તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 07, 2012

વન બ્યુટિફુલ ચાઇલ્ડ

હોસ્પિટલની ઈમારત વિશાળ હતી. એકદમ સામે મેઈન એન્ટ્રન્સલખેલું દેખાતું હતું. જમણી બાજુની વિંગ પર લાલ બેકગ્રાઉન્ડમાં પીળા મોટા અક્ષરે લખાયેલુંએક્સિડન્ટ એન્ડ ઇમર્જન્સીઅરુચિકર લાગતું હતું. થોડુંક આગળ વધતા ડાબી બાજુની વિંગની આગળઅલ્ટ્રા સાઉન્ડલખેલું નાનકડું પાટિયું દેખાયું. એ તેમાં ગઈ અને રિસેપ્શનીસ્ટ પાસે જઈને તેણે પર્સમાંથી અપોઈન્ટમેન્ટ લેટર કાઢીને આપ્યો. રિસેપ્શનીસ્ટે તેને યાંત્રિક સ્મિત આપીને આગળ વધવાની દિશા બતાવી. ભુલભુલામણી જેવા રસ્તાઓ પસાર કરીને તે સ્કેનિંગ રૂમ્સની બહારના વેઇટિંગ એરિયામાં જઈને બેઠી.
પ્રિન્શુને હોસ્પિટલમાં જવું ગમતું નહિ. તેને દર્દીઓના ચહેરા પરની પીડા અને ડૉકટર-નર્સના છેતરામણા સ્મિત અકળાવી મૂકતા. વધારે પડતી સ્વચ્છતા અને સફેદ રંગને લીધે તેને બધું આભાસી-નકલી લાગતું પણ હીં તેને એવું લાગ્યું નહી. અહિં સ્કેનિંગમાં મોટાભાગે ગર્ભવતી મહિલાઓ હતી અને તેઓના ચહેરા પર ખુશી ઝલકતી તી. બેવુડ-બી ડેડી પણ આવ્યા હતાં. એક ડેડી સામેની દિવાલ પર લગાવેલ એક તસવીરને નિરખી રહ્યાં હતાં. તસવીરમાં માના ગળે વળગેલ નાનકડા બાળકની નીચે લખ્યું હતુંધેર ઇઝ ઓન્લી વન બ્યુટીફુલ ચાઈલ્ડ ઇન વર્લ્ડ એન્ડ એવરી મધર હેઝ ઇટ.’ પ્રિન્શુ મોમ એન્ડ ડેડના ખુશહાલ માહોલમાં થોડીક વાર માટે પોતાની અંદર ઉતરી ગઈ.
ઘરથી હોસ્પિટલ જવા નીકળી ત્યારથી તેના મનમાં કંઈક અજીબ સંવેદન થતું હતું. કદાચ ઘરમાં ચાલી રહેલ ઝઘડાને કારણે તેની માનસિક પરિસ્થિતિ આવી હશે અથવા હોસ્પિટલમાં કંઈક થવાનું હશે તેવું પ્રિન્શુને લાગતું હતું. તે જન્મી ત્યારથી પપ્પા તેને પોતાની પ્રિન્સેસ કહેતા અને તેમાંથી તેનું નામ પ્રિન્શુ પડી ગયું હતું. તેને એક મોટી બહેન પણ હતી, રનીલા જે મમ્મીની લાડકવાયી હતી અને ઘરમાં વાતાવરણ પણ રનીલાના કારણે તંગ હતું.
રનીલાના લગ્નને આજકાલ કરતાં સાત વર્ષ થઈ ગયા અને તેને એક સુંદર નખરાળો ચાર વર્ષનો છોકરો તો, રીવ. રનીલાને તેના પતિ સાથે મનમેળ નહોતો. સાચું કારણ તો કોઈ જાણતું નહિ, અને કોઈની અંગત બાબતમાં માથું મારવું અસભ્યતા લેખાતી માટે લોકો ધારણાથી કામ ચલાવી લેતા. પણ ડિલિવરી માટે ઘરે આવ્યા બાદ રનીલા અવારનવાર તેના પિયર અચાનક આવી ચડતી અને પછી મહિના-બે મહિના સુધી તેના ઘેર પાછું જવાનું નામ લેતી નહિ. તેનો પતિ બિલવ આમ તો સારો હતો અને કોઈને તેનામાં કોઈ ખોટ પણ લાગતી નહિ. બધાને એમ લાગતું કે બંને વચ્ચે મનમેળ નથી તેનું કારણ કદાચ એકબીજાથી વિપરીત સ્વભાવ હોઈ શકે. પણ તો સ્નેહીઓની ધારણા હતી, કારણ નહિ. બિલવની નોર્થ વૅમ્બલીમાં હાઈ રોડ પર એક કોર્નર શોપ હતી. લગ્ન બાદ તેણે શોપ લીધી હતી અને તેણે અને રનીલાએ ખૂબ મહેનત કરીને ધંધો વિકસાવ્યો હતો. બંને આખો દિવસ સાથે હોય એમની શોપમાં અને સાથેને સાથે રહેવાથી નાની-નાની વાતો મોટું સ્વરૂપ પકડતી ગઈ અને સાચું કારણ એ હતું કે અતિપરિચયે અનાદર કરાવ્યો હતો. બિલવ હજી પણ એમ માનતો કે તેમની સમસ્યાનું સમાધાન થઈ શકે છે પણ રનીલા કદાચ એ બાબતમાં વિશ્વાસ રાખતી નહિ. પ્રેગનેન્સી બાદ રનીલાએ શોપમાં એક વાર પણ પગ નહોતો મૂક્યો જ્યારે બિલવ હજી પણ આખો દિવસ તેમાં રચ્યો-પચ્યો રહેતો, અને બિલવે તેની કોઈ ફરિયાદ પણ નહોતી કરી. પણ છેલ્લા એકાદ વર્ષથી રનીલા પિયર આવ્યા બાદ પાછી જવા નહોતી માંગતી અને તેમની વચ્ચે ફોન પર પણ ઝઘડા થયે રાખતાં. તેઓ છેવટે ડિવોર્સની વાત સુધી પહોંચ્યા હતાં. હવે ડિવોર્સના ટર્મ્સ નક્કી કરવા બાબતે બંને વચ્ચે ટસલ થયે રાખતી. પ્રિન્શુ ઘરેથી નીકળી ત્યારે પણ ફોન પર તેમની આવી દલીલો ચાલું તી.
પ્રિન્શુ કોઠારીનોપ્રિન્સુ ખોટારીજેવો રમૂજી ઉચ્ચાર કરતી એક યુરોપિયન લાગતી ડૉકટર ત્રીજા નંબરના સ્કેનિંગ રૂમમાંથી બહાર આવી અને તે સાંભળીને પ્રિન્શુ ઝબકી ગઈ. યાંત્રિક રીતે ઊભી થઈને તે ધીમેથી સ્કેનિંગ રૂમમાં પ્રવેશી. હાય મિસ ખોટારીડૉકટરે તેને આવકારી અને પછી તેને એક ઊંચા બેડ જેવા કાઉચ પાસે લઈ ગઈ. ‘પ્લીઝ લાઈ ડાઉન હિયર.’ આંગળી ચીંધીને તેને કાઉચ બતાવતા ડૉકટરે કહ્યું અને પછી તે પોતાની તૈયારીઓમાં લાગી ગઈ. થોડી વારમાં આવીને તેણે પ્રિન્શુના લો રાઈઝ જિન્સ-પેન્ટને થોડુંક વધારે નીચે સરકાવ્યું અને વાઈપ્સ વડે તેની નાભિની નીચેનો ભાગ સાફ કર્યો. પછી એક ટ્યુબમાંથી મેડિકલ જેલનો મોટો લચકો લઈને ભાગ પર ચોપડ્યો અને તેની પર અલ્ટ્રા સાઉન્ડ સ્કેનર ફેરવવા લાગી. બિલોરી કાચ લઈને બારીકાઈથી હાથની રેખાઓ જોતા નજૂમીની જેમ તે પેટના ભાગને ખૂબ બારીકાઈથી તપાસતી રહી. મિનિટો દરમ્યાન પ્રિન્શુ ડોકટરના ચહેરા સામે અને સ્કેનિંગ મશીનની સ્ક્રીન સામે વારાફરતી જોઈ રહી પણ તેને બે માંથી એક પણ લિપિ ઉકેલાઈ નહિ અને આ અકળાવી નાખનારી શાંત ક્ષણોમાં પ્રિન્શુને ઘર અને રનીલા અને રીવ યાદ આવી ગયા.
ઘરથી  નોર્થવિક પાર્ક હોસ્પિટલ બહુ દૂર નહોતી અને ઇસ્ટરની બેંક હોલી-ડે હોવાથી બસની ફ્રિકવન્સી પણ ઓછી હતી એટલે પ્રિન્શુએ ચાલીને જવાનું નક્કી કર્યું. તેના પેટના નીચેના ભાગમાં, કિડનીની આસપાસના ભાગમાં તેને દુખાવો થયે રાખતો હતો. બે અઠવાડિયાં પહેલા તે તેના ડૉકટર પાસે પણ જઈ આવી હતી. ડૉકટરને પ્રાથમિક તપાસથી સંતોષ થયો માટે તેમણે પ્રિન્શુને નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં અલ્ટ્રા સાઉન્ડ સ્કેનિંગની અપોઈન્ટમેન્ટ આપી હતી.
સડબરી કોર્ટ ડ્રાઈવ પરથી તે ચાલતી-ચાલતી જ્હોન લાયન રાઉન્ડ અબાઉટ પર પહોંચી. ત્યાંથી ડાબી બાજુ વોટફોર્ડ રોડ પર વળતી વખતે તેની નજર ફૂલોવાળાની દુકાન પર પડી. આજે તેને બધા ફૂલ ખુશ લાગતા હતાં. કેમ હોય? તેમનો પ્રિયતમ સૂર્ય આજે લંડન પર પ્રસન્ન હતોને! ‘ચોવીસ ડીગ્રી તાપમાન વાળા કેટલા દિવસ તમને લંડનમાં જોવા મળશે?’ એમ વિચારતી તે આગળ વધી. દુકાનની પાછળ આવેલી મુંબઈ જંકશન રેસ્ટોરાં વ્યસ્ત લાગતી હતી. મુંબઈ જંક્શન પછી ડાબી બાજુ આવેલા હેરો પાર્કમાં હરિયાળી લહેરાતી હતી. તેની ઊંચી વાડને કારણે અંદર શું ચાલે છે તે દેખાતું નહોતું. પ્રિન્શુએ પગની પાની પર ઉંચા થઈને જોયું તો એક ગાય લીલું ઘાસ ચરતી હતી અને તેનું વાછડું તેને ધાવતું તેની આસપાસ ઊછળકૂદ કરતું હતું. જમણી બાજુ દેખાતો નોર્થવિક પાર્ક ગોલ્ફ ક્લબનો નઝારો નયનરમ્ય હતો. કેટલાક બાળકો પટર લઈને ગોલ્ફ શીખવાની કોશિ કરી રહ્યાં હતાં અને તેમનો કોચ તેમને બારીકાઈથી જોઈ રહ્યો હતો. રસ્તાની બંને બાજુ હરિયાળી હતી માટે ગરમી થોડીક સહ્ય લાગતી હતી. સાતેક મિનિટમાં તો તેને સામેની તરફ હોસ્પિટલ દેખાવા લાગી હતી.
રાઈટ!’ દસેક મિનિટની તપાસના અંતે ડૉકટરે પોતાનું કામ પૂરું કર્યું અને પ્રિન્શુને તેણે ડૉકટરોનું પેટન્ટેડ અભાસી સ્મિત આપ્યું. તેની વિચારધારા પાછી ખંડીત થઈ અને તેણે ડૉકટર સામે જોયું. ડૉકટર તેને રૂમના ખૂણામાં રહેલો એક દરવાજો બતાવતા બોલી, ‘યુ કેન યુઝ ટોલેટ નાઉ.’ સ્કેનિંગના એકાદ કલાક પહેલા ખૂબ પાણી પીવાની અને પેશાબ નહિ કરવાની સૂચના તેને અગાથી આપી દેવામાં આવી હતી માટે તેને ખરેખર ઈચ્છા હતી . ડૉકટરના ચહેરા પરની મુસ્કાનથી પોતાના સ્કેનિંગનો શું રિપોર્ટ હશે તેનો અંદાજ મેળવતા તેણી અંદર ગઈ અને ચારેક મિનિટ પછી જ્યારે તે બહાર આવી ત્યારે ડૉકટર સ્કેનિંગ મશીનની સ્ક્રીન પર કશુંક ગંભીરતાથી અવલોકી રહી હતી અને તેની સાથે એક એશિયન લાગતી બીજી ડૉકટર પણ હતી. બંને મેડીકલ ટર્મિનોલોજીમાં તેની ચર્ચા કરી રહ્યાં હતાં. થોડોક સમય બંને ચર્ચા કરી અને પછી એશિયન લાગતી ડૉકટર પ્રિન્શુ તરફ એક આભાસી સ્મિત વેરતી બહાર ચાલી ગઈ.
તમારા ઓવેરિયનમાં પ્રોબ્લેમ છે.’ ડૉકટરે પોતાનો મૌખિક રિપોર્ટ આપવો શરૂ કર્યો. પછી પ્રિન્શુના કાને ઓવા પ્રોડક્શન એન્ડ ફર્ટિલાઇઝેશન, ફેલોપિયન ટ્યુબ, યુટરસ, સર્વાઇક્ષ જેવા શબ્દો પડઘાતા રહ્યાં. છેલ્લે વાતનો સારાંશ આપતા તેમણે જણાવ્યું, ‘મિસ પ્રિન્શુ, આઈ એમ સોરી ટુ સે પણ તમારા માટે ગર્ભધારણ કરવું અશક્ય બનશે એવું મને લાગે છે.’ અને તેમણે એ રિપોર્ટને પ્રિન્શુના ડૉકટરને મોકલી આપવાનું કહ્યું અને સાથે બીજી એક-બે સૂચના પણ આપી પણ પ્રિન્શુ હજી આઘાતમાં જ હતી માટે તેને તે સંભળાયું નહિ. ‘મિસ ખોટારી, આર યુ ઓરાઈટ?’ ડૉકટરે તેના બંને ખભા પર પોતાના હાથ મૂકીને હમદર્દીથી પૂછ્યું. હવે આભાસી સ્મિત આપવાનો વારો પ્રિન્શુનો હતો.
હોસ્પિટલની બહાર નીકળી ત્યારે મગજ વિચારશૂન્ય હતું. તે ઘર તરફ ચાલવા લાગી. બસસ્ટોપ પસાર કરીને જ્યારે તે મુખ્ય રસ્તા પર આવી ત્યારે તેની નજર ફરી વાર હેરો પાર્કમાં પડી. વખતે તેને માત્ર ઘાસ ચરતી ગાય દેખાઈ, વાછડું ક્યાંક જતું રહ્યું હતું અથવા તેને દેખાતું નહોતું. થોડી વાર પછી તેની નજર ગોલ્ફ ક્લબમાં ગોલ્ફ શીખી રહેલા નાના બાળકો પર પડી અને તેણીના વિચારોની દિશા તરફ દોડવા લાગી. ચોવીસ વર્ષની ઉંમરે આમ પણ તેણે પોતાના લગ્ન વિષે ગંભીરતાથી વિચારવાનું હતું. શું સમસ્યા સાથે પરણવું તેના માટે યોગ્ય હતું? શું બાળપ્રાપ્તિ વિના લગ્નજીવનની સાર્થકતા ખરી? તેનો પ્રિયતમ બાબત જાણવા છતાં પોતાનું ભવિષ્ય તેની સાથે જોડી શકશે? તેને પેલું વાક્ય યાદ આવ્યું,ધેર ઇઝ ઓન્લી વન બ્યુટીફુલ ચાઈલ્ડ ઇન વર્લ્ડ એન્ડ એવરી મધર હેઝ ઇટ.’ જ્હોન લાયન રાઉન્ડ અબાઉટ પર પેલા ફૂલો વાળાની દુકાને ગુલદસ્તા જોયા અને તેને વિચાર આવ્યો માતૃત્વ વિહીન સ્ત્રી તો જાણે નકલી ફૂલોના ગુલદસ્તા જેવી! ગુડ ફોર નથીંગ.
ઘરે પહોંચતાં તેને તોફાન આવી ગયા બાદની નિરવતા પથરાયેલી લાગી. રનીલા તેના ઓરડામાં હતી અને મમ્મી-પપ્પા બંને ચાલુ ટી.વી. સામે શૂન્ય આંખે બેઠા હતાં. રીવના રમકડા ચારે તરફ વિખરાયેલા પડ્યાં હતાં પણ રીવ ક્યાંય દેખાતો નહોતો. ‘શું થયુ મોમ?’ રીવની ગેરહાજરીની નોંધ લેતાં પ્રિન્શુએ પૂછ્યું.
બિલવ આવ્યા હતા..’ મોમે જવાબ આપ્યો, ‘ લોકોએ ડિસાઈડ કરી લીધું છે.’
શું ડિસાઈડ કર્યું?’
મોમ કંઈ બોલી નહિ, બોલી શકી નહિ. છેવટે પ્રિન્શુના ડેડ ગળું ખોંખારીને બોલ્યા, ‘તે બંને ડિવોર્સ માટે એગ્રી થઈ ગયા છે. અને...’
અને...’ પ્રિન્શુ માટે અપેક્ષિત આઘાત હતો.
અને તેઓએ ટર્મ્સ પણ નક્કી કરી લીધા છે. બિલવનું ઘર રનીલા લેશે. દુકાન અને રીવ બિલવ પાસે રહેશે. બિલવ અત્યારે રીવને લઈ ગયા.’
પ્રિન્શુથી એક વાર આકાશ તરફ જોવાઈ ગયું. તેને ફરીથી પેલું વાક્ય યાદ આવ્યું,ધેર ઇઝ ઓન્લી વન બ્યુટીફુલ ચાઈલ્ડ ઇન વર્લ્ડ બટ...’

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ
('ઓપિનિયન' મેગેઝિનના જુલાઈ ૨૦૧૨ ના અંકમાં આ વાર્તા સમાવવા બદલ શ્રી વિપુલભાઈ કલ્યાણીનો આભારી છું.)

2 ટિપ્પણીઓ:

  1. ચિરાગભાઈ,
    સરસ વાર્તા. વિષય, રજૂઆત, પાત્રલેખન, વર્ણન, માવજત એ તમામ પાસાંને ન્યાય મળ્યો છે. વાર્તાની રજૂઆતમાં તમે દાખવેલો સંયમ ધ્યાન ખેંચે છે. ટૂંકી પણ ધાર્યું નિશાન તાકતી વાર્તા. મને ગમવાથી એક વાર્તારસિક વાચક તરીકે આ અભિપ્રાય આપું છું.
    ખૂબ ખૂબ અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.