·
રોજ
સવારે ઊઠીને ગુજરાતી વર્તમાનપત્ર હાથમાં લેતાં જ દિલ બાગ-બાગ થઈ જાય છે અને તેને વાંચતા-વાંચતા
એ બાગમાં પાનખર પણ આવી જાય છે.
·
બે
ગુજરાતી ન્યૂઝ ચેનલ્સ જોઈને આનંદ થયો. તેને જોનારો વર્ગ પણ છે, એ જોઈને વિશેષ આનંદ
થયો. ગુણવત્તા પણ સુધરશે એવી આશા.
·
અત્યારે
રસ્તાઓ પર સૌથી વધારે હોર્ડિંગ્સ ચૂંટણી અને મોબાઇલ કંપનીના જ જોવા મળે છે. બંને ક્ષેત્રમાં
ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે.
·
પાછલા
સાત વર્ષમાં અમદાવાદમાં ફ્લાય-ઓવર્સ અને અંડર-પાસ જેટલા ગણા થયાં છે તેનાથી બમણા કે
ત્રણ ગણા મંદિરો વધ્યા છે અને છતાંય ભક્તોની પરિસ્થિતિ તો એમની એમ જ છે!
·
પહેલી
વાર મૂવી જોવા ગયા અને ટિકિટ લીધા પછી ભાજી-પાંઉનું કાઉન્ટર શોધવાનો પ્રયત્ન કર્યો,
તો McDonald, Subway અને Pizza place જ નજરે પડે. હે ભગવાન!
·
આજે
એક મિત્રના મિત્રએ સરસ વાક્ય કહ્યું: “મોબાઇલ અને TV એ સંબંધો ટૂંકા કરી નાખ્યા છે.”
·
છેલ્લે
આપણી ઇન્ડિયન ફ્લેવર વાળો એક ફોટોઃ પેલા સાઇન-બોર્ડ પર સૂચના મારેલી છે “Two
Wheeler Towing Zone”
મંદિરો એ બાબતે રસ્તાઓ/અંડરબ્રીજ/ફ્લાયઓવર્સ કરતા આગળ છે કે તેઓનું બાંધકામ ખુબ જ સમયસર પૂરું થઇ જાય છે ;)
જવાબ આપોકાઢી નાખોચિરાગભાઈ આ વર્ડ વેરીફીકેસન દુર કરો ને યાર. મગજનો દુખાવો છે. કોઈ રોબોટ નવરો નથી યાર ગુજરાતી બ્લોગ પર ટીપ્પણીઓ કરવા માટે!
જવાબ આપોકાઢી નાખો