ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર અને અન્ય તમામ સોશિયલ મીડિયાને ગાળો આપવાની ફેશન થઈ ગઈ છે. પણ મને તો એ બધા જ બહુ ઉપયોગી લાગ્યા છે. તમને વાપરતા આવડે તો એ કેટલા મદદરૂપ થઈ શકે છે! મને તો એમના થકી ઘણા સારા મિત્રો મળ્યા છે. યુકેની સાહિત્ય અકાદમીનો પહેલો પરિચય જ ફેસબુક વતી થયો (થેંક્સ ટુ પંચમભાઈ શુક્લ) અને પછી તો તેમાં સમાન રસ ધરાવનારા ઘણા બધા મિત્રો મળતા જ રહ્યા.
ગુજરાતી નેટ જગતના મેરેથોન બ્લૉગર અને મેરેથોન રનર (ઉપરાંત ઘણું બધું એવા) કાર્તિકભાઈ મિસ્ત્રીનો પ્રાથમિક પરીચય પણ બ્લૉગ અને સોશિયલ મીડીયા થકી જ થયો. તેમનો બ્લૉગ નિયમિત વાંચનારને તો કાર્તિકભાઈનું K3 ફેમિલી જરા પણ અજાણ્યું નહિ લાગે.
અત્યારે કડકડતી ઠંડીમાં જ્યારે આખું ગુજરાત સાંજથી રજાઈમાં પ્રવેશી જાય છે ત્યારે કાર્તિકભાઈ મેરેથોન દોડવા માટે છેક મુંબઈથી અહીં આવ્યા હતા અને મેરેથોનના આગલા દિવસે જ (04/01/2014) મને મળવાનો મેળ પાડી દીધો.
છેક મોડી સાંજે પણ તેઓ સમય કાઢીને મારા ઘરે આવ્યા અને અમે કેટલાય વિષયો પર પેટ ભરીને વાતો કરી. એમને પહેલી વાર મળ્યા હોય એમ તો લાગતું જ નહોતું પણ એવું જરૂર લાગતું હતું કે આ મુલાકાત વખતે તેઓ લેપટોપમાંથી કૂદકો મારીને બહાર આવી ગયા હોય!
ગુજરાતી ભાષા પરત્વેનો તેમનો લગાવ અને નિખાલસતા સવિશેષ ગમ્યા. ફરી વાર અને વારંવાર મળવાની ઇચ્છા, જો એ બોર ન થયા હોય તો!
અન્ય વર્ચ્યૂઅલ ફ્રેન્ડ્સને પણ રિઅલ ફ્રેન્ડ્સ બનવાનું સસ્નેહ આમંત્રણ.
એક રખડતાં રનર-બ્લોગરનો આવો ભવ્ય પરિચય આપવા બદલ આભાર :)
જવાબ આપોકાઢી નાખો:)
કાઢી નાખો