તાજેતરની પોસ્ટસ

માર્ચ 25, 2012

યુ.કે. બાઇટ્સઃ પ્રાયોરિટી સીટ

          ગઈકાલે કાર્તિકભાઈએ તેમના બ્લૉગ પર 'ધારાસભ્ય' માટે બસમાં અનામત રખાતી સીટનો ફોટો મૂક્યો એટલે આ ફોટો મૂકવાનું મન થયું. અહીં બસ અને ટ્રેનમાં એવી સીટ્સ કે જે દરવાજાની પાસે જ હોય છે તેને પ્રાયોરિટી સીટ કહેવામાં આવે છે અને ત્યાં આવું સ્ટીકર લાગેલું હોય છે. તેની પરનું લખાણ પણ સરસ હોય છેઃ Priority Seat for people who are disabled, pregnant or less able to stand. ક્યારેક એવું પણ લખેલું જોવા મળે કે Please offer this seat to people who are disabled, pregnant or less able to stand. ક્યાંય અનામતની દાદાગીરી નહી. ગમે તે વ્યક્તિ એ સીટ પર બેસી શકે છે. પણ જેવું કોઈ ડિસેબલ, ગર્ભવતી અથવા વૃદ્ધ બસમાં ચડે કે એ સીટમાં બેઠેલ વ્યક્તિ સામેથી જ ઊભી થઈને તેમને એ સીટ બેસવા આપશે. અને હા, વૃદ્ધ શબ્દ તેઓ વાપરતા નથી. તેઓ ' less able to stand' જેવા શબ્દો વાપરે છે, માટે એ તમારી બુદ્ધિ પર છોડવામાં આવ્યું છે કે કોને સીટ આપવી અને કોને નહી. કોઈ એકાદ-બે બાળક સાથે બસમાં ચડે તો તેને ' less able to stand' ગણીને સીટ આપવામાં આવે છે અને કોઈ અતિ મેદસ્વી દોઢ સીટ રોકનારું બસમાં ચડે તો તેને પણ.

1 ટિપ્પણી:

  1. તે રીઅલ કલ્ચર અને સભ્યતા છે જયારે આપને લોકો સુવાક્યો અને sutro સ્લોગન માં થી નવરા નથી થતા.

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.