તાજેતરની પોસ્ટસ

March 14, 2012

યુ.કે. બાઇટ્સઃ પેઈન ગેસ્ટ

          યુરોપિયન યુનિયન બહારના ઇમિગ્રન્ટ્સ માટે લંડનમાં ઘર ખરીદવું બહું કપરું કામ ગણાય છે. ઇમિગ્રેશનના અને વિઝાના તોતિંગ ખર્ચા, લંડનમાં રહેવાના ખર્ચા, વાર્ષિક ધોરણે સ્વદેશ જવાનો ખર્ચો અને સ્વદેશમાં વસતા કુટુંબ અને સગા-વહાલાઓને કરવામાં આવતી મદદ બાદ તમારે ઘરની કિંમતના ૨૦% ડિપોઝિટ માટે બચાવવા પડે. એક સામાન્ય ઘરની કિંમત દોઢથી બે લાખ પાઉન્ડ હોય. માટે ત્રીસ થી ચાલીસ હજાર પાઉન્ડ બચાવ્યા વિના ઘર ખરીદવું શક્ય બને નહી અને અહીં આવેલા ઇમિગ્રન્ટ્સ મોટા ભાગે 'પેઈંગ ગેસ્ટ' તરીકે જ રહેતા હોય છે. (આને કારણે પાછલા બે-ત્રણ વર્ષથી ઘરોનું ખરીદ-વેચાણ ઓછું થયું અને ઘરોના ભાવ પણ ઘટ્યાં છે. અને તેના કારણે ગઈ કાલે જ પ્રશાસને જાહેર કર્યું કે હવેથી ચોક્કસ શરતોને આધીન થઈ માત્ર  ૫% ડિપોઝીટ ભરીને ઘર ખરીદી શકાશે. અર્થવ્યવસ્થા માટે એ સારું કે ખરાબ, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. અહીં નાગરિકોને Right to Buy પણ મળે છે.)
          જોકે તેનાથી પેઈંગ ગેસ્ટના વ્યવસાયને જરા પણ અસર નહીં થાય. લોકો મુખ્યત્વે બે રીતે જ આ પ્રકારના ઘર શોધતા હોય છેઃ (૧) કોઈના રેફરન્સથી (૨) વિન્ડો એડ્વર્ટાઇઝ્મેન્ટથી. હમણાં 'પેઈંગ ગેસ્ટ જોઈએ છીએ' તે મતલબની એક જાહેરાત જોવા મળી કે જે કદાચ મકાન માલિકની વ્યથાની પણ જાહેરાત છે. જુઓઃ

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.