તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 20, 2012

યુ.કે. બાઇટ્સઃ ફી-પેયિંગ સ્કૂલ્સ VS ફ્રી સ્કૂલ્સ

          આપણા ભારતમાં સરકારી શાળાઓના સ્તર વિશે ભાગ્યે જ કોઈનો અભિપ્રાય ઊંચો હશે અને જે માતા-પિતાને પરવડી શકે તે બધા જ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં જ અભ્યાસ માટે મોકલે છે. અહીં સાવ એવું તો નથી. મોટા ભાગના બાળકો ગવર્ન્મેન્ટ ગ્રાન્ટેડ શાળાઓમાં જ ભણે છે. ફી-પેયિંગ (એટલે કે ખાનગી) શાળાઓમાં જનારા બાળકો માત્ર ૭% જ છે, એવું એક સમાચારમાં વાંચ્યું. તેમ છતાં એ સર્વેના આંકડા આશ્ચર્યજનક છે, જે વાંચીને તમને પણ આશ્વર્ય થવાનું.

દેશના માત્ર ૭% વિદ્યાર્થીઓ, કે જે ખાનગી શાળામાં ગયા છે, તેમની સફળતા વિશે નીચે વાંચોઃ

  • દેશના ટોપ જજીસમાંથી ૭૦% ખાનગી શાળામાં ગયા છે.
  • દેશના ટોપ જર્નાલિસ્ટમાંથી ૫૪% ખાનગી શાળામાં ગયા છે.
  • દેશના ટોપ ડૉકટર્સમાંથી ૫૧% ખાનગી શાળામાં ગયા છે.
  • દેશના ટોપ સાયન્ટિસ્ટ અને સ્કૉલર્સમાંથી ૪૨% ખાનગી શાળામાં ગયા છે.
  • દેશના કુલ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટમાંથી ૩૫% ખાનગી શાળામાં ગયા છે.
  • પાર્ટી મુજબ વાત કરીએ તો કન્ઝર્વેટીવ પાર્ટીના ૫૪%, લિબરલ ડેમોક્રેટ પાર્ટીના ૪૦% અને લેબર  પાર્ટીના ૧૫% મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ ખાનગી શાળામાં ગયા છે.
  • અને સૌથી છેલ્લે, સરકારી શાળાઓની તુલનાએ ખાનગી શાળામાં ગયેલા વિદ્યાર્થીને ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એડમિશન મળવાની તક ૫૫ ગણી વધારે હોય છે.
આ સર્વેથી આપણે સરકારી શાળાઓ અને તેના એજ્યુકેશન વિશે શું સમજવું?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.