તાજેતરની પોસ્ટસ

માર્ચ 23, 2015

એપીજે અબ્દુલ કલામનું પુસ્તક 'ફોર્જ યોર ફ્યુચર' ગુજરાતીમાં

 
     
     વૈજ્ઞાનિકો વિષે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે તેઓ પોતાની જ્ઞાન સાધનામાં એટલા મગ્ન હોય છે કે તેમને પ્રયોગશાળાની બહાર જોઈ જ ન શકાય. રાજકારણીઓ વિષે પણ જનમાનસમાં એવી માન્યતા હોય છે કે તેમને માત્ર રાજકારણમાં જ રસ હોય છે, સમાજકારણમાં નહિ. આ બંને માન્યતાઓથી વિપરીત, ભારતના મિસાઇલ-મેન તરીકે જાણીતા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ પ્રયોગશાળામાંથી બહાર આવ્યા અને સમાજની પરવા કરતા-કરતા લોકપ્રિય રાજકારણી પણ બન્યા. વિજ્ઞાન અને સામાજ પ્રત્યે એક સમાન કટિબદ્ધતા જવલ્લે જ જોવા મળે છે અને ભારતના સદ્દભાગ્યે આપણને એ સુભગ સમન્વય શ્રી એપીજે અબ્દુલ કલામમાં જોવા મળ્યો.
     યુવાધન ભારતની સૌથી મોટી મૂડી છે અને તેના સદ્દઉપયોગથી જ વિકાસશીલ ભારત વિકસિત ભારત બની શકશે, તેવી દ્રઢ માન્યતા લઈને તેઓ ભારતભરના યુવાનોના અંતરમનમાં પ્રકાશપુંજ પ્રગટાવવા ફરતા રહે છે. લાખો યુવાનોને પ્રેરણા આપનારની કલમે જ્યારે એ યુવાનો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો અપાય ત્યારે એ પુસ્તક અચૂક વાંચવું જ પડે. માટે જ તમારા હાથમાં 'ફોર્જ યોર ફ્યુચર' નો ગુજરાતી ભાવાનુવાદ મૂકતાં આનંદ અનુભવું છું.
     આ પહેલાં પણ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામના જ પુસ્તક Squaring the Circle નો ભાવાનુવાદ 'વિકસિત ભારતની ખોજ' ના નામે કરવાનો મોકો મળ્યો હતો અને તેને મળેલા પ્રતિસાદથી બહુ જ આનંદ થયો હતો. આ પુસ્તક તેનાથી પણ વધારે વાચકોના હાથમાં પહોંચશે તેવો વિશ્વાસ છે.
     પુસ્તકની વિગતો આ પ્રમાણે છેઃ
  • નામઃ ફોર્જ યોર ફ્યુચર
  • ISBN: 978-93-5189-036-0
  • પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર
  • કિંમતઃ 250
  • chirag@chiragthakkar.me


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.