તાજેતરની પોસ્ટસ

April 18, 2012

‘ટાઇટેનિક’ - તમારા માટે ડૂબતું જહાજ પકડે તે પ્રેમ


એવું ક્યાંક વાંચ્યું હતું કે “A dad is his daughter’s first love and his son’s first hero.” મને મારા first hero તરફથી વાંચન અને મૂવીઝ બે શોખ વારસામાં મળ્યા છે. તેમાંય પપ્પાનો ઐતિહાસિક મૂવીઝ અને પુસ્તકો પ્રત્યેનો લગાવ તો વિશેષતઃ મળ્યો છે. “આજકાલની ફિલ્મો તો છોકરાઓને બગાડી મૂકે છે.” એવા ડાયલોગ્સ કદી મમ્મી-પપ્પાના મોઢેથી નથી સાંભળ્યા. ઊલટાનું મને યાદ આવે છે કે અમે બે દિવસમાં બે મૂવી જોવા સહકુટુંબ ગયા હતાં. (શનિવારેઅજુબાઅને રવિવારેયે આગ કબ બુઝેગી’!) પ્રાથમિક શાળાના દિવસો દરમિયાન ભાગ્યે કોઈ મહિનો એવો હશે કે અમે સહકુટુંબ મૂવી જોવા ગયા હોઈએ. પછી માધ્યમિક શિક્ષણ દરમિયાન મિત્રો જોડે મૂવી જોવાની રજા અને પૈસા મળતા. શરત માત્ર એટલી કે ભણવાના સમયે ભણી લેવાનું. અમદાવાદના ડ્રાઇવ ઇન સિનેમામાં પપ્પાએ જીવનનું પ્રથમ અંગ્રેજી મૂવી બતાવ્યું હતું – ‘કિંગ કોંગ’. ત્યારે તો મૂવીમાં કશી ખબર નહોતી પડી. બીજું અંગ્રેજી મૂવી જોયુંજુરાસિક પાર્ક’ (હિન્દીમાં) અને ત્યારથી અંગ્રેજી મૂવીઝ જોવાનો ચસકો લાગ્યો.
હવે જો મારે મારા મનપસંદ મૂવીઝની યાદી બનાવવી હોય, તો તેમાં સૌ પ્રથમ ક્રમે હું સ્ટિવન સ્પીલબર્ગનીઆર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સને મૂકું છું કારણ કે તેના દ્વારા મને માનવ હોવાનો મતલબ સમજાયો હતો. (મારો અંગત દ્રષ્ટિકોણ છે.) અને બીજા ક્રમે આવે છે બે મૂવીઝઃ જેમ્સ કેમરોનનીટાઇટેનિકઅને સંજય લીલા ભણસાલીનીદેવદાસકારણ કે તેના દ્વારા મને Grandeur, Catharsis અને Love ત્રણ શબ્દોનો મતલબ સમજાયો. અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરતી વખતે એરિસ્ટોટાલિઅન કે ક્લાસિકલ યુનિટિઝની સંકલ્પનામાં Grandeure અને Catharsis તથા તેની દર્શક પર પડતી અસર વિશે ભણવામાં આવતું પણ તેનો પ્રત્યક્ષ અનુભવ બંને મૂવીઝ દ્વારા થયો.
પહેલી વારટાઇટેનિક૧૯૯૭માં જોયું અને મૂવી પૂરું થયું પછી ખુરશીમાંથી ઊભા થવાની સૂઝ પણ નહોતી પડી એવો સૂનકાર સમગ્ર માનસતંત્રમાં વ્યાપી ગયો હતો. અનાયાસે આંખમાંથી આંસુ સરી પડ્યા હતાં. સિનેમાહોલમાંથી બહાર નીકળતા કેટલીય ભીની આંખો જોઈ હતી. બીજી વાર પણ એમ થયું. ત્રીજી વાર આઘાત જરા ઓછો થયો. એક પછી એક એમ અગિયાર વખત અમદાવાદનાનટરાજસિનેમા હોલમાં મૂવી જોયું હતું અને દરેક વખતે બીજી વાર જોવાની ઈચ્છા થઈ આવતી હતી. બારમી વખત તેને ડ્રાઇવ ઇન સિનેમામાં જોયુ હતું. તે વખતે મૂવી અંગ્રેજીમાં રજૂ થયુ હતું અને તેના દરેક સંવાદોમાં ખબર પડતી નહી. સમય દરમિયાન વલ્લભવિદ્યાનગરમાં એન્જિનિયરિંગ ભણી રહેલ મિત્ર સચિને માહિતી આપી કે વલ્લભવિદ્યાનગરમાંટાઇટેનિકહિન્દીમાં આવ્યું છે અને બંદા તો ઉપડ્યા. અમે બંને ત્યાંના ઘણા સિનેમા-હોલ રખડી આવ્યા પણ મળ્યું નહિ અને છેવટે ‘ખાયા પિયા કુછ નહી, ગિલાસ તોડા બારા આના’ કરી પાછા આવ્યા પણ મૂવી જોવાની તૃષ્ણા જરા પણ ઓછી થઈ નહી. પછી તેની ડીવીડી ખરીદી પણ તેને જોવાની ઇચ્છા થઈ નહી. મનથી એમ થતું કે ટીવી પરટાઇટેનિકજોવાથી મોટા પડદે જોયેલટાઇટેનિકની જે ભવ્યતા મનમાં અંકિત થયેલ છે તે કદાચ ભ્રષ્ટ થઈ જશે. ત્યાર બાદ તો હિન્દી ડબિંગ વાળી ડીવીડી પણ મળી પણ કારણસર તેને પણ જોઈ શક્યો.
૨૦૧૨માં જ્યારે ફરી વાર એજટાઇટેનિકDમાં મોટા પડદા પર જોવાનો મોકો મળ્યો ત્યારે કેટલીય યાદો તાજી થઈ આવી અને કેટલી વાતો સમજાઈ. ખાસ તો વાત સમજાઈ કેટાઇટેનિકમૂવીએ આંખોમાં એક સ્વપ્ન આંજ્યું હતું અને જાણે-અજાણે તેની પાછળ હું દોડતો આવ્યો છું. પેલું દ્રશ્ય યાદ છે જેમાં ડૂબતા જહાજને છોડીને રેસ્ક્યુ બોટમાં બેસી જવા માટે જેક રોઝને સમજાવે છે, કાર્લ પણ તેમાં સાથ આપે છે અને કચવાતા મને રોઝ બોટમાં બેસી જાય છે, રેસ્ક્યુ બોટ નીચે જવા માંડે છે અને રોઝ જેકને તાકી રહે છે. જેકને જોઈને રોઝ સમજી જાય છે કે જો તે બોટમાં જતી રહેશે તો તે જેકથી હંમેશા માટે વિખૂટી પડી જશે તેથી પ્રેમાવેશમાં આવીને તેણી રેસ્ક્યુ બોટમાંથી કૂદીને નીચેના ડેકને પકડીને પાછી ડૂબતા જહાજ પર આવી જાય છે. દ્રશ્ય જોઈને અજ્ઞાતપણે મનમાં એક વાત અંકિત થઈ ગઈ હતી કે તમારા માટે ડૂબતું જહાજ પકડે તે પ્રેમ અને પ્રેમની શોધનું સ્વપ્નટાઇટેનિકેમારા જેવા ઘણાને આપ્યું હતું.
બીજા બે દ્રશ્યો પણ મનમાં અંકિત થયા હતાંફરજના ભાગ રૂપે કરવા પડતા ગોળીબાર પછી ઓફિસર વિલિઅમ મર્ડોક જહાજને સલામ કરીપોતાના લમણે પિસ્તોલ લગાવીને પોતાની પ્રાણ જાતે  લઈ લે છે  દ્રશ્ય અંદરથી હલાવી મૂકે છે.


ત્રીજું દ્રશ્ય છે પેલા સંગીતકારોનું જે અંત સુધી વાયોલિન વગાડતા રહે છે અને છેલ્લે એક બીજાને ગુડબાય કહે છે અને છૂટા પડે છે. તેમાંનો એક વાદક ત્યાં ઊભો રહીને ‘Nearer My God to Thee’નો કરુણ સૂર છેડે છે અને છૂટા પડેલા વાદકો ફરી પાછા આવીને વાયોલિન વગાડવા માંડે છે. દ્રશ્યમાં ઉત્પન્ન થતી કરુણા કેવી અદ્દભુત છે!


અને ‘I’m Flying’ વાળુ દ્રશ્ય કોને નહી ગમતું હોય?


અને લોઅર ડેકની આઇરિશ સંગીત વાળી પાર્ટીમાંનો જેક અને રોઝનો ડાન્સ?

વિવિધ ગાઉનમાં આખો સામે તરતી રહેતી રોઝ જોઈને OMG કોણે ઉચ્ચાર્યું નહી હોય? આવા અસંખ્ય યાદગાર દ્રશ્યોની હારમાળા અને લાખો યુવાનોની આંખોમાં અંજાયેલ સ્વપ્નનો સુરમો એટલેટાઇટેનિક’.
મૂવીથી એક વાત સમજાઈ કે કેટલાક મૂવીઝ માત્ર અને માત્ર મોટા પડદે જોવા ગમે. ટીવીમાં તેની સંપૂર્ણ મજા મરી જાય છે. આજ પરંપરામાંદેવદાસપણ જોયુ હતું બાર વાર સિનેમા હોલમાં અને તેને ક્યારેય ટીવી પર જોવાની હિંમત નથી કરી. તમારા ત્રણ મનપસંદ મૂવીઝ કયા અને કેમ?

2 comments:

  1. mane to aapni aa post khub ja gami.. aam to hu kayam tamari post vanchati hov chhu parantu aaje mane comment karvanu man thai gayu.. aavi ja update karta raho aa blog par...

    ReplyDelete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.