તાજેતરની પોસ્ટસ

જૂન 13, 2012

વિજયગુપ્ત મૌર્યનું 'જિંદગી જિંદગી'

          ૧૯૭૨માં એન્ડીઝની પર્વતમાળામાં તૂટી પડેલ વિમાન Uruguayan Air Force Flight No 571 અને એ ઠંડીમાં ટાંચાના સાધન-સરંજામ હોવા છતાં, ખોરાકના અભાવમાં મૃત સાથીદારોના શરીરનું માંસ ખાઈને ૭૨ દિવસ સુધી જીવતા રહેલા ૧૬ જણાના સંઘર્ષની કહાની કાલના 'મેટ્રો'માં છાપવામાં આવી છે. (એ બે પેજ વાંચવા અહીં ક્લિક કરો.)
          આ સમાચાર વાંચીને વિજયગુપ્ત મૌર્ય દ્વારા આ દુર્ઘટના પર લખાયેલ પુસ્તક 'જિંદગી જિંદગી' યાદ આવી ગયું. હર્ષલ પબ્લિકેશનનું બેસ્ટ સેલર પુસ્તક ગુજરાતમાં ખૂબ જ વંચાયું અને વખણાયું છે. મારા પ્રિય પુસ્તકોની યાદીમાં તે અવશ્ય સ્થાન પામે છે. ન વાંચ્યું હોય તો 'Beg, Borrow or Steal', પણ અવશ્ય વાંચજો નહિતર એક ઉત્કૃષ્ટ પુસ્તકથી વંચિત રહેશો. (પુસ્તક હાથવગું નથી માટે તેના વિશે વિસ્તારે નથી લખતો.)
          આ ઘટના પર Paul Read નામના એક બ્રિટિશ લેખકે ૧૯૭૪માં Alive: The Story of Andes Survivors નામનું પુસ્તક લખ્યું છે અને ૧૯૯૩ માં Alive નામની એક મૂવી પણ બની છે.

6 ટિપ્પણીઓ:

 1. વિજયગુપ્ત મોર્યે ખાલી એક બાબતે થાપ ખાધી. એ ફૂટબોલ ટીમ નહોતી - રગ્બીની ટીમ હતી! જુઓ: https://en.wikipedia.org/wiki/Uruguayan_Air_Force_Flight_571

  :)

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. અરે! એકદમ સાચી વાત. મારા ધ્યાનમાં નહોતી આવી.

   કાઢી નાખો
  2. I may be wrong but I think he knew the fact but its difficult to explain rugby in gujarati so he used term football instead.

   And rugby is also a type of football so I won't say he made a mistake.
   see: http://en.wikipedia.org/wiki/Rugby_football

   કાઢી નાખો
 2. મારે આ પુસ્તક અથવા એની PDF જોઈએ છે - ગુજરાતી.
  કેવી રીતે મળી શકે ?

  જવાબ આપોકાઢી નાખો
 3. જીંદગી જીંદગી
  મારે આ પુસ્તક અથવા PDF ગુજરાતી જોઈએ છે.
  કેવી રીતે મળી શકે ?

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. હર્ષલ પબ્લિકેશન્સની લિંકઃ https://www.harshalpublications.in/
   એના પર જઈને તપાસ કરો અથવા એમનો સંપર્ક કરો.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.