તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 10, 2012

મિસેજ પ્રમથ્યુ અરસ્તુ

          ગઈ કાલે જયા ભાદુરીના જન્મદિન નિમિત્તે 'આજ તક' ન્યૂઝ ચેનલ પર અડધા કલાકનો કાર્યક્રમ તો અસહ્ય હતો જ પરંતુ તેનાથી પણ વધારે અસહ્ય હતું અંગ્રેજીનું હિન્દીકરણ. મિસિઝનું મિસેઝઃ


અને આતો લખવાની વાત થઈ પણ બોલનારા તો 'મિસેજ' જ બોલે છે. (જોકે એન્કર તો મિસિઝ બરાબર બોલતી હતી.) કમલેશ્વરની નવલકથા 'કિતને પાકિસ્તાન'માં પ્રોમીથીઅસ (Prometheus)નું પ્રમથ્યુ કરી નાખવામાં આવ્યું છે. અન્ય કોઈ હિન્દી પુસ્તકમાં અરસ્તુ વાંચીને હું વિચારે ચડી ગયો હતો. પછીથી ખબર પડી કે એ તો એરિસ્ટોટલની વાત કરતા હતા. મને એમ કે અંગ્રેજી ભાષાના ચીંથરાં ઊડાવવામાં આપણે ગુજરાતીઓ અવ્વલ છીએ, પણ... ખેર! અંગ્રેજોએ બસો વર્ષ આપણી પર રાજ કર્યું તેનો બદલો જેને આવી રીતે લેવો હોય, તેને ના કઈ રીતે પડાય!

અપડેટ (એપ્રિલ ૧૯, ૨૦૧૨)-
'ચાણક્ય' સિરિઅલના એપિસોડ નંબર ૧૦ માં એલેકઝાંડરને અલકઝાંદ્ર કહેવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.