તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 25, 2012

બેસ્ટ સેલર ગુજરાતી પુસ્તકો

          એક ગુજરાતી નવલકથાની શોધમાં બે અલગ-અલગ વેબસાઇટ પર પહોંચી ગયો અને બંને જગ્યાએ Best Seller Gujarati Books તરીકે આ જોવા મળ્યું-


          ગુજરાતીઓ ખરીદવા કરતાં મિત્રોના કે લાઈબ્રેરીના પુસ્તકો લાવી વાંચવાનું વધારે પસંદ કરે છે અને ગુજરાતમાં ઓનલાઈન શૉપિંગ હજી પા-પા પગલી ભરી રહ્યું  છે, માટે આ લિસ્ટને માર્કેટ ટ્રેન્ડ તો ન ગણી શકાય, તેમ છતાં તેને એક નાનકડું સેમ્પલ ગ્રુપ માનવામાં આવે તો તેની નોંધનીય બાબતો આ રહીઃ

 • એક પર નંબર વન છે અશ્વિની ભટ્ટની 'આશકા માંડલ' અને બીજા પર નંબર વન છે હરકિસન મહેતાની 'મુક્તિ-બંધન'.
 • બંનેમાં કોમન ફેક્ટર હોય તો તે અશ્વિની ભટ્ટની 'આશકા માંડલ' અને ચાણક્ય. :D
 • એકમાં શરદ ઠાકરના બે પુસ્તકો છે અને બીજામાં કાજલ ઓઝા-વૈદ્યના બે પુસ્તકો છે.
 • ડેલ કાર્નેગી સ્ટાઈલના સલાહ-સૂચનોનો ધોધ વરસાવતા પુસ્તકો ગુજરાતીઓને ગમે છે.
 • 'મળેલા જીવ' અને 'પાટણની પ્રભુતા' જેવા સર્વકાલીન પુસ્તકો ક્યારેય વિસરાતા નથી.
 • આ ઉપરાંત  http://www.gujaratibooks.com/ પર પણ અશ્વિની ભટ્ટના બે અનુવાદ અને કાજલ ઓઝા-વૈદ્યની 'દ્રૌપદી' ટોપ-ટેનમાં હતાં.

1 ટિપ્પણી:

 1. સાચી વાત છે , ખરેખર શું હકીકત છે , એ જણાતું જ નથી !

  હમણા મેં અચાનક જ અમીશ ની " The immortals of meluha " જોઈ કે જેનો ગુજરાતી અનુવાદ વર્ષા પાઠક દ્વારા કરાયેલો હતો કે જે હું ઘણા સમય થી ગુજરાતી Websites માં શોધતો હતો , પણ તેની જરા સરખી પણ હિન્ટ ન મળી !

  અને તે ઘણા સમય પછી Websites ના લીસ્ટ માં add થઇ .

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.