- ઑલિમ્પિકની ટિકિટની સાથે ઝોન ૧ થી ૯ નો ટ્યુબપાસ પણ આપવામાં આવ્યો હતો, તે ગમ્યું.
- આ વિશાળ આયોજનમાં હજારો કાર્યકરો અને સ્વયંસેવકો જોડાયા છે. ઑલિમ્પિક વેન્યુની આસપાસ તો ઑલિમ્પિકના ઓવરકોટ પહેરેલા કાર્યકરો ઠેર-ઠેર જોવા મળે છે. ટ્યુબમાં બેસવા જતો હતો ને આવા એક કાર્યકર મળ્યા જેમની સાથે થોડીક વાતચીત કરી. ડબ્બામાં નજર કરી તો તેમના જેવા જ પોશાકમાં બીજા બે કાર્યકરો પણ બેઠા હતાં.
- સ્ટ્રેટફર્ડ સ્ટેશનેથી જેવા બહાર નીકળ્યા કે ઑલિમ્પિક પાર્કના દિશા સૂચન માટે આવી રીતે કેટલાય કાર્યકરો બેઠા કે ઊભા હતા.
- મ્યુનિચ પછી ઑલિમ્પિકમાં આમ પણ સુરક્ષા વ્યવસ્થા સઘન જ રખાય છે અને અહીં પણ રીતસર એરપોર્ટની જેમ સિક્યોરિટી ચેકિંગ થઈ રહ્યું હતું.
- આ ઉપરાંત અવકાશી માર્ગે કોઈ આફત આવી ન પડે તે માટે પણ પૂરતી તૈયારીઓ હતી.
- સ્ટેડિયમ ટી.વી.માં દેખાતું હતું તેવું જ ભવ્ય અને સુંદર દિવસના પ્રકાશમાં પણ લાગતું હતું.
- મેચ શરૂ થતાં પહેલા સ્ટેડિયમમાં માઇક પર (મારા જેવા) અજ્ઞાની પ્રેક્ષકો માટે હોકીની રમતની પ્રાથમિક સમજણ આપવામાં આવી હતી.
- પહેલી મેચ કોરિયા અને ન્યુઝિલેન્ડ વચ્ચે હતી જે કોરિયાએ ૨- ૦ થી જીતી લીધી હતી. જીત બાદ ખુશખુશાલ કોરિયન ટીમઃ
- ન્યુઝિલેન્ડની ટીમને (નેચરલી) વધારે સપોર્ટ હતો અને પ્રેક્ષકો વારે-વારે બૂમો પાડતાં હતાં 'કમ ઓન કિવિઝ... કમ ઓન કિવિઝ...'. પ્રેક્ષકોમાં કોઈ ન્યુઝીલેન્ડથી આવેલ વ્યક્તિ પણ હશે. એક વાર તેનાથી રહેવાયું નહી એટલે તે નમ્રતાથી બોલ્યો, 'ધે આર નોટ કિવિઝ, સર. કિવિ ઇઝ અ ફ્રુટ!'
- બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે હતી અને તે પહેલી મેચની જેમ 'વન સાઇડેડ' નહી હોય તેમ આશા હતી. પણ ઘણા સમર્થકો ધરાવતી ઝનૂની ઓસ્ટ્રેલિયન ટીમે આ મેચ ૬ - ૦ થી જીતી હતી.
- સાઉથ આફ્રિકાની ટીમ વિશે કશું કહેવા જેવું રહ્યું નહી. (પહેલી બે મેચ પછી ભારત વિશે પણ કશું કહેવા જેવું ક્યાં છે?)
- હોકીની મેચ પહેલી જ વાર સ્ટેડિયમમાં જોઈ અને તરત જ લાગ્યું કે આ રમતમાં લોકપ્રિય થવાના કેટલા બધા ગુણો છે! ૩૫ - ૩૫ મિનિટના બે હાફ ક્યારે વીતી જાય છે તે પણ ખબર નહોતી પડતી. ક્રિકેટમાં તો ૨૦-૨૦ હમણાં જ ચાલુ થયું છે અને તેમાં પણ હજી ત્રણ કલાક તો લાગે જ છે. તેના કરતાં આ ૭૦ મિનિટમાં વધારે મજા આવે, તેવું લાગ્યું. રમત ટી.વી. ફ્રેન્ડલી બને તે માટે જ કદાચ વાદળી મેદાન અને પીળો બોલ રાખવામાં આવ્યો હશે.
- ટિકિટ વેચાણની વેબસાઈટ પર તો લગભગ બધી જ ઈવેન્ટ સોલ્ડ આઉટ બતાવવામાં આવે છે છતાં દરેક રમતમાં કેટલીય સીટો ખાલી હોય છે, તેમ બૂમરાણ અહીનું મિડીયા ઑલિમ્પિકના બીજા દિવસથી જ મચાવી રહ્યું છે અને મને પણ એજ જોવા મળ્યું. ઑલિમ્પિક કમિટિ એવો ખુલાસો આપે છે કે લાગતા-વળગતાને આપવામાં આવેલી મફત ટિકિટો વાળી જગ્યાઓ ખાલી લાગે છે બાકી આમ તો બધી જ ટિકિટો વેચાઈ ગઈ છે. (પ્રેક્ષકોની વચ્ચે ખાલી સીટ્સ દેખાય છેને!) મારી બાજુની આઠ સીટ્સ ખાલી હતી.
- જેની ટિકિટ ખરીદી છે તે ઇવેન્ટ પતી જાય પછી બીજી રમતો જોવી હોય તો દર્શકો માટે ઑલિમ્પિક પાર્કમાં જ વિશાળ સ્ક્રીન લગાવવામાં આવી છે જ્યાં હજારો લોકો બેઠેલા જોવા મળ્યા. તેને 'Park Live' નામ આપવામાં આવ્યું છે.
- આપણો તિરંગો બહુ શાનથી સ્ટેડિયમમાં લહેરાય છે પણ હજી એક જ મેડલ મળ્યું છે તે જરા ખટકે છે.
- કેટલીક વીડિયો ક્લીપ્સઃ
કોમન્વેલ્થ ગેમ્સના આયોજનમાં ઇજ્જત ખોયા બાદ આપણા દેશને ઑલિમ્પિકના યજમાન થવાનો મોકો મળશે કે કેમ તે બહુ જ અઘરો સવાલ છે. પણ જો પાશ્ચાત્ય સંસ્કૃતિને વખોડવામાંથી નવરાશ મળે તો આ આયોજનમાંથી ઘણું શીખી શકાય તેમ છે. (બીજા ફોટા અહીં છે.)
રિલેટેડ બ્લૉગપોસ્ટઃ
અહીં બેઠા બેઠા ઓલોમ્પિકની સરસ સફર કરાવી. આભાર.
જવાબ આપોકાઢી નાખોહીનાબે'ન, આભાર.
કાઢી નાખોશું તમે The ArcelorMittal Orbit ની મુલાકાત લીધી ?
જવાબ આપોકાઢી નાખોતે વિષે સવિસ્તાર જણાવશો .
આપે ઓલમ્પિકનો આનંદ લીધો એ બદલ અમને ઘણો આનંદ થયો , ફરી વધુ જણાવશો .
નિરવભાઈ, સવારે ૮ થી બપોરના ૧ મેચ હતી અને ૩.૩૦ થી જોબ શરૂ કરવાની હતી માટે ઑલિમ્પિક પાર્ક બહુ ઉતાવળે જોયું છે. ઑર્બિટની મુલાકાત લેવાનો મોકો નથી મળ્યો.
જવાબ આપોકાઢી નાખોGood info reported from ground zero :)
જવાબ આપોકાઢી નાખોThank you Kunalbhai.
કાઢી નાખો