તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 11, 2014

ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - ઉદ્દઘાટન સમારોહ

(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો પહેલો ભાગ)

          24, 25 અને 26 ડિસેમ્બર, 2013 ના રોજ આણંદની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજના યજમાનપદે અને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી ગુજરાતી સાહિત્ય પરિષદનું 47મું અધિવેશન યોજાઈ ગયું.


          24મી ડિસેમ્બર, 2013 ના રોજ સમયસર બપોરના 3-00 વાગ્યે ઉ‌દ્‍ઘાટન સમારંભની શરૂઆત થઈ જેમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ‘જય જય ગરવી ગુજરાત’ ગીત ગાઈને આ અને આવા અધિવેશનોના કેન્દ્રવર્તી વિચાર તરીકે શું હોવું જોઈએ તેનો અંગુલિનિર્દેશ કરી આપ્યો. ત્યારબાદ એન. એસ. પટેલ કૉલેજ તરફથી સ્વાગત મંત્રી મોહનભાઈ પટેલ અને સ્વાગત પ્રમુખ ભીખુભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું. પરિષદમંત્રી રાજેન્દ્ર પટેલ દ્વારા ત્યાર બાદ વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. પરિષદના તત્કાલીન પ્રમુખપદે બિરાજેલ વર્ષાબહેન અડાલજાએ પ્રમુખપદના કાર્યભારની સોંપણી ધીરુભાઈ પરીખને કરી હતી અને ફેસબુક તેમજ વોટ્સએપ વાપરતી નવી પેઢીને ગુજરાતી પરિષદ અને સાહિત્ય સાથે જોડાતી જોયાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. પ્રફુલ્લ રાવલે પ્રમુખશ્રીનો પરિચય કરાવ્યો.


ત્યાર બાદ ધીરુભાઈ પરીખે ઢળતી ઉંમરે અને નાજુક તબિયત છતાં પણ આશ્ચર્ય પમાડે તેવા રણકતા અવાજે ‘સર્જક અને સ્વાતંત્ર્ય’ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું, “સર્જક, અનુવાદક કે અનુસર્જક પોતાની સર્જનપ્રવૃત્તિના કાળે સંપૂર્ણ સ્વતંત્રતા અનુભવે છે. એ સ્વનો પણ તાબેદાર થતો નથી. એ સર્જનની ક્ષણોમાં પૂરેપૂરો સ્વાયત્ત હોય છે. કોઈની પણ શેહશરમમાં સર્જક સર્જનક્ષણે આવતો નથી.” ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યના વિવિધ ઊદાહરણોથી સંપકૃત એવા ગહન અને અર્થસભર પ્રવચન બાદ રઘુવીર ચૌધરીએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. યજમાન સંસ્થા વતી અજયસિંહ ચૌહાણે બધાનો આભાર માન્યો હતો.
શ્રી ધીરુભાઈ પરીખના વક્તવ્યની પીડીએફ
શ્રી ધીરુભાઈ પરીખના વક્તવ્યનો ઓડિયો
રઘુવીર ચૌધરીનું વક્તવ્યનો ઓડિયો

1 ટિપ્પણી:

 1. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  નમસ્કાર,
  હું લેખક,કવિ કે સાહિત્યકાર નથી .પણ એક એક ગુજરાતી ભાષાના ચિંતક તરીકે મારા વિચારો અહી રજુ કરુ છું. મને ભાષાની સરળતામાં,રૂપાંતરમાં .અનુવાદ યોગ્ય ગુજરાતી માં અને ભાષા લિપિ પ્રચાર માં વધુ રસ છે.

  જો હિન્દી ભાષીઓ આપણને પ્રચાર કેન્દ્રો ધ્વારા હિન્દી શિખવાડી શકે તો આપણે તેમને નુક્તા અને શિરોરેખા મુક્ત લિપિ કેમ ન શીખવી શકીએ? હિન્દી જો રોમન અને ઉર્દુ લિપિ માં લખાય તો ગુજનાગરી લિપિમાં કેમ નહિ? ભારત ની બધીજ ભાષાઓ ગુજનાગરી લિપિમાં કેમ ન શિખાય ?

  ગુજરાતી ભાષા કક્કો રચનાર ને સંસ્કૃત પંડિતો ના કેટલા કટાક્ષો ઝીલવા પડ્યા હશે ? પંડિતો દેવનાગરી લીપી સિવાય અન્ય લીપીને પવિત્ર માનતા નથી ? કેમ ?ગુજરાતમાં બે લીપી શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ ?

  જો હિન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લિપિમાં શિક્ષણ(દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહિ?
  જો સંસ્કૃત ના ષ્લોકો ગુજરાતીમાં લખી શકાય તો હિન્દી કેમ નહિ ?ગુજરાતના હિન્દી પ્રચાર કેન્દ્રો ને એટલું જ કહેવાનું છે કે અમારી ગુજરાતી લિપિ સરળ છે અને અમે હિન્દી અને સંસ્કૃત અમારી લિપિ માં જ ભણીશું.બીજું ગુજરાતી શિક્ષણ ખાતાને આ જ નિતી અપનાવવાની જરૂર છે .આપણી ગુજનાગરી લિપિમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી ? ગુજનાગરી લિપિ ને હિન્દીની જેમ પૂર્ણવિરામ,શીરોરેખા અને આંકડાઓનું કોઈ બંધન નથી.
  આધુનિક જમાના માં ભાષા વૈજ્ઞાનિક , ધંધાકીય,વિશેષ જ્ઞાનમય અને અનુવાદ યોગ્ય હોવી જરૂરી છે.

  બીજું ઘણી જ વેબ સાઈટ પર બધીજ જોબ્ઝ ની જાહેરાત અંગ્રેજીમાં આપેલ છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓ હિન્દી ને બદલે અંગેજી શીખવામાં સમય પસાર કરે તો કેવું સારું? શું આ બધી જોબ્ઝ મોટે ભાગે અલ્પ અંગ્રેજી જાણતા ગુજરાતીઓને મળશે કે પછી ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા અન્ય રાજ્યજનોને ? ગુજરાતમાં ટોપ લેવલ ની જોબ્ઝ પર કેટલા ગુજરાતીઓ છે ? કેમ ? વિદ્યાર્થીઓને હિન્દી તો બોલિવૂડ જરૂર શીખવશે પણ અંગ્રેજી?

  આધુનિક ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને કેમ વેગ આપી રહ્યા છે ? હિન્દી ગુજનાગરી લિપિ માં લખવાનો અને શીખવાનો પ્રયત્ન કેમ નથી કરતા ?હિન્દી શીખે છે પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શક્તા નથી.આમ કેમ?

  ભલે બોલો,શીખો હિન્દી પણ લખો ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં! આટલો સુંદર સંદેશ આપના વાંચકો ને જરૂર આપતા રહેશો..
  આભાર સાથે,
  કે એન પટેલ
  નિવૃત્તિ માં પ્રવુતિ સાથે...
  USA
  kenpatel.wordpress.com
  saralhindi.wordpress.com
  http://iastphoneticenglishalphabet.wordpress.com/

  હવે જુઓ પેન્સલવેનિઆ અને ન્યૂ જર્સી ,અમેરિકા માં કેટલા બધા ગુજરાતીઓ વસે છે પણ મુઠ્ઠીભર હિન્દીજનો હિન્દી ભાષાને કેવી રીતે આગળ ધપાવી રહ્યા છે ? અને તે પણ કદાચ ગુજરાતીઓના સહકાર સાથે........આમ કેમ?
  https://docs.google.com/viewer?a=v&pid=forums&srcid=MDkwNjYyMjQxMDM4NDYyODA0MjcBMTMzNjg4NzA5MzY2MDAyOTI5MjcBV3NrQzJkNVBGbDhKATYBAXYy

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.