તાજેતરની પોસ્ટસ

મે 06, 2012

યુ.કે. બાઇટ્સઃ ફાઇન્ડિંગ ઇન્ડિયા ઇન અનએક્સપેક્ટેડ પ્લેસિસ

          જેમ આપણા અમદાવાદનો સી.જી. રોડ, તેમ લંડનની ઑક્સફર્ડ સ્ટ્રીટ. તફાવત એટલો જ કે ઑક્સફર્ડ સ્ટ્રીટ પર દેશ-વિદેશના પ્રવાસીઓ (અને બોલિવુડ સ્ટાર્સ) બારે-માસ જોવા મળે. માટે ઑક્સફર્ડ સ્ટ્રીટ પર કામ કરતી વખતે ક્યારે અને કોણ મળશે તે કલ્પી પણ ન શકાય. એક વાર એક ઓર્કુટ-મિત્ર મળી ગયો અને મને ઓળખી પણ ગયો! એક વાર એક બારેક વર્ષ પહેલાની વિદ્યાર્થીની તેના પતિ સાથે મળી ગઈ! ભારતીય વ્યક્તિ અને ભારતીયપણું ક્યારે મળી જાય એ કહેવાય જ નહી. પીજામા (Pyjama - રાત્રે પહેરવાના કપડા), પુક્કા પેડ (Pukka Pad - પાકા પૂંઠાની નોટબુક), યોગા-લેગ ટ્રાઉઝર, પબમાં મળતા સમોસા અને ભજીયા, ઇસ્ટ ઇન્ડિયા ડોક રોડ, બોમ્બે બાઈસિકલ ક્લબ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, શીશા (હુક્કા)નો ધુમાડો કાઢતા લોકો, ટુક ટુક (રીક્ષા), ઇસ્કોન મંદિરના ભક્તો, મહાત્મા ગાંધી હાઉસ, સ્વામિનારાયણ સ્કૂલ, ગુજરાતી ભાષા....

Finding India in Unexpected Places Finding India in Unexpected Places Finding India in Unexpected Places Finding India in Unexpected Places
Finding India in Unexpected Places Finding India in Unexpected Places Finding India in Unexpected Places Finding India in Unexpected Places

          TFL ની ટ્યુબ સર્વિસ અંતર્ગત Poems on the Underground નામનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે અને તેમાં પસંદગી પામેલી કવિતાઓ ટ્યુબ સ્ટેશન્સ અને ટ્યુબ સર્વિસમાં રજૂ કરવામાં આવે છે. (તેમાં હંમેશા વિચિત્ર પ્રકારની કવિતાઓ જ ચૂંટાતી હોય છે!) એ પ્રોગ્રામમાં ભારતમાં જન્મેલ સુજાતા ભટ્ટની 'Finding India in Unexpected Places' નામક કવિતા વાંચવા મળી. મને લાગ્યું કે તેમાં ઉપર આલેખેલી ભાવનાઓ જ વ્યક્ત થઈ છે, માટે તેનો ફોટો પાડી લીધો. (ચાલતી ટ્રેનમાં પાડેલ હોવાથી હલી ગયો છે, તેમ છતાં કવિતા વંચાય તેમ છે.) -


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.