તાજેતરની પોસ્ટસ

માર્ચ 14, 2013

મિત્ર 'હેરી પોટર' આવજે, મળતા રહીશું!

સપ્ટેમ્બર 2012 માં 'હેરી પોટર' સિરિઝ વાંચવી શરૂ કરી હતી. આજે સાતેય ભાગ પૂરા થયા. સૌ પ્રથમ તો જે. કે. રોલિંગને સલામ, અંગ્રેજી વાંચતા બાળકોની એક આખી પેઢીને વાંચતી કરવા બદલ!

એ સાડા છ મહિનાની લગભગ દરેક રાતે સૂતા પહેલા કલાક-બે કલાક 'હેરી પોટર'ની જાદુઈ દુનિયામાં વિતાવ્યા છે. "willing suspension of desbelief" સાથે વાંચેલા આ સાતેય પુસ્તકોએ અદભૂત આનંદ આપ્યો છે. (સારા પુસ્તકો પરથી ફિલ્મ ન બનવી જોઈએ. અને સીરિયલ પણ નહિ!)

આ પુસ્તકમાં વાંચેલા એક વાક્યએ જીવનનો એક અતિશય મહત્વપૂર્ણ નિર્યણ લેવામાં મદદ કરી છે એ મને હંમેશા યાદ રહેશે. "It is our choices, Harry, that show what we truly are, far more than our abilities."

ટૂંકમાં, વાંચવા જેવું પુસ્તક!

રિલેટેડ પોસ્ટ
જે. કે. રોલિંગની 'હેરી પોટર એન્ડ ફિલૉસોફર્સ સ્ટોન'

(મોબાઈલ પરથી બ્લોગિંગનો પ્રથમ પ્રયત્ન.)

2 ટિપ્પણીઓ:

 1. હેરી પોટરની એ અદભુત દુનિયા , ખરેખર મને કલ્પનાઓના ઘૂંટડા ભરાવતી હતી . . . હવે એ દુનિયા ત્યાં જ અટકી ગઈ . . . મારી પાસે પણ તેના પુસ્તકો છે અને જે કે રોલિંગની જિંદગી અને તેણીના સંઘર્ષનો ટૂંકમાં પરિચય આપતું , રાજકોટનું વંડરલેન્ડ પબ્લીકેશનનું , મીની સીરીઝનું પુસ્તક પણ છે . . .

  પણ , છેલ્લે હું પુસ્તકો પરથી મુવીઝ ન બનવા જોઈએ , તે વાત પર સહમત નથી . . . કારણકે શબ્દોની તાકાત નિરાળી છે અને મુવી થકી તેનું ઉભું કરાયેલું ભાવવિશ્વ પણ અલગ જ ફ્લેવર અને કલેવર ધારણ કરે તેમાં કાઈ ખોટું નથી . . . હાં , દળદાર પુસ્તકોની એ ભાવસભર દુનિયા 2 કલાકના ફિલ્મોમાં સમાવવી એ અઘરું અને જટિલ કામ છે . . . પણ છે તો અભિનંદનને પાત્ર જ . . . . મહતમ સમયે એવું બન્યું છે કે ફિલ્મો થકી હેરી પોટરની દુનિયાના સંપર્કમાં આવીને નવા જ બનેલા રસીયાઓએ પુસ્તકની ખરીદી કરી હોય છે . . . આમ , પણ સિનેમા થકી બહોળા લોકો સુધી પહોંચી શકાય . . . માટે , મારા મતે તો ફિલ્મો બનવી જ જોઈએ . . . પછી સારી બને કે મધ્યમ કે પછી નરસી . . . પણ , એક પ્રયત્ન તો થવો જ જોઈએ :) . . . અને , મારી પાસે આઠેઆઠ ફિલ્મોનું બ્લુ રે કલેક્શન પણ છે :)

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. નિરવભાઈ,
   મેં પણ પહેલા ફિલ્મો જ જોઈ હતી અને પછી વાંચવાનું શરૂ કર્યું, એટલે આમ તો તમારી વાત ખોટી નથી. પણ ફિલ્મો જો પુસ્તકને વફાદાર રહીને બને તો જ સારું. સર્જકના સર્જન સાથે વધારે પડતી છૂટછાટ લેવામાં આવે ત્યારે મૂળ કથાને ક્યારેક ક્ષતિ પહોંચતી હોય છે. અને દળદાર પુસ્તકને ૨ થી ૩ કલાકમાં બતાવી દેવામાં પુસ્તકની ઘણી વાતો છોડી દેવામાં આવે છે અથવા બદલી નાખવામાં આવે છે જેને કારણે સૌથી મોટો ફર્ક પાત્રાલેખન પર પડતો હોય છે, એવું મને અહીં ખાસ લાગ્યું.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.