તાજેતરની પોસ્ટસ

માર્ચ 04, 2012

'અભિન્ન' હવે www.chiragthakkar.me પર

મિત્રો,

          ઇ.સ. ૧૯૯૬માં દસમા ધોરણના વેકેશનમાં પ્રથમવાર ઈન્ટરનેટ વિશે જાણ્યું ત્યારે ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ૨૦૦૦ની સાલમાં યાહુ પર ઇમેલ અકાઉન્ટ ખોલાવીને નેટિઝન બન્યો ત્યારે કોને ઇમેલ કરવો અને શા માટે તે પણ એક મૂંઝવતો સવાલ હતો. ૨૦૦૨માં geocities.com પર પોતાનું એક પેજ બનાવ્યું ત્યારે કૉમ્પ્યુટર જિનિઅસ હોવાનો અહેસાસ થયો હતો. પછી ૨૦૦૮ માં blogger.com પર એક બ્લૉગ શરૂ કર્યો હતો. તેના એક વર્ષ બાદ ૨૦૦૯ માં આ બ્લૉગ શરૂ કર્યો. ધીમે-ધીમે દિશા, માર્ગદર્શન અને મિત્રો મળતાં ગયાં. પણ ૧૯૯૬થી મનમાં એક સ્વપ્ન અંજાયેલું હતું કે મારી પોતાની પણ એક વેબસાઇટ હોય. શા માટે હોય, કેવી રીતે હોય, તે વિશે વિચાર્યું નહોતું, પણ ધીમે-ધીમે એ સ્વપ્નએ આકાર લેવા માંડ્યો હતો. છેવટે godaddy.com પર www.chiragthakkar.me ખરીદવાનું સાહસ કર્યું અને હવે જ્યારે મારો બ્લૉગ એ નામ સાથે જોવા મળે છે, ત્યારે સફળ સ્વપ્નપ્રયાણનો આનંદ છે. સાથે જ મનમાં એમ પણ થાય છે કે આ હજી સફરની શરૂઆત છે અને અને મંજિલ અજ્ઞાત છે માટે મુસાફરી રોમાંચક બની રહેશે.

          આપે આપના બુકમાર્ક કે ફીડ સેટિંગ બદલવાની જરૂર નથી. આપ જેમ મળતાં હતાં તેમ જ મળતાં રહેજો અને કોઈ તકલીફ જણાય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી છે.

સસ્નેહ,

ચિરાગ ઠક્કર 'જય'

8 ટિપ્પણીઓ:

 1. "આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો"

  ^
  આ સાઈટનું સાહસ ગમ્યું

  અને

  આટલું મોડું કેમ કર્યું એ ખટક્યું ;)

  અભિનંદન અને શુભેચ્છાઓ - સુંડલા ભરી ભરીને :)

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. બીજું તો શું કહું રજનીભાઈ, પણ કહે છે ને કે 'Late is better than never'.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.