કેમડન વિસ્તારમાં આવેલા ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનમાં આપણા રાષ્ટ્રપિતાની કારુણ્યસભર મૂર્તિ છે. તે જોવાનો ગત શનિવાર (૩૦/૬/૨૦૧૨) ના રોજ મોકો મળ્યો.
| | |
| | |
એજ બગીચામાં પંડિત નહેરુએ ૧૩ જૂન ૧૯૫૩ ના રોજ ભેટમાં આપેલું કોપર બીચ ટ્રી પણ વાવેલું છેઃ
| |
શાંતિદૂત અને પંચશીલ પ્રણેતાની આસપાસ શાંતિની જ વાત હોય ને! ત્યાં હિરોશિમા પર ફેંકાયેલા અણુબોમ્બના પીડિતોની યાદમાં પણ એક વૃક્ષ વાવવામાં આવ્યું છે અને સાથે-સાથે પ્રતિ વર્ષ મે મહિનાની ૧૫મી તારીખે ઉજવાતા International Conscientious Objectors Day ના પ્રતિક રૂપે એક પ્રતિમા પણ મૂકવામાં આવી છેઃ
| |
| |
અને હા, અમારા બ્રેન્ટ કાઉન્સિલની ઇમારતનું નામ પણ મહાત્મા ગાંધી હાઉસ જ રાખવામાં આવેલ છેઃ
એ જ ગાર્ડનમાં બીજી બે રસપ્રદ વ્યક્તિઓ પણ હાજર હતી, જેની વાત કાલે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.