બેકરલૂ લાઈનની એક ટ્યુબમાં TFL ની આ જાહેરાત જોઈને અનાયાસે ગુજરાત સમાચારની વેબસાઇટ યાદ આવી ગઈ. વર્તમાનપત્ર નહી પણ તેની સાઇટ વિશે ફરિયાદ છે. થોડીક તો યુઝર ફ્રેન્ડલી બનાવો? TFL નો સંદેશ પણ કંઈક અલગ જ છે. તેને વાંચવા ઇમેજ પર ક્લિક કરો.
March 29, 2012
March 26, 2012
ઇરવિંગ વોલેસની નવલકથા 'ધ પ્લોટ'
![]() |
ઇરવિંગ વોલેસ તેમની પુત્રી એમી સાથે |
શ્રી હરકિસન મહેતાની ‘વંશ-વારસ’ની પ્રસ્તાવનામાં વાંચ્યું હતું કે તેમણે એ નવલકથાના એક પાત્રનું સર્જન ઇરવિંગ વોલેસની ‘ધ ઑલ્માઇટી’ નવલકથા પરથી કર્યું છે ત્યારે પહેલી વાર નવલકથાકાર ઇરવિંગ વોલેસનું નામ સાંભળ્યું હતું. મનમાં ગાંઠ વાળી કે હરકિસન મહેતા જેવા નવલકથાકારને પ્રભાવિત કરી શકે તેવા લેખકને વાંચવાં જ રહ્યાં. જ્યારે મોકો મળ્યો ત્યારે ‘ધ ઑલ્માઇટી’થી જ શરૂઆત કરી અને એ નવલકથા ગમી માટે આગળ એ લેખકને વાંચતો ગયો. સમયાંતરે તેમની ‘ધ વર્ડ’, ‘ધ ચેપમેન રિપોર્ટ’, ‘ધ મિરેકલ’, ‘ધ પ્રાઇઝ’, ‘ધ સેવન્થ સિક્રેટ’ અને ‘ધ પ્લોટ’ વાંચવામાં આવી. આ ઉપરાંત તેમણે ‘ધ સિન્સ ઓફ ફિલિપ ફ્લેમિંગ’, ‘ધ થ્રી સાઇરન્સ’, ‘ધ સેવન મિનિટ્સ’, ‘ધ ફેન ક્લબ’, ‘ધ આર ડોક્યુમેન્ટ’, ‘ધ પિજન પ્રોજેક્ટ’, ‘ધ સેકન્ડ લેડી’, ‘ધ સેલેસ્ટીઅલ બેડ’, ‘ધ ગોલ્ડન રૂમ’ અને ‘ધ ગેસ્ટ ઓફ ઓનર’ નામે નવલકથાઓ અને સત્તર નોન-ફિક્શન પુસ્તકો પણ આપ્યા છે. બે પુસ્તકોને બાદ કરતાં, તેમના તમામ પુસ્તકોના નામ The થી જ શરૂ થાય છે. (હરકિસન મહેતાને એકવાર જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તમારી નવલકથાઓના નામ ‘જડ-ચેતન’, ‘વંશ વારસ’, ‘લય પ્રલય’, ‘જોગ સંજોગ’, ‘દેવ દાનવ’, ‘પાપ પશ્ચાતાપ’, ‘મુક્તિ બંધન’, ‘ભેદ ભરમ’, ‘ભાગ્ય સૌભાગ્ય’, ‘અંત આરંભ’ એમ સરખી રીતે જ કેમ રાખવામાં આવ્યા છે? ત્યારે તેમણે જવાબમાં ઇરવિંગ વોલેસનું નામ આપી કહ્યું હતું કે ઇરવિંગ વોલેસે જેમ The ને પોતાની સફળતા સાથે જોડી રાખો હતો, તેવી જ રીતે તેમણે પણ નવલકથાના નામકરણની આ શૈલી પકડી રાખી હતી.) તેમના ‘ધ સેવન્થ સિક્રેટ’નો ગુજરાતી અનુવાદ નવભારત પ્રકાશન મંદિર દ્વારા પ્રગટ થયેલો છે અને શ્રી એચ. એન. ગોલીબારે ‘ધ ફેન ક્લબ’ પરથી પ્રેરણા લઈને ‘નીલજા કારંથ’ નવલકથા લખી છે. (‘નીલજા કારંથ’ કોઈ અન્ય નામે ‘ચંદન’ સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ અને ત્યાર બાદ શ્રી અશ્વિની ભટ્ટે પોતાની આગવી શૈલી મુજબનું રણકતું નામ આ નવલકથાને આપ્યું હતું.) વિવેચકો ઇરવિંગ વોલેસ માટે બહુ સારૂ બોલતાં નહી પરંતું વાચકો તેમના પુસ્તકોને ખોબલે-ખોબલે વધાવતા હતાં. (લોકપ્રિય લેખક અને વિવેચક વચ્ચેનો ગજગ્રાહ વર્ષો જૂનો છે!)
‘ધ પ્લોટ’ (ISBN:9780671584009) એ ઇરવિંગ વોલેસની લાક્ષણિક નવલકથા છે. રાજકારણ, હાઈ-પ્રોફાઈલ પાત્રો અને સેક્ષ એ વોલેસની લગભગ તમામ નવલકથાઓનો ભાગ છે અને ‘ધ પ્લોટ’માં પણ એજ વસ્તુ જોવા મળે છે. જોકે એ વાત યાદ રાખવા જેવી ખરી કે આ નવલકથા ૧૯૬૭ માં લખવામાં આવી હતી. એ સમયનો સમાજ અને પુસ્તકો પ્રત્યેનો અભિગમ આજ કરતા જુદો હતો. તે સમયે ટેલિવિઝન હજી લક્ઝરી આઈટમ ગણાતી હતી અને રેડિયો મનોરંજનનું અગત્યનું માધ્યમ હતું, મોબાઈલ ફોન કે ઈન્ટરનેટ વિશે કોઈએ સાંભળ્યું પણ નહોતું અને જીવન આટલું ઝડપી નહોતું અને પુસ્તકો મનોરંજનનું અગત્યનું માધ્યમ
હતાં. જીવનની એ મંથર ગતિ આ નવલકથામાં પ્રતિબિંબિત થાય છે. એક ભૂતપૂર્વ રાજકારણી, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, બે પત્રકાર અને એક કેબ્રે ડાન્સર- આ પાંચ પાત્રો અને પેરિસમાં યોજાતી પાંચ વિશ્વસત્તાઓ વચ્ચેની શાંતિ મંત્રણાની આસપાસ આખી ૯૧૭ પાનાની નવલકથા ગૂંથાયેલી છે. પાંચેય પાત્રોનો પરિચય, તેમનો ભૂતકાળ અને વર્તમાનકાળ અને પેરિસ તરફ તેમને ખેંચી લાવતા પરીબળો આલેખતું પ્રથમ પ્રકરણ જ ૨૩૦
પાનાનું છે. તે દરેકને એક અંગત સ્વાર્થ પેરિસમાં લઈ આવે છે, તેઓ બીજાની મદદ વડે એ સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરે છે અને એ દરમિયાન એકબીજાના મિત્રો બનીને એકબીજાને મદદરૂપ બને છે અને ધીમે-ધીમે રશિયા અને ચાઈના વચ્ચે આકાર લઈ રહેલ ગુપ્ત પ્લોટની વિગતો ખુલતી જાય છે. દરેક ઘટનાનું સવિસ્તર વર્ણન, પાત્રોના માનસપ્રવાહોનું આલેખન અને ઘટના તથા વિચારોની રજૂઆતથી ઉપસી આવતા નક્કર પાત્રો છતાં નવલકથાનું કદ (અત્યારના
સમયમાં) જસ્ટિફાય થતું નથી લાગતું. ક્યાંકને ક્યાંક એમ અનુભવાતું રહે છે કે આ નવલકથામાં થોડોક સંક્ષેપ શક્ય હતો. અને આટલી લાંબી દડમજલને અંતે ખુલતો પ્લોટ પણ રહસ્ય બનીને નથી રહેતો. એ પ્લોટ તો વાચક નવલકથાના વચ્ચેના પ્રકરણોમાં જ સમજી જાય છે. બાકી રહે છે તો માત્ર તેને સાબિત કરતા પુરાવાઓનું સંશોધન. માટે ‘ધ વર્ડ’, ‘ધ ઑલ્માઇટી’, ‘ધ મિરેકલ’ કે ‘ધ સેવન્થ સિક્રેટ’ જેવી પહેલેથી છેલ્લે સુધી જકડી રાખનારી નવલકથાઓના સર્જકની આ એટલી સશક્ત કૃતિ નથી. (‘ધ વર્ડ’ તો કદાચ આનાથી પણ લાંબી છતાં અદ્દ્ભુત નવલકથા છે અને અચૂક વાંચવા જેવી છે.)
જેને આ નવલકથા અર્પણ કરી છે તે પેરિસનું ખૂબ જ સચોટ અને રમ્ય વર્ણન લેખક કરી શક્યા છે માટે નવલકથાની પશ્ચાદભૂમિ વાસ્તવિક બની રહી છે, તેને આ નવલકથાનું જમા પાસું ગણી શકાય. ‘Right words in right order’ એ ઇરવિંગ
વોલેસની લેખન શૈલીની લાક્ષણિકતા છે. તેમને જ્યારે જે કહેવું હોય છે, તે કહેવા માટે
તેમની પાસે વિશાળ શબ્દભંડોળ છે અને તેમની વાત તેઓ એકદમ સ્પષ્ટતાથી રજૂ કરી શકે છે.
કેટલાક ઊદાહરણ જુઓઃ
·
બે
પત્રકાર જય અને હેઝલના સંબંધો આટાપાટા જેવા છે. પત્રકાર તરીકે જય સફળતાના સાતમા આસમાને હતો અને હેઝલ નવી-સવી હતી, ત્યારે તેમનો સંબંધ વિચ્છેદ થાય છે. પછી જય પત્રકારત્વની આલમમાંથી ગુમનામીમાં સરી પડે છે અને હેઝલ ધીમે-ધીમે સફળતાના શિખર પર પહોંચી જાય છે. છેવટે જ્યારે જયના બહુ પ્રયત્ન બાદ તેઓ ફરી એક વાર પેરિસમાં મળીને સંબંધ જોડે છે, ત્યારે પ્રથમ રાત્રિના સમાગમ બાદ હેઝલના મનમાં આવતાં વિચારો લેખકે આ મુજબ રજૂ કર્યા છેઃ ‘It had not been perfect, but then,
she remembered, it never had been, not really. Younger, successful, he had made
sometimes love alone, it had often seemed, using her for his pleasure and
feeling that she should be sufficiently satisfied by just her knowledge of his
satisfaction. Last night he had made love not alone, not with her, but almost
for her, to please so that he could be pleased. But in the end but it had been
for himself, too, she guessed, except much differently from long ago. For
finally, he had made love needing her too much, needing the security of her
approval, like an infant suckling at a mother’s breast.’ (Page 498)
·
મજબૂરીના
કારણે સ્ટ્રિપર
બનેલી મેડોરા પોતાની પરિસ્થિતિ વિશે આમ વિચારતી હોય છેઃ ‘How wonderful, Medora thought, to
be nineteen and unused, so excited about the present, so optimistic about the
future. How wonderful, Medora thought, to have such advantages, to be brand-new
and prepared all of love and all of self to the right man when he came along.’
(Page 366)
·
મેડોરાના
જ સંદર્ભમાં આવું એક વર્ણન પણ આવે છેઃ ‘When you desired a mate but could
not have her, you worshipped and loved her with abiding passion and imagined
her as being able to dispense unspeakable delights, such as you imagined were
offered by Helen of Troy or Cleopatra. But once she was brought close, yours in
legal marriage, attained, possessed, brought down, divested of mystery and
marvel, once she had become familiar and habitual, all foolish romanticism
ended. Up close, the woman who seemed a goddess from afar became the tiresome,
gossipy, bedraggled accountant of your income and caretaker of your snotty
children.’ (Page 140)
·
૧૯૬૭માં
લખાયેલી આ નવલકથામાં ભૂતપૂર્વ રાજકારણી મેટ પોતે કેમ રાજકારણમાંથી ફેંકાઈ ગયો તે કહે છે ત્યારે આપણે ૧૯૭૮માં બોલિવુડમાં બનેલી અમિતાભ વાળી ‘ડોન’ મૂવી યાદ આવ્યા વિના રહેતી નથી. મેટ કહે છેઃ ‘You know how I felt, Ted? I’ll tell
you. Like being in one of those thrillers you always read where a newspaperman
pretends to have committed a crime in order to ferret out the real murdered,
and only the District Attorney knows his stunt, and is on his game, and then,
suddenly, the District Attorney dies, and the newspaperman has no witness left
on earth to prove his innocence. You’ve read that one a hundred times.
Ridiculous fiction, we’ve all said. But here it was, all happening to me.’
(Page 223)
·
જ્યારે
મેડોરાના ચિત્રકાર મિત્રના પ્રદર્શનમાંથી અગત્યના ચિત્રો ચોરાઈ જાય છે, ત્યારે લોકો ચિત્રો નહી પરંતું એ ‘ક્રાઈમ સીન’ જોવા માટે આર્ટ ગેલેરીમાં મોટી સંખ્યામાં આવવા માંડે છે. આ વક્રતાને લેખકે એ ચિત્રકારના મુખેથી આમ રજૂ કરી છેઃ ‘The exhibit is now attended by
thousands, not hundreds, but for the wrong reasons. Now they come to stare at
the blank spaces on the walls. It is not art that interests them but crime.
Such people-merde!’ (Page 589)
·
જ્યારે
અમેરિકાના રાષ્ટ્રપતિ પેરિસમાં
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મળે છે અને માત્ર શિષ્ટાચાર પૂરતું ‘હું તમારા માટે
શું કરી શકું?’ એમ પૂછે છે, ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ખરેખર તેમની મદદ માંગે છે.
તે વખતે રાષ્ટ્રપતિના મનમાં ‘બેફામ’ના આ શેર ‘કોઈએ જ્યાં અમસ્તુ પૂછ્યું કેમ છો, એને
આખી કહાણી સુણાવી દીધી.’ જેવો વિચાર આવે છેઃ ‘The president appeared surprised,
even faintly distressed, as if he had rhetorically inquired how-are-you only to
discover that he was about to be told at length.’ (Page 747)
·
અને
સામાન્ય સ્ત્રી જેવી સ્ત્રૈણ કે સુંદર ન હોવાનું કારણ હેઝલ આમ વિચારે છેઃ ‘The
Maker gave every human being one advantage, no more. She would have to settle
for brains, which were neither sexy nor the right filling for clinging knits.
How odd for God, she thought, not to have made all females feminine. But then,
He was a male, and males never understood how women really felt.’ (Page 854)
જુલે વર્નની જેમ ઇરવિંગ વોલેસને પણ ભારત પ્રત્યે
વિશેષ અનુરાગ હોય તેમ લાગે છે, કારણ કે નવલકથામાં અવારનવાર ભારતનો ઉલ્લેખ થતો રહે છે.
જોકે જુલે વર્નની જેમ તેમણે કોઈ ભારતીય પાત્ર નથી સર્જ્યું. નવલકથામાંથી ગમી ગયેલા
વાક્યોઃ
·
Seventeen
is a tough age to handle at best. (Page 205)
·
Well,
God will forgive me, she thought, it is His business. (Page 374)
·
He
who lives on hope will die fasting. (Page 445)
·
It
was unfair to observe and judge another person while he was sleeping or eating,
when he was unaware he was being watched, when he had not slipped on the public
mask. (Page 497)
·
You
can take a man out of diplomacy, but you can’t take diplomacy out of a man. (Page
527)
·
Any
nation can afford a little lunacy in its leaders. After all it is possible
sometimes they have method in their madness. They pretend lunacy to attract
lunatics for their purposes. (Page 540-1)
·
He
who does not allow himself to be criticized during his life will be criticized
after his death. (Mao) (Page 615)
·
Speculation
is as senseless as trying to locate Heaven or Hell. (Page 641)
·
Animals
feed; man eats. Only the man of intellect and judgement know how to eat. (Page 729)
·
There
was nothing as futile as regret. (Page 755)
·
Some
of the greatest love affairs ever known have involved on actor, unassisted. (Page
849)
·
Time
dragged, and what it dragged was Hope. Worse than despair, worse than the
bitterness of death is, is Hope. (Shelley) (Page 860)
ટૂંકમાં
જો પૂરતો સમય અને ધીરજ હોય, તો આ નવલકથા વાંચવી. જો ન વાંચી હોય, તો કશુ ગુમાવ્યા જેવું
નથી. પરંતું ‘ધ વર્ડ’ એકવાર અચૂક વાંચવા જેવી છે કારણ કે એ વાંચ્યા વિના ઇરવિંગ વોલેસનું
મૂલ્યાંકન સંપૂર્ણ નથી.
(રેફરન્સ માટે
૧૯૭૪ના પુનર્મુદ્રણનો ઉપયોગ કરેલ છે.)
લેખક
Chirag Thakkar
At
5:11:00 AM
0
અભિપ્રાય
Links to this post
Labels:
Irving Wallace,
Novel,
The Plot,
ઇરવિંગ વોલેસ,
ચિરાગ ઠક્કર જય,
ધ પ્લોટ,
નવલકથા,
સ્વરચિત

Subscribe to:
Posts (Atom)