પણ જ્ઞાન કોઈ પણ વ્યક્તિ અત્યારે મેળવી શકે છે , વહેચી અને વેચી શકે છે તો બ્રાહ્મણ વાદ માં નાબુદ શું કરશો ?
  ૨, જાતિવાદ દુર કરવા માટે જાતી નો ઉલ્લેખ ,સરકારી ,તમામ દસ્તાવેજો માં થી દુર કરવો પડે આપો આપ થોડાક સમયગાળા માં જાતી નું મહત્વ નામશેષ થઇ જશે બાકી જે જાતિવાદ ને તમે ધિક્કારો છો એજ જાતિવાદ નો સહારો લઇ ને તમે અનામત ના લાભ ઉઠાવો છો અને નેતાઓ વોટબેંક ના લાભ મેળવે છે સરવાળે નથી તમે આગળ આવતા અને નથી દેશ ને આગળ આવવા દેતા
  ૩,અસ્પૃશ્યતા નિવારણ નો કાયદો અમલ માં છે જ દેશ ના મોટાભાગ ના મંદિરો માં હોટેલો માં જાહેર જગ્યાઓ માં કોઈ પણ વ્યક્તિ નાત જાત ના ભેદભાવ વગર જઈ શકે છે અને જ્યાં આ તકલીફ છે ત્યાં પણ સવર્ણો એ આ ભેદભાવ ને સામે થી દુર કરવો જોઈએ કેમ કે આ દુષણ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે
  ૪,અનામત સંપૂર્ણ પણે દુર થવી જ જોઈએ અને જાતી ધર્મ જ નહિ પણ મહિલા અનામત જેવું પણ કશું જ ના હોવું જોઈએ જ્યાં બધા જ એક સમાન એ થીયરી અપનાવવી હોય તો મહિલા ,પુરુષ ,દલિત કે બ્રાહ્મણ બધા એક જ સમાન અનામત એ તો ભેદભાવ અને અન્યાય સિવાય કશું જ ના આપી શકે ,
  ૫,અનામત ,અપંગો ને આપી શકાય કેમ કે એ નોર્મલ વ્યક્તિ નથી
  ૬ ,ગરીબો (બ્રાહ્મણ ,જૈન પટેલ, દલિત કે કોઈપણ ) ને ૧૨ ધોરણ સુધી સારી ક્વોલીટી નું મફત શિક્ષણ બુક્સ ,કોમ્પ્યુટર ,હોસ્ટેલ, ફૂડ,સાયકલ આ બધુજ સંપૂર્ણ મફત આપવું જોઈએ અને એ પણ પ્રાયવેટ શાળા ની કક્ષા નું ,જેથી એ કોઈ પણ પબ્લિક શાળા માં ભણેલા કરોડપતિ ના સંતાન ની કોમ્પીટીશન માં ટટ્ટાર ઉભો રહી શકે કોલેજ ના શિક્ષણ માટે ડોકટરી, એન્જીનીયરીંગ માટે મેરીટ ના આધારે વગર વ્યાજ ની લોન આપી શકાય જેથી કોઈ પણ વ્યક્તિ પૈસા ના અભાવે ડોક્ટર આઈ એ એસ કે વૈજ્ઞાનિક ના બને એવી પરિસ્થિતિ ના ઉભી થવી જોઈએ
  ૭,અનામત આપવા થી પણ લાંબેગાળે શું થશે ? જે પરિસ્થિતિ ૧૦૦ વરસ પહેલા દલિતો ની હતી એ જ પરિસ્થિતિ હવે ના ૫૦ કે ૧૦૦ વરસ પછી બ્રાહ્મણ , વાણીયા કે પટેલો ની થશે એ સમયે આ લોકો અનામત ની લાઇન માં ઉભા રહેશે એક અન્યાય ને બદલવા બીજો અન્યાય ? એ વળી ક્યાં નો ન્યાય?એના કરતા સમાનતા અપનાવો આપોઆપ બધું સરખું થઇ જશે આમ પણ અબ્દુલ કલમ કે મોદી કઈ અનામત ના સહારે આગળ આવ્યા ?
  ૮ સમય મર્યાદા માં અનામત દુર કરવા નો ખયાલી પુલાવ પકવવા નો કોઈ મતલબ જ નથી ભાજપ ,બી એસ પી ,કોંગ્રેસ બધા જ પક્ષો આ ગાજર ને હટાવી શકે એવી નૈતિક કે રાજકીય તાકાત ધરાવતા જ નથી .હકીકત માં આઝાદી પછી નવા સારા અને લાંબુ વિચારે એવા નેતાઓ નો ફાલ બંધ થઇ ગયો છે
  ૯ પ્રમોશન માટે અનામત આ તો કોઈ બુદ્ધિ વગર ના માણસો એ નક્કી કર્યું હોય એવી બાબત છે પ્રમોશન ફક્ત અને ફક્ત લાયકાત ના જોરે જ હોય ,એમાં સિનીયોરીટી કે જાતી જોવા થી તો સંસ્થા કે કંપની સરવાળે બંધ કરવા નો વારો આવે ,

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. દિયાજી, વિસ્તૃત કોમેન્ટ્સ બદલ આભાર. ચોથી કોમેન્ટ્સની મુદ્દાસર વાતો વિચારપ્રેરક છે. મુદ્દા નંબર 2 અને 4 વિશેષતઃ ગમ્યા. આમ તો બધા જ મુદ્દા સાચા છે.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.