ભારતના પ્રથમ બે ફીમેલ ડૉકટર્સમાંની એક આનંદી ગોપાલ વિશે દૂરદર્શન પર એક ધારાવાહિક સિરિઅલ જોયાનું યાદ છે. અને તેના પરથી લાગે છે કે તેમના વિષેની માહિતી બરાબર સચવાઈ હશે. બ્રિટનમાં આ સન્માન Louisa Aldrich-Blake ને મળે છે. તેમની યાદમાં તેમનું એક સ્ટેચ્યુ ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનમાં છેઃ
| |
અંગ્રેજી સાહિત્યમાં રસ ધરાવનારા મિત્રોથી વર્જિનિઆ વુલ્ફ (Virginia Woolfe) નું નામ અજાણ્યું નહીં જ હોય. એ ઉત્તમ કોટિના નવલકથાકાર ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનની એકદમ નજીકમાં જ રહેતા હતાં અને અહીં ફરતાં-ફરતાં તેમની પ્રખ્યાત નવલકથા 'To the Lighthouse' ની રચના કરી હોવાનું તેમણે પોતે જ આ શબ્દોમાં નોંધ્યું છેઃ "Then one day walking round Tavistock Square I made up, as I sometimes make up my books, 'To the Lighthouse'; in a great, apparently involuntary, rush." (મારે ગ્રેજ્યુએશનના ફાઈનલ યરમાં આ નવલકથા ભણવાની હતી.)
| |
રિલેટેડ બ્લૉગપોસ્ટઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.