તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 11, 2012

યુ.કે. બાઇટ્સઃ શેક્સપિયરનું 'હેન્રી ધ ફિફ્થ'


શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં ટ્રૅજડી (હેમ્લેટ), કોમેડી (મચ અડુ અબાઉટ નથિંગ) અને ગુજરાતી (ઓલ’ઝ વેલ ધેટ એન્ડ્સ વેલ) નાટક જોયા પછી પહેલી વાર શેક્સપિયરનું એક ઐતિહાસિક નાટક ‘હેન્રી ધ ફિફ્થ’ જોવાનો મોકો મળ્યો. (૦૭/૦૭/૨૦૧૨) બે કારણોસર આ નાટક ખાસ બન્યું. પ્રથમ તો એ કે આંગળી પકડીને આ દુનિયાનો પ્રથમ પરિચય કરાવનાર પિતાજી સાથે આ નાટક જોવાનો મોકો મળ્યો અને બીજું એ કે ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં પલળતા-પલળતા એ જોવાનું થયું. (ગ્લોબ એમ્ફિથિયેટર છે.)


નાટકની શરૂઆતમાં જ સૂત્રધાર આવીને દર્શકોને પોતાની કલ્પના શક્તિ કામે લગાડવાનું કહે છે. શેક્સપિરિયન થિયેટરમાં સ્ટેજ પર વિવિધ દ્રશ્યો રચવામાં આવતા નહી માટે સૂત્રધાર કહે છે “Piece out our imperfections with your thought.” શરૂઆતના દ્રશ્યોમાં રાજા હેન્રીને મારવાના કાવતરાની પોલ ખુલ્લી કરવામાં આવે છે અને તેના દ્વારા જ હેન્રી પંચમની કુશળતાને દર્શકોના મનમાં સ્થાપિત કરવામાં આવે છે. નાટક વિશે તો સૌ જાણે જ છે. હેન્રી પંચમના જીવન પર આધારિત આ નાટકમાં યુદ્ધ અને દેશભક્તિની વાત છે. નાટકમાં ઈતિહાસ છે અને તે કંટાળાજનક ન બને તેનો શેક્સપિયરે પૂરતો પ્રયત્ન કર્યો છે. આ પ્રોડક્શનના ડિરેક્ટરે તો તેની સવિશેષ કાળજી લીધી હોય તેમ લાગ્યું. આમ તો નાટક થોડુંક ગંભીર છે પણ દરેક ગંભીર દ્રશ્ય પછી કોઈને કોઈ સૈનિક દ્વારા હળવા દ્રશ્યો રજૂ થતા રહે છે. ચોથા અંકના ત્રીજા દ્રશ્યમાં પેલી પ્રખ્યાત ‘Band of Brothers’ વાળી સ્પીચ પણ બહુ પ્રભાવક રીતે રજૂ થઈ છે. કેટલીક વાર રાજા દર્શકોને પોતાના સૈનિકોની જેમ સંબોધિત કરે છે તો ક્યારેક દર્શકો પોતે સૈનિકોની જેમ ‘ઇંગ્લેન્ડ.. ઇંગ્લેન્ડ…’ના નારા લગાવે છે.
જોકે દર્શકોના મનોરંજન માટે કૉમિક દ્રશ્યોને improvise કરવામાં આવ્યા છે અને તેમાં એક્ટિંગ દ્વારા કંઇક ઉમેરવામાં પણ આવ્યું છે. જેમ કે અમુક દ્રશ્યોમાં સંવાદોની સાથે-સાથે કલાકારોના બિભત્સ ઇશારા ઉમેરીને સંવાદોને દ્વિઅર્થી બનાવી દેવામાં આવ્યા છે. Cock, cunt અને ass જેવા શબ્દો શેક્સપિયરે તો જે અર્થમાં પ્રયોજ્યા હોય, તે શેક્સપિયર જ જાણે પણ આ પ્રોડક્શનમાં તો તેનો બરાબર દ્વિઅર્થી પ્રયોગ કરવામાં આવ્યો છે. કદાચ દર્શકો કંટાળા સાથે થિયેટર ન છોડે તે માટે છેલ્લે-છેલ્લે થોડોક રોમાન્સ ઉમેરવામાં આવ્યો હોય તેમ પણ લાગ્યું. પાંચમાં અંકના પહેલા દ્રશ્યમાં આવતું ‘Eat my leek’ વાળું દ્રશ્ય શબ્દશઃ leek ખાતા પાત્ર સાથે રજૂ કરવામાં આવ્યું હતું. બીજા નાટકોની સરખામણીએ આ નાટકમાં સ્વગતોક્તિ ઓછી છે. નાટકને આગળ વધારવામાં કોરસ મહત્વનો ભાગ ભજવે છે તે જરૂરથી નોંધવું રહ્યું.
હેન્રી પંચમનું પાત્રાલેખન અત્યંત પ્રભાવક છે. તો બીજી બાજુ, શેક્સપિરીયન પ્રણાલીથી વિરુદ્ધ, હિન્દી ફિલ્મોની જેમ નાયિકા માત્ર શોભાની પૂતળી બનીને રહી જાય છે. ચોથા અંકના ત્રીજા દ્રશ્યમાં આવતી St. Crispin’s Day Speech વાળું દ્રશ્ય સૌથી પ્રભાવક દ્રશ્ય હતું અને નાયિકાનો અંગ્રેજી શીખવાનો પ્રયત્ન અને દુભાષિયાવાળું દ્રશ્ય સૌથી મનોરંજક દ્રશ્ય હતું. કુલ ૬ વખત જુદા-જુદા પાત્રો આ એમ્ફિથિયેટરના જુદા-જુદા દરવાજેથી પ્રવેશીને, યાર્ડમાં ઊભેલા દર્શકો વચ્ચે થઈને, અભિનય કરતાં-કરતાં મંચ પર જાય છે અને એવી જ રીતે ત્રણ વખત બહાર પણ જાય છે. આમ એમ્ફિથિયેટરનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. અને દરેક વખતે કોઈ પણ અવરોધ ઊભો ન કરતાં દર્શકો બહુ જ સરળતાથી કલાકારોને માર્ગ આપી દે તે પણ ગમે તેવી વાત હતી.
૬ સંગીતકારો સાથે કુલ ૨૨ કલાકારો આ નાટકને ભજવે છે અને તેમાં માત્ર ત્રણ સ્ત્રીઓ છે. ૨ શરણાઈ, ૨ સેક્ષોફોન, ૧ ગિટાર અને ૧ ખંજરી વડે નાટકનું જરૂરી સંગીત આપવામાં આવ્યું છે. નાટકમાં છૂટે હાથે વપરાયેલા પ્રોપ્સઃ ૯ ખુરસીઓ, દડો, બે પટારા, ટોપલી, ટ્રોલી, સિંહાસન, ધ્વજ, દોરડાં, ૩ સળગતી મશાલ, ઠેલણગાડી, ૫ તીર-કામઠા, ૪ ભાલા, ૫ કાગળ, leek.
ટૂંકમાં શેક્સપિયરના પ્રશંસકને આ નાટક જરૂર પસંદ પડશે પરંતું મનોરંજક નાટક જોવાની આશાથી ગયેલા દર્શકને આ ગંભીર નાટક પસંદ ન આવે તેવું પણ બને. છેલ્લે Henry V ના મનપસંદ સંવાદોઃ
·       Consideration, like an angel, came/And whipped the offending Adam out of him.
·      For so work the honey-bees,/Creatures that by a rule in nature teach/The act of order to a peopled kingdom./They have a king and officers of sorts;/Where some, like magistrates, correct at home,/Others, like merchants, venture trade abroad,/Others, like soldiers, armed in their stings,/Make boot upon the summer's velvet buds;/Which pillage they with merry march bring home/To the tent-royal of their emperor.
·      Even at the turning o’ the tide.
·      His nose was as sharp as a pen, and a’ babbled of green fields.
·      And sheathed their swords for lack of argument.
·      Men of few words are the best men.
·      I thought upon one pair of English legs/ Did march three Frenchmen.
·      There is some soul of goodness in things evil,/Would men observingly distil it out.
·      Every subject’s duty is the king’s; but every subject’s soul is his own.
·      Our tongue is rough, coz, and my condition is not smooth.
·      I think the king is but a man, as I am: the violet smells to him as it doth to me.
·      Winding up days with toil and nights with sleep.
·      But if it be a sin to covet honour,/I am the most offending soul alive.
·      The tongues of men are full of deceits.
·      There is occasions and causes why and wherefore in all things.

સૌથી છેલ્લે પેલી ‘Band of Brother’ વાળી speech:
This day is called the Feast of Crispian.
He that outlives this day and comes safe home
Will stand a-tiptoe when this day is named
And rouse him at the name of Crispian.
He that shall see this day and live t' old age
Will yearly on the vigil feast his neighbours
And say, "Tomorrow is Saint Crispian."
Then will he strip his sleeve and show his scars
And say, "These wounds I had on Crispin's day."
Old men forget; yet all shall be forgot,
But he'll remember, with advantages
What feats he did that day. Then shall our names,
Familiar in his mouth as household words -
Harry the King, Bedford and Exeter,
Warwick and Talbot, Salisbury and Gloucester -
Be in their flowing cups freshly remembered.
This story shall the good man teach his son,
And Crispin Crispian shall ne'er go by
From this day to the ending of the world,
But we in it shall be remembered,
We few, we happy few, we band of brothers.
For he today that sheds his blood with me
Shall be my brother; be he ne'er so vile,
This day shall gentle his condition.
And gentlemen in England now abed
Shall think themselves accursed they were not here,
And hold their menhood cheap whiles any speaks
That fought with us upon Saint Crispin's Day.
અત્યાર સુધી માત્ર ગ્લોબ થિયેટરમાં ભજવાયેલા શેક્સપિયરના નાટકોની વાત કરી છે પરંતું ટૂંક સમયમાં એક ખુલ્લા પાર્કમાં The Principle Theatre Company દ્વારા ભજવાયેલ ‘Midsummer Night’s Dream’ ના modern interpretation ની વાત કરીશું.
રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.