તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 24, 2012

વૉટ કમ્સ નેક્સ્ટ?

          શાળાજીવન દરમિયાન આપેલી આઇ.ક્યૂ. ટેસ્ટ્સ યાદ છે? તેમાં 'What comes next?' (નીચે મૂકેલી ઇમેજ) જેવા તાર્કિક પ્રશ્નો પૂછાતા હતા, તે યાદ છે?


          હવે તેના જેવો જ એક પ્રશ્ન. નીચેની બે ઇમેજીસ જુઓઃ

          ગઈકાલ(૨૩/૦૪/૨૦૧૨)ના 'દિવ્યભાસ્કર' માં આવેલા સમાચારનો સ્ક્રિનશોટઃ


          ગઈકાલ (૨૩/૦૪/૨૦૧૨)ના 'ગુજરાત સમાચાર'માં આવેલા સમાચારનો સ્ક્રિનશોટઃ


          હવે સવાલ એ છે કે  'What comes next?' જવાબ છે -


          શંકરસિંહ વાઘેલાના પ્રશાસન વખતે એક વાર ગુજરાત સમાચારે કંઈક આ પ્રકારની જ હેડ લાઈન છાપી હતીઃ "શંકર'સિંહ'નું મૃત્યું, રોજ ૧૦ કિલો માંસ ખાતો હતો." સમાચાર હતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મૃત્યું પામેલા શંકર નામના એક સિંહના. આપણી લોકશાહીની Fourth Estate ક્યારે આ કાદવક્રિડામાંથી મુક્ત થશે?

(તાર્કિક પઝલ વાળી ઇમેજનો સોર્સઃ http://www.nicologic.fr/series.php અને કાદવમાં આળોટતા ડુક્કરો વાળી ઇમેજનો સોર્સઃ http://reagangirl.com/?attachment_id=22007)


1 ટિપ્પણી:

  1. LOL. મને યાદ છે કે ગુ.સ. અને સંદેશ વચ્ચે આવી જ મસ્ત સ્પર્ધા ચાલતી હતી.

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.