તાજેતરની પોસ્ટસ

December 05, 2013

મેં કરેલ પ્રથમ અનુવાદ 'ચાણક્ય મંત્ર - અશ્વિન સાંઘી'

મિત્રો,

          મેં અનુવાદ કરેલ પુસ્તકોમાંનું પ્રથમ પુસ્તક 'ચાણક્ય મંત્ર', જેના લેખક છે અશ્વિન સાંઘી, હવે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યું છે. પુસ્તકનું મૂળ નામ છે 'ચાણકય'સ ચાન્ટ' અને તેમાં બે ચાણક્યોની વાત છે.
Chanakya's Chant - Ashwin Sanghi - Translated into Gujarati by Chirag Thakkar 'Jay'
ચાણક્ય મંત્ર - અશ્વિન સાંઘી - ગુજરાતી ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
          તેમાં કુલ વીસ પ્રકરણમાં બે વાર્તાઓ સમાંતરે ચાલે છે. પ્રકરણઃ 1, 3, 5...એમ એકી પ્રકરણોમાં મૂળ ચાણક્ય અને તેના જીવનની જાણીતી અને અજાણી વાતો છે. જ્યારે દરેક બેકી પ્રકરણોમાં આધુનિક સમયના ચાણક્ય સમા ગંગાસાગર મિશ્રની વાત છે કે જે પોતાની વિદ્યાર્થીનીને ભારતના વડા પ્રધાન પદે બેસાડવા ચાણક્ય નીતિનો ઉપયોગ કરીને આગળ વધે. એ વાર્તા ઘણી જ રોચક છે અને એટલે જ યુટીવી મોશન પિક્ચર્સે તેના પરથી ફિલ્મ બનાવવાના રાઇટ્સ ખરીદી લીધા છે. (ફિલ્મ તો બને ત્યારે ખરી!)

          અનુવાદની દ્રષ્ટિએ કામ થોડુંક કપરું હતું કારણ કે ચાણક્યના પ્રકરણોમાં એ સમયની ભાષા અને ગંગાસાગર મિશ્રના પ્રકરણોમાં વર્તમાન સમયની ભાષા વાપરવાની હતી. પણ કામ કર્યાનો સંતોષ છે, બાકી બધું તો આપના હાથમાં જ હોય ને!

          નવભારત સાહિત્ય મંદિરમાં, તેમજ તેમના પુસ્તકો રાખતા તમામ વિક્રેતાઓને ત્યાં આ પુસ્તક પ્રાપ્ય છે અને જો કોઈ તકલીફ પડે તો મારો સંપર્ક સાધી શકો છો. બીજા પાંચેક પુસ્તકો એક પછી એક આવવાના છે. અનુવાદ કરવાની પ્રેરણા આપવા માટે સ્વ. શ્રી અશ્વિની ભટ્ટનો હંમેશા માટે ૠણી રહીશ.

          આપના પ્રત્યુત્તરની અપેક્ષા સહ વિરમું છું.

          સસ્નેહ,

          ચિરાગ ઠક્કર 'જય'

15 comments:

 1. ખુબ જ અદભુત સમાચાર આપ્યા , આપે ' ચિરાગભાઈ ' :)

  હું ઘણા સમયથી અશ્વિન સાંઘી'નાં અનુવાદો'ની રાહ જોતો હતો . . . અને " The Krishna Key "નું અનુવાદ તો જાહેર થઇ જ ચુક્યું છે , પણ તરત જ થોડાક જ સમયમાં તે જ લેખક'નો બીજો અનુવાદ મળતા અને તે પણ એવી વ્યક્તિ તરફથી કે જેમની સાથે ક્યારેક વાર્તાલાપ થઇ ચુક્યો હોય :)

  આ પુસ્તક માટે આપને ખુબ જ શુભેચ્છાઓ .

  ReplyDelete
  Replies
  1. આભાર, નિરવભાઈ. વાંચીને જણાવજો કે કેવું લાગ્યું. અન્ય લેખકોના બીજા બે અનુવાદ ટૂંક સમયમાં આવવાના જ છે.

   Delete
 2. Wonderful news! અનેક શુભેચ્છાઓ.

  ReplyDelete
  Replies
  1. યુકેના મિત્રોએ અમુક નકલ મંગાવી છે. તમારે જોઈતું હોય તો જણાવજો. સાથે-સાથે મોકલી આપીશ.

   Delete
 3. વાહ! જાણીને ખૂબ આનંદ થયો, અઢળક શુભેચ્છાઓ અને અઢળક અનુવાદ તેમજ સાથે સાથે મૌલિક લખાણો લખાતા રહો એવી શુભેચ્છાઓ :)

  ReplyDelete
  Replies
  1. તમારા જેવા મિત્રનો તો આભાર પણ કેમ મનાય RA(1)?!

   Delete
 4. chirag bhai aa book vishe lakhelo maro review ni link vancko na labharthe muki rahyo chu. sathe apna dware anuvadit bija pustako ni yaddi apva pan vinanti

  http://suryamorya.wordpress.com/2011/08/10/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%A5%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B5%E0%AB%87/#comment-844

  ReplyDelete
  Replies
  1. Thanks for the link dear friend and this is my first published book. I will let you as soon as two more comes out.

   Delete
 5. Congratulations Chiragbhai, I was waiting for this translation.. Will get this book soon.. thanks

  ReplyDelete
  Replies
  1. :) Let me know your honest opinion when you finished reading.

   Delete
 6. this is a great news Chiragbhai! wish you all the best for super success of the book!
  Brinda

  ReplyDelete
 7. આ બુક ઘણા સમય થી લેવું લેવું કરતો હતો, પણ હવે ગુજરાતીમાં અનુવાદ આપે કર્યો છે તો ગુજરાતીમાં જ લઇ લેવામાં આવશે. અત્યારે The Krishna Key વાંચવાની ચાલુ છે.
  Thank you for the translation and Best Wishes! :)

  ReplyDelete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.