તાજેતરની પોસ્ટસ

March 27, 2013

હોળીને લગતા પ્રશ્નો - કોઈ તો જવાબ આપો!

         
પહેલા એકદમ ટૂંકમાં સવાલનો બૅક ડ્રૉપ જણાવી દઉ. આમ તો હું અસલ અમદાવાદી પણ જૂન ૨૦૦૬ થી નવેમ્બર ૨૦૧૨ સુધી યુ.કે. હતો. પાછો આવીને જે પણ જોઉં છું, તેની સરખામણી ભૂતકાળના અનુભવો સાથે અનાયાસે થઈ જ જાય છે, એટલે જ આ પ્રશ્ન ઉદ્દભવ્યો.

          આજે હોળીના દર્શન પતી ગયા બાદ ચાલવા નીકળ્યો તો એક વસ્તુ જોવા મળી. ઠરી ગયેલી હોળી (અથવા તેના અંગારા)ની આસપાસ કુંડાળું કરીને બેઠેલી સ્ત્રીઓ જોઈ. તેમની પીઠ હોળી તરફ જ રહેતી એ પણ જોયું. પહેલા તો એમ કે આ તો કોઈ સોસાયટીની સ્ત્રીઓ વળી કોઈ દર્દ મટાડવા પીઠ શેકવા બેઠી હશે. પણ આગળ વધતાં લગભગ દરેક બૂઝાયેલી હોળીની આસપાસ આજ દ્રશ્ય જોઈને નવાઈ લાગી. હોળીના અંગારા પર ચાલવાના 'ખેલ' તો પહેલા જોયા હતા, પણ આવી રીતે પીઠ કરીને બેસવાની 'ફેશન' હું ગેરહાજર હતો એજ વર્ષોમાં અમદાવાદમાં આવી એ નક્કી. કારણ કે એ પહેલા એવું થયાનું જોયું નથી. પાછા ફરતા ઓળખીતા-પાળખીતામાં 'આવું કેમ?' એમ પૂછપરછ કરી પણ કોઈ ચોક્કસ ગળે ઊતરે એવો જવાબ મળ્યો નહિ. મનમાં ઊઠતા પ્રશ્નો આ પ્રમાણે છે?

 • આ ખાલી મારા વિસ્તાર (ચાંદલોડીયા, નિર્ણયનગર, રાણીપ) પૂરતી મર્યાદિત વાત છે કે અમદાવાદ/ગુજરાત/ભારતમાં પણ એ પ્રચલિત છે?
 • આ પ્રથાને આટલી વ્યાપક સ્વીકૃતિ તો અને તો જ મળી હોય, કે જો તેની સાથે ધર્મનું કોઈ પૂંછડું જોડવામાં આવ્યું હોય. બાકી શરીર સારું રાખવા ગુજરાતીઓ પરસેવો પાડે એ વાત ગળે ઉતરે એમ નથી. શું છે આ વર્તન પાછળની માન્યતા?
 • માત્ર સ્ત્રીઓ જ આવી રીતે બેઠેલી જોવા મળી. પુરુષો કેમ નહિ?
કોઈ તો સમજાવો કે શું છે આ ઘટના પાછળનું રહસ્ય.

2 comments:

 1. એ સ્ત્રીઓને જ પૂછવું હતું ને?

  ReplyDelete
  Replies
  1. ચાર જગ્યાએ પૂછ્યું.
   એક જગ્યાએથી જવાબના બદલે એવી નજર મળી જાણે કે હું કોઈ દુષ્કૃત્ય કરવાનો હોઉં.
   બીજી જગ્યાએથી એમ કહ્યું કે 'આ તો કમરના દુઃખાવો મટાડાવા માટે'.
   અને બીજી બે જગ્યાએથી એમ જવાબ મળ્યો કે બધા બેસે છે એટલે અમેય બેઠા છીએ. (ટોન એવો હતો તો 'અમે બેઠા એમાં What is your father's going?)

   Delete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.