તાજેતરની પોસ્ટસ

માર્ચ 11, 2012

યુ.કે. બાઇટ્સઃ ક્લિન નેબર્હુડ

          યુરોપ કે અમેરિકન દેશોમાંથી ભારત આવનારા તમામ લોકો સાફ-સફાઈની બાબતમાં બહુ ફરિયાદ કરતા હોય છે, તેવો આપણો સામાન્ય અનુભવ છે, છે કે નહિ? અને ઘણીવાર આપણે તેમને 'વધારે પડતાં ચોખલિયાવેડા' કહીને હસી પણ કાઢીએ છીએ. આપણી ગૃહિણીઓ ઘરને તો ચોખ્ખું રાખવા માટે તત્પર હોય છે, પરંતું તેમાંથી ઘણાનો અભિગમ એવો હોય છે કે 'ઘરની બહારની દુનિયા એટલે વિશાળ કચરાપેટી'. ઘર સાફ કરીને કચરો બહાર ફેંકવાની ઘટના તો રોજ જોવા મળી શકે.
          પણ વાસ્તવમાં સફાઈને આ દેશોમાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. રોજ વહેલી સવારે નિયમિત રીતે રસ્તાઓ અને પાર્ક સાફ થઈ જવા, જાહેર માર્ગ અને જગ્યાઓ પર રહેલી કચરાપેટીઓ આખા દિવસ દરમિયાન સમયાંતરે ખાલી થતી રહેવી અને દરેક ઘરની બહાર રાખવામાં આવતા કચરાના બિન્સ અઠવાડિક ધોરણે નિયમિતપણે ઘડિયાળના કાંટે ખાલી થવા એ રૂટિન છે. (મોટાભાગના) લોકોમાં પણ એક સ્વયંશિસ્ત હોય છે કે ગમે ત્યાં કચરો ફેંકવો નહિ અને પોતાના દ્વારા ઉત્પન્ન થતો કચરો બને ત્યાં સુધી સાફ કરી નાખવો.
          તેમાંનું જ એક ઉદાહરણ છે આ ફોટો. રસ્તે રખડતાં પ્રાણીઓ તો જોવા મળે જ નહિ પણ જો તમે તમારા પાલતુ પ્રાણીઓને પણ બહાર લઈ જાવ, તો તેણે કરેલ ગંદકી સાફ કરવાની જવાબદારી તમારી પોતાની છે. અને આ કાયદો માત્ર કાગળ પર જ છે, તેવું પણ નથી. મે નજરે જોયું છે કે પોતાના કૂતરાને વહેલી સવારે ફરવા લઈ જતાં એક સજ્જન હંમેશા પોતાના ખિસ્સામાં ગ્લવ્ઝ અને પ્લાસ્ટિકની કોથળી રાખતાં. જ્યારે પણ તેમનું કૂતરું ગંદકી કરે, ત્યારે તે ગ્લવ્ઝ પહેરીને એ કચરો ઉપાડી લઈને કોથળીમાં ભરીને નજીકની કચરાપેટીમાં નાખી દેતાં.
          આપણે તો જ્યારે પ્રશાસન રખડતી ગાયોને પકડવાનો પ્રયત્ન કરે ત્યારે પણ 'ગોપલકો' કેવી ધમાલ કરે છે! જો આવો કોઈ કાયદો હોય, તો શું થાય?

4 ટિપ્પણીઓ:

 1. સાચી વાત. જાહેર જગ્યાની સ્વચ્છતા અંગે સભાન હોવું, કચરાપેટી હોવી અને સમયસર ખાલી થવી આ બધું બહુ જરૂરી છે. આપણે ત્યાં ભારતમાં માત્ર ગૃહિણીઓ જ નહિ પણ ગૃહકો(!) નું વર્તન પણ જાહેર જગ્યાને કચરાપેટી સમજવાનું છે.

  અહીં બ્રિસ્ટલના એક પરગણાંમાં જાહેર જગ્યાઓ અને અમુક 'ડોગ-ફ્રેન્ડલી' જગ્યાઓ પર સાદી કચરાપેટીની સાથે કૂતરાં સંબંધી કચરા માટે અલગ લાલ રંગની કચરાપેટી (કે જેનું ઢાંકણું બંધ હોય તેવી) હોય છે. સાદી કચરાપેટીમાં એ કચરો નાખવો વર્જિત હોય છે. અહીં રહેવાની શરૂઆતમાં કચરાપેટીઓના વર્ગીકરણની માહિતી ન હોવાને લીધે કચરો નાખવા આવી લાલ રંગની કચરાપેટી ખોલી હતી, ત્યારે પછી આ વર્ગીકરણનો પ્રત્યક્ષ પરચો મળ્યો હતો. :)

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. રૂતુલભાઈ,
   બ્રેન્ટ કાઉન્સિલ વાળાએ તો હવે ઘર દીઠ ત્રણ અલગ-અલગ રંગના બિન્સ આપેલા છે અને ઘણા લોકોને કયા બિનમાં શું નાખવું, તે પણ ખબર નથી હોતી. શરૂઆતમાં અમારે પણ તમારા જેવો ગૂંચવાડો થયો હતો અને કાઉન્સિલે તેના પર નોટિસ પણ આપી દીધી હતી.

   કાઢી નાખો
 2. chirag bhai, ek vaat yaad aavi gayi - hu ek vyaktina samparkmaa aavyo hato, te vidyarthi hato, apang hato ane apango nee chhatralay ma raheto hato. tene je jagya falavava ma aavi hati tya kacharo j kacharo raheto. teni pratyek vastu mathi kacharo nikalato- bag, pathari etc...kachara par te agarbatti feravato. koi safai karavanu kahe ke saaf kari naakhe te tene gamatu j nahi ulatanu te teni jagya e kacharo ekatho kari nakhato. karan? te abhyas pahela kacharo vini tenu gujaran chalavato hato! kachara thi tene behad lagav hato. aa gap nathi satya chhe.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. વિરલભાઈ, આ તો ટૂંકી વાર્તા લખવા પ્રેરે તેવું છે. શું કહો છો?

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.