તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 26, 2014

અશ્વિની ભટ્ટની 'આશકા માંડલ'નું ડિજિટલ સ્વરૂપ

          ડિજિટલ એજમાં રહેતી એક આખી પેઢી એવી છે કે જેણે શ્રી અશ્વિની ભટ્ટને ત્યારે વાંચવા શરૂ કર્યા જ્યારે તેમણે 'આખેટ' પછી લખવાનું બંધ કર્યું. આ ડિજિટલ જનરેશન માટે મોબાઇલ/ટેબ્લેટ/લેપ ટોપ કે ડેસ્ક ટોપ પર વાંચવુ એકદમ સહજ છે તેમજ ફેસબુક અને ટ્વિટરના 'રેકમેન્ડેશન્સ' વડીલોની ભલામણ કરતા વધારે આકર્ષક છે. આ જનરેશન માટે સાચા અર્થમાં લોકપ્રિય હોય તેવા પુસ્તકો ડિજિટલ ફોરમેટમાં અતિ અલ્પ સંખ્યામાં ઉપલબ્ધ છે. તેમાંથી પણ અમુક તો માત્ર પીડીએફ સ્વરૂપે જ પ્રાપ્ય છે, એટલે ડિજિટલ ફોરમેટની સાચી મજા તેમાં આવતી નથી.

          એ દિશામાં આપણા ગુજરાતી પ્રકાશકો કશુંક નક્કર કરે ત્યારની વાત ત્યારે પરંતુ એ ડિજિટલ જનરેશનને અશ્વિની ભટ્ટના અદ્દભુત સર્જનો સાથે જોડવા માટે એક નાનકડો પ્રયત્ન કર્યો છે. 10 ડિસેમ્બર, 2012 ના રોજ દાદા સ્વર્ગવાસી થયા બરોબર તેના પછીના જ દિવસથી, જોગાનુજોગ, તેમની 'આશકા માંડલ' મુંબઈ સમાચારમાં દરરોજ એક પ્રકરણના લેખે 119 પ્રકરણોમાં પ્રકાશિત થઈ હતી. વેબસાઇટનું માળખું અને ટાઇટલમાં 'માંડલ' ના બદલે 'માંડાલ' જેવી જોડણીની ભૂલો જેવા કારણે એ બધા જ પ્રકરણોની લિંક્સ સરળતાથી શોધી નહોતી શકાતી. એટલે આપના માટે પિન્ટરેસ્ટ સાઇટ પર એક બોર્ડમાં એ બધી જ લિંક્સ મૂકી આપી છે.


          દાદાના પુસ્તકો હાથમાં લઈને વાંચો કે તેને યુનિકોડમાં કોઈ વેબસાઇટ પર જઈને વાંચો, અંતે તો હેમનું હેમ! વધારેને વધારે લોકો આ અદ્દભુત પુસ્તક સાથે જોડાય એ હેતુસર જ આ બોર્ડ બનાવ્યું છે.
          અને હા, અંગત ઉપયોગ માટે તો એ બધા જ પ્રકરણોને વર્ડમાં કોપી-પેસ્ટ કરીને તેમાંથી મારા કિન્ડલ માટે એક ઇબુક બનાવવાનો પણ પ્રયત્ન કર્યો પણ તેનું પરિણામ કઢંગુ મળ્યું છે, એ આપની જાણ ખાતર.

6 ટિપ્પણીઓ:

 1. ચિરાગભાઈ, બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

  ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.
  આપ આપના વાંચકો માટે અમારી સાઈટ ની માહિતી આપતી કોઈ પોસ્ટ લખશો તો વધુ ગમશે અને વધારે ગુજરાતી મિત્રો સુધી માહિતી પહોંચી શકશે.

  ધર્મેશ વ્યાસ

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર ધર્મેશ ભાઈ. આપની ધૂમખરીદી.કોમ નો હું પણ ગ્રાહક છું અને મારા પુસ્તકો પણ તેની પર તમે ઉપલબ્ધ કરાવ્યાનો આનંદ છે.

   કાઢી નાખો
 2. Aaj sudhi mari najarthi prachchhann rahela apana blog vishe aje janine khoobaj gyanano strot khulyu hay em ghanoj anand thayo. lage chhe have roj ekadvar mulakat levij padashe.
  Mane aapano aa blog khoob khoob gamyo chhe. Aatalu badhu ekaj jagyae malshe evi aa netni duniyathi aparichit evi mane kalpanaj nahti. Web gurjari- dvara aaje aa blogni jan thai.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર અનિલાજી. આપના શબ્દોનું મારે મન ઘણું બધું મૂલ્ય છે.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.