તાજેતરની પોસ્ટસ

February 08, 2012

યુ.કે. બાઇટ્સઃ સંસ્કૃત ભાષાની સંસ્કૃતિ

          બે વર્ષ પહેલા જ્યારે હું એક સંસ્કૃત બોલનાર ઇંગ્લિશ વિદ્યાર્થીના પરિચયમાં આવ્યો ત્યારે મને નવાઈ ઊપજી હતી. એમ થયું હતું કે આટલે દૂર પણ સંસ્કૃત પોતાની ગરિમા જાળવી શકી છે. ત્યાર બાદ તેવા જ સમાચાર NDTV પર પણ જોવા મળ્યા હતાં. (તેને અને તેના જેવા તમામ સંસ્કૃતભાષાના પ્રેમીઓને એક જ વિનંતી કરવાની કે Rama ને રામા નહીં પણ રામ બોલતા શીખે.)          એ જોઈને યાદ આવ્યું કે વર્ષો પહેલા દૂરદર્શન પર આવતા સિદ્ધાર્થ કાકના કાર્યક્રમ 'સુરભિ'માં જોયું હતું કે દક્ષિણ ભારતમાં એક ગામ છે જ્યાં નાના બાળકથી લઈ વૃદ્ધો સુધી બધા જ સંસ્કૃત બોલે છે. તેનો વીડિયો શોધવા જતાં એક બીજો વીડિયો મળી ગયો જેમાં મધ્યપ્રદેશના એક ગામ જિહરિમાં લોકોએ સંસ્કૃતને દૈનિક જીવનની ભાષા તરીકે સ્વીકારી છેઃ


          આ સંસ્કૃતની વાત યાદ આવી અમરભાઈની આ બ્લૉગપોસ્ટ પરથી જેમાં તેમણે સંસ્કૃત ભાષાના બે વર્તમાનપત્રોની વાત કરીઃ (૧) સુધર્મા કે જે છેલ્લાં ચાલીસ વર્ષથી પ્રકાશિત થાય છે. (૨) સંસ્કૃતવર્તમાનપત્રમ કે જે ૨૦૧૦ માં સંસ્કાર નગરી વડોદરાથી પ્રકાશિત થવું શરૂ થયું છે. જોકે એટલું ઉમેરવાનું કે માત્ર વર્તમાનપત્ર પ્રકાશિત થવાથી કે અભ્યાસક્રમમાં હોવાથી ભાષા વિકસતી નથી એ ગુજરાતી ભાષાના ઉદાહરણથી સમજી શકાય તેમ છે.

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.