તાજેતરની પોસ્ટસ

February 06, 2012

યુ.કે. બાઇટ્સઃ ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)ની 'કાવ્યચર્ચા'


 • ફેબ્રુઆરી ૪, ૨૦૧૨ ને શનિવારના રોજ વિલ્સડન લાઈબ્રેરીમાં બપોરે ૨ થી ૪ દરમ્યાન 'કાવ્યચર્ચા' યોજાઈ.
 • શ્રી પંચમભાઈ શુક્લની ગેરહાજરીમાં શ્રી વિપુલભાઈ કલ્યાણીએ પ્રસંગની શરૂઆત કરી હતી.
 • શ્રીમતી ધ્વનિબહેન ભટ્ટે ધ્રુજતા અવાજે નિખાલસતાથી તેમની કવિતા 'સંબંધોના તાણાવાણા'ને વાંચી સંભળાવી અને પછી તેની દરેક પંક્તિ પર પોતાના વિચારો રજૂ કર્યા.
 • સાંભળાનારા મોટાભાગના બહુશ્રુતોએ તેના પર પોતાના વિચારો આપ્યા હતાં. કાવ્ય અને છંદ વિશેની ચર્ચા ટુકડે-ટુકડે કાર્યક્રમના અંત સુધી ચાલી હતી.
 • પછી મને સ્કોટિશ કવિ રોબર્ટ બર્ન્સના એક કાવ્યને રજૂ કરવાનો મોકો મળ્યો હતો. મે 'A Prayer Under the Violent Pressure of Anguish' ને થોડીક પૂર્વભૂમિકા સાથે રજૂ કરીને તેનો આવડે તેવો ભાવાનુવાદ કર્યો હતો.
 • શ્રી વિપુલભાઈ કલ્યાણીએ કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્ય 'આઠમું દિલ્હી' અને કવિ ઉમાશંકર જોશીના 'અલવિદા દિલ્હી'નું પૂર્વભૂમિકા સાથે પઠન કરી બંનેની તુલના કરી હતી. બાદમાં સાંભળનારાઓમાંથી ઘણાએ તેના વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
 • અંતમાં શ્રીમતી ભદ્રાબહેન વડગામાએ સમાપન કર્યું હતું.

4 comments:

 1. ડાબે સૌથી આગળ બેઠા છે, દાઢીવાળા એ જ વિપુલ
  કલ્યાણી છે?
  અને સામે વધારે પડતા આગળ પગ
  રાખીને બેઠા છે તે કોણ છે?

  ReplyDelete
  Replies
  1. ટેબલની પાછળ ભદ્રાબહેન વડગામા અને વિપુલભાઈ કલ્યાણી છે. વિપુલભાઈની જમણી બાજું હું, મારી જમણી બાજુ ધ્વનિબહેન ભટ્ટ અને તેમની બાજુની બાજુમાં ધવલભાઈ વ્યાસ છે. ભદ્રાબહેનની ડાબી બાજુ કંઈક વાંચી રહેલા અનિલ વ્યાસ છે.

   Delete
 2. ટેબલની પાછળ જમણી બાજુ છે એ વિપુલભાઈ. અને કદાચ એમની બાજુમાં ચિરાગભાઈ છે :)

  ReplyDelete
  Replies
  1. બરોબર છે કાર્તિકભાઈ.

   Delete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.