તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 15, 2014

પદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister' - 3‘રાજનીતિજ્ઞ’નો ‘The Prime Minister’ ના નામે અનુવાદ ચાલતો હતો ત્યારે રોજે-રોજ થયેલું કામ હું નવભારતના ઇમેલ પર મોકલી આપતો પરંતુ મને ખબર નહિ કે એજ વસ્તુ રોજે-રોજ તેના મૂળ લેખક દેવેન્દ્ર પટેલને પણ ફોરવર્ડ થતી હશે. પુસ્તકના છેલ્લા પ્રકરણો મોકલાઈ ગયા પછીના દિવસે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. ‘ટ્રુ કોલર’માં પણ તેની માહિતી નહોતી એટલે મને કોલ રિસીવ કરતા જરા ખચકાટ થયો. (હું ભાગ્યે જ અજાણ્યા નંબરો પર વાત કરું છું.)
મેં કોલ રિસીવ કર્યો તો ખબર પડી કે ફોન કરનારા હતાં દેવેન્દ્ર પટેલ. મને કહે, “ચિરાગભાઈ, આપણે મળવું પડશે. પ્રુફમાં થોડાંક સુધારા-વધારા કરવા છે.” પછી અમે બીજા દિવસે તેમની ઓફિસે મળવા માટેનો સમય નક્કી કર્યો. બીજે દિવસે નક્કી કરેલા સમયના એકાદ કલાક પહેલા જ મારા મોબાઈલ પર તેમનો મેસેજ આવ્યો કે તેમની તબિયત અચાનક બગડી છે માટે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને તેઓ મને મળી શકશે નહિ. હોસ્પિટલમાં હોવા છતાં ચીવટપૂર્વક યાદ કરીને તેમણે મને મેસેજ કર્યો કે જેથી મારે ધક્કો થાય નહિ, એ બાબત મને સ્પર્શી ગઈ.
બે દિવસ પછી ફરીથી તેમનો ફોન આવ્યો કે હવે તેઓ ઘરે આવી ગયા છે અને હજું તેમણે ઓફિસે જવાનું શરૂ નથી કર્યું, તો તેમના ઘરે મળવાનું મને ફાવશે કે કેમ? મને તો તેમાં શું વાંધો હોય. એટલે તેના પછીના દિવસે બપોરે મળવાનું નક્કી કર્યું.
બીજે દિવસે નક્કી કરેલા સમયે હું તેમના ઘરે પહોંચી ગયો. દરવાજાનો બેલ વગાડ્યો. જેવો દરવાજો ખુલ્યો કે તેમણે ઘરે બનાવેલી ઓફિસમાં બેઠાં-બેઠાં જ મને એવી રીતે આવકાર્યો કે જાણે તેઓ મને ઘણા સમયથી ઓળખતા હોય. “આવો ચિરાગભાઈ…આવો…” એટલે હું સીધો તેમની સ્ટડી-કમ-ઓફિસમાં ગયો. તેઓ એક ટેબલ પાછળ ભવ્ય અને આરામદાયક ખુરશીમાં બેઠાં હતાં. દિવાલો પર તેમણે લખેલા પુસ્તકો વિવિધ કબાટોમાં ગોઠવાયેલા હતાં. રાષ્ટ્રપતિના હસ્તે તેઓ પદ્મશ્રીનું સન્માન સ્વીકારી રહ્યાં હતા, તે ક્ષણ તસવીરમાં મઢાયેલી હતી. બીજી દિવાલ પર ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી બાજપેયી સાથેની બ્લેક-એન્ડ-વ્હાઇટ તસવીરો પણ લાગેલી હતી. એજ દિવાલને અડીને મુલાકાતીઓ માટે બેઠકો બનાવેલી હતી. હું ત્યાં બેસવા જતો હતો, પરંતુ તેમણે મને તેમની ભવ્ય ખુરશીની બાજુમાં રહેલી એક પીવીસીની ખુરશીમાં બેસવાનું સૂચવ્યું કે જેથી અમે સાથે બેસીને કામ કરી શકીએ.
પાણી-શરબત-પરિચય જેવો શિષ્ટાચાર પત્યા પછી મેં મારું લેપટોપ બહાર કાઢ્યું કે જેથી સુધારા-વધારા થઈ શકે. મારા લેપટોપમાં આમ તો 9 સેલની બેટરી છે પણ સતત ડેસ્કટોપની જેમ વપરાવાને કારણે હવે તે બરાબર કામ નથી આપતી અને 45 મિનિટથી 60 મિનિટ દરમિયાન તો ડિસ્ચાર્જ થઈ જ જાય છે. એટલે મેં ચાર્જર કાઢીને તેમાં લગાવ્યું પણ પ્લગ તો દેવેન્દ્રભાઈની ખુરશીની બીજી બાજુ હતો. આમ તો એ વાયર ત્યાં પહોંચી જાય તેમ જ હતો, પણ એ અગવડરૂપ જરૂર બનત. એટલે એક જ સેકન્ડમાં તેઓ પોતાની ભવ્ય ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને મને કહે, “તમે અહીંયા બેસો તો આપણને કામ કરતાં ફાવે.” હું વિચારમાં પડી ગયો. એમની ખુરશીમાં મારાથી બેસાય? પણ બીજી જ ક્ષણે મને સમજાયું કે તેમના માટે ખુરશી નહિ પણ કામ મહત્વનું છે અને મેં પણ એ સ્વીકારી લીધું અને ખચકાટ ત્યજીને હું એ પદ્મ શ્રીની ખુરશીમાં બેસી ગયો અને તેઓ પેલી પીવીસીની ખુરશીમાં બેઠાં. તેમની નમ્રતાએ મને ત્યારે જ જીતી લીધો અને એ પદ્મ શ્રીની ખુરશીમાં બેઠાં-બેઠાં 'The Prime Minister' નામનું પુસ્તક છેલ્લો આકાર પામ્યું.
પછીના 3 કલાક અને 29 મિનિટ દરમિયાન એજ વસ્તુ મને વારંવાર અનુભવવા મળી. તેઓ કોઈ ફેરફારનું સૂચન કરે. જો મને યોગ્ય લાગે, તો જ હું ફેરફાર સ્વીકારું અને ન લાગે તો તેમને સમજાવવાનો પ્રયત્ન કરું. “હું જ સાચો” એવા અહમ વિના તેઓ તરત જ વાત સ્વીકારી લે અને અને અમે બીજા વાક્ય કે બીજા પાના તરફ આગળ વધી જઈએ.
આખું brain storming નું સેશન પૂરુ થયા પછી મેં જવા માટે તૈયારીઓ કરવા માંડી એટલે તેમણે મારી એકાદ-બે નાનકડી માંગણીઓ (ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ!) પણ આનંદથી પૂરી કરી અને મને છેક દરવાજા સુધી મૂકવા પણ આવ્યા. હજું બીજા ચારેક પુસ્તકોનું કામ કરવાનું છે એમ કહીને મારી પીઠ થાબડીને મને વિદાય આપી.
આ પુસ્તકમાંથી તો જે મળ્યું હોય એ ખરું, પણ તેના લેખકને મળીને જરૂર કંઈક મળ્યું છે, એમ મને લાગ્યું. આવી જ લાગણી એપીજી અબ્દુલ કલામ સાહેબને મળતી વખતે પણ થઈ હતી.

રિલેટેડ બ્લૉગપોસ્ટઃ

5 ટિપ્પણીઓ:

 1. ખરેખર ચિરાગભાઈ આપની દેવેન્દ્રભાઈ સાથેની મુલાકાત હ્રદયને સ્પર્શી ગઈ અને આપના ટાઇટલ ના સસ્પેંસ નો પણ અંત આવ્યો.

  જવાબ આપોકાઢી નાખો
 2. તમે તમારી સાઇટ કે બ્લોગ ની મદદ થી પૈસા કમાઇ શકો છો.

  મે તમારી સાઇટ વિઝીટ કરેલ છે.તમે બહુ સરસ રીતે સાઇટ ચલાવી રહ્યા છો.સાઇટ ની ડીઝાઇન અને લખાણ બહુ જ સરસ છે.

  તમે તમારી સાઈટ મા અમારી KACHHUA ની એડ મુકી ને પૈસા કમાઇ શકો છો.આ માટે તમારે અમારી સાથે રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે.રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અમારી એડ તમારી સાઈટ મા મુકવાની હોય છે.તમારી સાઇટ દ્રારા અમારા જેટલા courses વેચાય છે એ ના માટે તમને per sell 20% commission મળે છે.

  KACHHUA શુ છે??

  કછુઆ એ વિદ્યાર્થીઓને રાહત દરે તમામ પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે માટે કાર્ય કરે છે. વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કછુઆ માં પોતાનું એકાઉન્ટ બનાવે છે અને કોઈ એક કે બે કોર્ષ(GPSC-UPSC-SSC-PSI-IBPS-SBI-JEE-GujCet-CPT-Std 6 to 10-TET-TAT-HTAT-CMAT-CAT-NET-SLET વગેરે ) સબસ્ક્રાઇબ કરાવે છે જે માટે વાર્ષિક લવાજમ ભરવાનું હોય છે, આ લવાજમની રકમ કછુઆના વિકાસ માટે વાપરવામાં આવે છે.
  આ સેવાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ઉત્તમ શૈક્ષણિક સેવા મળી રહે તે છે, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તે જરૂરી છે.

  તો આજે જ અમારી સાથે જોડાવા માટે અહી રજીસ્ટ્રેશન કરાઓ.

  http://www.kachhua.com/webpartner

  For further information please visit follow site :

  http://kachhua.in/section/webpartner/

  તમારી સાઇટ નો ઉપયોગ કરી વધુ ને વધુ પૈસા કમાવા આજે જ અમારો સપક કરો.
  Please contact me at :
  Sneha Patel
  Kachhua.com
  9687456022
  help@kachhua.com

  www.kachhua.com | www.kachhua.org | www.kachhua.in

  જવાબ આપોકાઢી નાખો
 3. Nice Article sir, Keep Going on... I am really impressed by read this. Thanks for sharing with us. Govt Jobs.

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.