તાજેતરની પોસ્ટસ

માર્ચ 20, 2012

યુ.કે. બાઇટ્સઃ TFL અને Mr Universe

          અમદાવાદની AMTS (અમદાવાદી માથાફોડ ટાંટિયાતોડ સર્વિસ)ની જેમ લંડનની TFL (Transport For London) એ લંડનના જીવનનો અભિન્ન હિસ્સો છે. ઠેર-ઠેર આવતા ટ્રાફિક સિગ્નલ્સ, પેડેસ્ટ્રિઅન ક્રૉસિંગ્સ, ઝિબ્રા  ક્રૉસિંગ્સ, બસ લેઇન્સ, ટ્રાફિકના કડક કાયદાઓ તથા કન્જેશન ચાર્જીસને કારણે TFL ની ટ્યુબ જર્ની વધારે ઝડપી અને સુવાધાજનક લાગતી હોય છે. (બસ માટે એમ ન કહી શકાય.) ઑલિમ્પિક્સના કારણે આ તંત્ર પર થોડો વધારે દબાવ પડશે અને તેના માટે મુસાફરોએ તૈયાર રહેવું, તેવો સંદેશો આપતી આ પ્રકારની રમૂજી પરંતું અર્થસભર જાહેરાત TFL દ્વારા દરેક ટ્યુબ સ્ટેશને લગાવવામાં આવી છેઃ


          અને હા, ભારતના ભૂતપૂર્વ મિસ્ટર યુનિવર્સ મનોહર આઇક (Manohar Aich) શતાયુ થયાં તેની આપણા ગુજરાતી વર્તમાન પત્રોએ ભલે નોંધ ન લીધી, પરંતું આપણા અંગ્રેજી વર્તમાનપત્રો એ નોંધ લીધી છે અને તેને કારણે અહીંના વર્તમાનપત્રોએ પણ તે સમાચાર ચમકાવ્યા છે. જુઓઃ


4 ટિપ્પણીઓ:

 1. બીજા તો ગુજરાતી વર્તમાન પત્રોની ખબર નથી પણ દિવ્ય ભાસ્કરે નોંધ લીધી છે.

  http://epaper.divyabhaskar.co.in/Details.aspx?id=109872&boxid=31814636375

  http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=12&eddate=3/18/2012

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. ચિરાગભાઈ, ધ્યાન બહાર જ રહી ગયું. હું તો માત્ર ઇ-પેપર વાંચી લેતો હોઉં છું અને તેમાં આ ચૂકી ગયો લાગું છું. આભાર.

   કાઢી નાખો
 2. TFL માટે એક સરસ પ્રોજેક્ટ છે, http://blog.jgc.org/2012/03/ambient-bus-arrival-monitor-from-hacked.html :)

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. કાર્તિકભાઈ, પ્રોજેક્ટ સરસ લાગ્યો પણ મારા જેવા માટે થોડોક અઘરો છે. તેમાં ઉલ્લેખ કરેલ એપીઆઈની મદદથી એપલ અને એન્ડ્રોઈડ પર અને ક્રોમના વેબ સ્ટોરમાં બસ અને ટ્યુબના ડિપાર્ચર-અરાઈવલ બતાવતી એપ્સ મળે છે અને ઓનલાઈન પણ જોઈ શકાય છે. અમારે રોજે-રોજ તેની સાથે પનારો પડે છે.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.