તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 28, 2015

આરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મારો ભાગ’ - 2

          ગઈકાલની મારી પોસ્ટ આરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મારો ભાગ’ ના જવાબ રૂપે ફેસબુક, ગૂગલ પ્લસ અને ઇમેલ જેવા માધ્યમોથી અનેક કોમેન્ટ્સ મળી. તેમાં બ્રિંદા ભટ્ટ પંચોલીએ મને એક લાંબો ઇમેલ કર્યો. તેમના ઇમેલમાં વિવિધ સ્વરૂપે દલિતો સાથે થયેલા અને થઈ રહેલા અન્યાયની વિગતે વાત છે. તેમની વાત સાથે તો જેણે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય, તેજ અસહમત થઈ શકે. બીજું તેમણે મને એમ પણ લખ્યું છે કે મેં આરક્ષણના મુદ્દાને સિનેમા હોલની કતારના ઉદાહરણ સ્વરૂપે વધારે પડતો સરળ બનાવી નાખ્યો છે, એ આરોપ પણ માથે ચડાવવો જ રહ્યો.

          તારીખ 25 ઓગસ્ટ 2015 સુધી મારા અને તેમના વિચારોમાં તસુભાર પણ ફર્ક નહોતો. પણ એ તારીખે લાખો પાટીદારોને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભેગા થયેલા જોઈને મને વિચાર આવ્યો કે આટલો વિશાળ જનસમુદાય જે માંગણી કરી રહ્યો છે, તેના મૂળમાં ઉતરવાનો પ્રયત્ન થવો જ જોઈએ. મારુ મોસાળ પટેલ છે અને સૌથી ખાસ, સૌથી જૂનો મિત્ર પણ પટેલ છે. હું ન્યૂ રાણીપની જે સોસાયટીમાં રહું છું, તેમાં પણ (તમે ધારી જ લીધું હશે કે) બહુમતી લોકો પટેલ જ છે. તે બધા જોડે વાત કરતાં એક ફરિયાદ સૌથી વ્યાપક પણે સાંભળવા મળી અને તે ફરિયાદ નોકરી નહિ પરંતુ એડમિશનને લગતી હતી.
          એટલે પછી પટેલોને પડતાં મૂકીને મેં એડમિશનની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમાં મને જે જાણવા મળ્યું એ તો મેં ગઈકાલની બ્લૉગ પોસ્ટમાં લખ્યું જ છે. મૂળ આક્રોશનું પ્રમુખ કારણ પણ એજ છે! SC, ST અને OBC ને જે આરક્ષણ અપાયું અને જેટલા ટકા આરક્ષણ અપાયું, એ બધું જ મંજૂર પણ જો તેમની અલગ કતાર ઊભી કરવામાં આવી હોય, તો તેઓ એક પગ એક કતારમાં અને બીજો પગ બીજી કતારમાં રાખીને બંને બાજુ લાભ ન લઈ શકે, એમ તેમનું કહેવું છે. મને એ વાતમાં કંઈક તથ્ય તો જરૂર લાગ્યું. તમે પણ તર્કના ત્રાજવે આ વાત તોળશો, તો તમને પણ એમાં તથ્ય દેખાશે.
          આરક્ષણ હેઠળ આવરી લેવાયેલી વિવિધ જ્ઞાતિઓને આરક્ષણનો વિશેષ લાભ આજ સુધી તો નથી થયો. તેના ઘણા કારણ હશે પરંતુ આરક્ષણ એ આ સમસ્યાનો ઉકેલ નથી, એ તો 65 વર્ષના પ્રયોગ પછી બધા જ સમજી શકે તેમ છે. આરક્ષણ નાબૂદી પણ તેનો ઉકેલ નથી અને એક ઝાટકે તો આરક્ષણ નાબૂદ થઈ પણ ન શકે, તે પણ સમજી શકાય તેમ છે. મૂળ વાત છે આરક્ષણ પદ્ધતિ દ્વારા બેવડાં લાભ આપવાની નીતિની.
          જેણે આરક્ષણ હેઠળ પ્રવેશ મેળવવો છે તેને આરક્ષણ વિનાની બેઠકો પર પણ પ્રવેશ માટેની મંજૂરી આપવી તર્કશુદ્ધ વાત નથી, એ મારો મુદ્દો હતો. એક સમૂહ વિશેષને થયેલા અન્યાય દૂર કરવા માટે અન્ય સમૂહને અન્યાય કરવો, એ ન્યાય કહેવાય ખરો? બેવડા લાભની નીતિને દૂર કરી દેવામાં આવે, તો વિરોધ કરનારામાંથી 50% લોકો તો પોતાનો વિરોધ અવશ્ય પાછો ખેંચી લેશે.
          બેવડા ધોરણો વાળી વાતમાં એક બીજો મુદ્દો પણ બાકી છે, તેની વાત કાલે.
          બ્રિંદાબહેનનો ઈમેલ આ રહ્યોઃ

Dear Chiragbhai,

i hope reservation was an easy issue like standing in a queue for movie ticket! you will agree that there is historical discrimination done to Dalits and Adivasis over thousands of years. majority of them are still suffering because of that. asset holding is less in them which forces them to go for labour work or jobs in unorganized sector. some of them get into govt jobs, which is just 2% of 16% population of SCs in India. pl visit any govt school, PHC, you'll see majority of SCs, STs and OBCs availing the facility because they can't afford private services. with poor base of education and healthcare, they are weaker competitors in running race / cinema ticket already. 

within reservation category also, there is merit and Dalit/Adivasi and OBC students have to compete among themselves to get a seat. it is a myth that students with 40-50% get admission and general category students who get higher % get left-out. yes, SC/ST/OBC can avail general seats on the basis of merit, not otherwise. SCs constitute 16% population, STs about 8% and OBCs 27% (rough figures, can check with census 2011 data). now 51% population which has been oppressed, exploited and marginalized cannot expect/deserve rightful place in educational institutions? also, you would know that dropout rate at class 5-7 is higher among these communities because of reasons which include un-affordability, discrimination at school (called by caste names like Bhangi/dheda, asked to sit separately, asked to clean toilets, to name a few), distance from school (majority of Dalit helmets don't have school in proximity of residence, and parents being daily wage earners can't afford transportation). now you would say that they have scholarships and subsidies for bus pass, midday meal, etc., but pl consider deep rooted corruption in all these schemes, which effectively reaches a few and with reduced benefit.

the other side of reservation is ugly where students who get into IITs/ AIIMS through reservation, but on merit are subjected to humiliation everyday and they either dropout / commit suicide. pl search the net, you will find many news of such suicides. it gives a different picture of mindset of 'general category' 'educated' people who can't stand an equal from a 'lower' caste. they both would have scored same marks in Board exam and entrance test, but are treated very differently. mirror of primary school education of sitting separately, asked to do menial jobs, insulted publicaly, taunted for being from such category, etc. 

i request you to watch India Untouched, a film produced Drishti Media Collective, based in Ahmedabad. you'll be able to see live examples of apparent and subtle discrimination done to Dalits and may agree for positive discrimination / affirmative action awarded to them as reparation. 

if you wish to see the plight of Dalits in Gujarat, i request you to get in touch with Jitendra Rathod who works with Valmikis, scavenging community in Ahmedabad city who are cleaning human excreta even today in mega-city Ahmedabad. unbelievable but true. he can take you to the sites and show what lies below the glitter of development. you can visit Dalit Shakti Kendra, in Nani Devti near Sanand, where hundreds of youth who have suffered caste discrimination are getting different vocational skills to come out of caste based occupations like agricultural labor, tannery, cobbling, scavenging, drum beating, dragging dead animals, manual scavenging, etc. Janvikas is an organziation that has addressed caste issues for the last 30 year. you can visit meet its leader Vijay Parmar. 

i also used to think like you and many others who think there is no inequality and everyone should follow one queue and may the best win. but when the ground is uneven, many are not allowed to enter, run barefoot, competition will not be healthy or equal, right? but while working with these communities in Gujarat and other parts of the country, my opinions have changed, anger for injustice increased and commitment to make a change strengthened. 

unfortunately i'm not in Ahmedabad or don't visit it often, else would have shown you different reality myself. i can help you get in touch with Jitendra/ people at Dalit Shakti Kendra / Vijay Parmar who can help you see the other side. let me know, if you wish to explore it.

i think a lot of our anger for reservation also comes from perceived loss/ insecurity or fear of the lesser known. it applies to communalism, racism, regionalism, ethnicity based bias, etc. 

you may find my ideas incoherent / mixed up, but this is what i strongly feel about and stand for.

and congratulations on courageous attempt of shedding caste-name / surname for your daughter. very few can do that! i agree if we do that, in 2-3 generations, things will be different.

warm regards,

Brinda.

2 ટિપ્પણીઓ:

 1. Chiragbhai,

  તમે તમારી પોસ્ટમાં જે ઈમેજ વાપરો છો, તેના વિષે જ વાત કરીએ કારણકે આ ઈમેજ પરથી જ આખી વાત દીવા જેવી સ્પષ્ટ થઇ જાય છે. તમે જેની ઉપર 'સમાનતા' લખો છો. તે સમાનતા નથી, સરખી વહેંચણી છે. અને તે બહુ જ સ્વાભાવિક છે કે તેમાં ત્રણમાં થી બે વ્યક્તિઓને કોઈ ફાયદો થતો નથી. તમે જેને 'અનામત'નું ટાઈટલ આપ્યું છે, તેનાથી તો ત્રણેય વ્યક્તિને ફાયદો થાય છે. બીજા ચિત્રમાં અનામતનો ખરા અર્થમાં ઉપયોગ થાય છે. તકલીફ એ છે કે અનામત પ્રથાના વિરોધીઓ જાતિપ્રથાના વિરોધી હોતા નથી. તમે ચોક્કસ અપવાદ છો અને તમે તો નવો ટ્રેન્ડ શરુ કર્યો છે. પણ ભારત જેવા સમાજમાં કોઈકને કોઈક પ્રકારનું એફર્મેટીવ એક્શન કે પોઝીટીવ ડીસક્રીમીનેશન જરૂરી હોય છે. નહિ તો પછી સામાજિક પછાતપણું કાઢવું મુશ્કેલ છે. અને આર્થીક પછાતપણાનો અનામતમાં સમાવેશ કરવો તે સામાજિક પછાતપણાને કાઢવાનો ઉકેલ લાગતો નથી. તો પછી કરવું શું? આ વિષે ચોક્કસ ચર્ચા થવી જોઈએ અને ચર્ચાનો પહેલો સવાલ એ હોવો જોઈએ કે સામાજિક-જાતિ આધારીત પછાતપણું છે તેને કાઢવા શું કરવું? તે પછી અનામતનો પ્રશ્ન પણ ચર્ચી શકાય. અનામત તે પરફેક્ટ સીસ્ટમ નથી તો બીજી કેવી સીસ્ટમ ઉભી થઇ શકે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. પ્રિય ૠતુલભાઈ,
   તમે બરાબર નોંધ્યું છે. આ ઇમેજ એટલે જ પસંદ કરી છે કારણ કે તેમાં અનામતથી બધાને ફાયદો થતો જણાય છે અને આદર્શ પરિસ્થિતીમાં એમ જ થવું જોઈએ. (ઇન્ટરનેટ પર એવી ઘણી ઇમેજીસ પણ જોવા મળી કે જે એક સમૂક કે બીજા સમૂહને અપમાનજનક લાગે તેવી હોય.) સામાજિક પછાતપણું માત્ર નિયમોથી દૂર ન થઈ શકે. સમાજની વિચારધારા બદલવાથી જ એ પરિવર્તન આવી શકે અને મેં અંગત જીવનમાં જે પગલું ભર્યું છે, તેની પાછળ કંઈક એવા જ વિચારો છે. આર્થિક પછાતપણા વિષે હું આવતીકાલે અને એકદમ વિગતવાર વાત કરીશ. કોમેન્ટ બદલ આભાર.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.