એક વાર એક ઘરના બેક યાર્ડમાં એક પતિ-પત્ની દડો લઈને મસ્તી કરતાં હતાં અને ઉછળકૂદમાં
એ દડો તેમની બાજુના વર્ષોથી અવાવરુ પડેલા ઘરની બારી પર જઈને લાગ્યો. ખણણણ.... અવાજ
સાથે બારીનો કાચ ફૂટ્યો અને તેમાંથી ધુમાડો નીકળ્યો. એ ગાઢ ધુમાડો ઓસરતા એ યુગલે જોયું
કે તેમની સમક્ષ પહોળી છાતી અને પાતળી કમર વાળો એક કદાવર પુરુષ બે હાથ જોડીને ઊભો છે.
તે પુરુષે માત્ર કટિવસ્ત્ર પહેર્યું હતું. જાણે નાક અને હોઠની વચ્ચે કોઈએ અંગ્રેજીના
મૂળાક્ષર ‘C’ ને આડો પાડ્યો હોય તેમ ઉપરના હોઠના મધ્ય ભાગેથી બંને બાજુ પાતળી મૂછો
શરૂ થઈને, બન્ને હોઠના ખૂણેથી નીચેની તરફ વળાંક લઈને છેક નીચે હડપચી સુધી પહોંચતી હતી.
જાણે અરેબિયન નાઇટ્સનું કોઈ પાત્ર સામે આવીને ઉભું હોય તેમ તે યુગલ સ્તબ્ધ થઈ ગયું.
તે કદાવર પુરુષ બોલ્યો, ‘મારા માલિક, સદીઓથી
હું આ મકાનમાં બંધ હતો. મને શાપ હતો કે જ્યાં સુધી રામ અને સીતા જેવું એક યુગલ મને
મુક્ત નહી કરે ત્યાં સુધી હું આ જ ઘરમાં બંધ રહીશ. આજે સદીઓ પછી આપ બંનએ મને મુક્ત
કર્યો છે માટે આ જિન્ન આપનો ગુલામ છે. હું આપ બંનેની કોઈ પણ એક ઈચ્છા પૂરી કરીશ પરંતું
આપે પણ મારી એક ઈચ્છા પૂરી કરવી પડશે.’
એ યુગલ થોડીક ક્ષણો માટે અવાક બનીને આ અજીબો-ગરીબ
ઘટના સત્ય છે કે શમણું તે વિચારતું રહ્યું. થોડીક ક્ષણો બાદ પતિએ પત્નીને ચૂંટલી ભરી અને પત્નીની સ્તબ્ધતા ઓસરી. તેણે જિન્નને કહ્યું,
‘ઓ અજાયબ જિન્ન, આખા જગતમાં ફરતાં રહેવું એવી
મારી ખ્વાહિશ છે અને તેમાં સરળતા રહે તે માટે એમ કર કે દુનિયાના દરેક દેશમાં મારું
એક આલીશાન મકાન હોય.’
જિન્ને કહ્યું, ‘જેવો આપનો હુકમ’.
પછી પતિ બોલ્યો, ‘ઓ અદ્દ્ભુત જિન્ન, મારી
ઈચ્છા એવી છે કે દરેક મહિને મારા બેંક અકાઉન્ટમાં એક કરોડ રૂપિયા આવતા રહે.’
જિન્ન બોલ્યો, ‘જેવી આપની ઈચ્છા.’
પછી પતિ-પત્ની બોલ્યા, ‘હે જિન્ન, હવે તું અમને તારી ઈચ્છા
જણાવ.’
જિન્ને એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો,
‘મારા માલિક, આમ તો આ કાયનાતની કોઈ વસ્તુ મારી પહોંચ બહાર નથી પરંતું આટલી સદીઓ આ એક
ઘરમાં બંધ રહ્યો હોવાથી મે કોઈ ખૂબસુરત હૂરને જોઈ કે માણી નથી. અને સદીઓ પછી મને આજે
એક ખૂબસુરત સ્ત્રીનો ચહેરો જોવા મળ્યો છે તો મારી ઈચ્છા એ સ્ત્રી સાથે, એટલે કે માલકિન
આપની સાથે, એક રાત ગાળવાની છે.’
આ વાત સાંભળીને એ પતિ-પત્ની ગુસ્સે થઈ ગયા અને તેમણે જિન્ન પર ખૂબ ગુસ્સો
કર્યો. પરંતું ત્યાર બાદ બંનેને લાગ્યું કે જો આ એક વાતના બદલામાં આટલું બધું સુખ મળતું
હોય તો આટલું બલિદાન તો આપવું જ રહ્યું. આમ પતિની સમજાવટ અને મંજૂરીથી એ પત્ની જિન્ન સાથે રાત ગાળવા તૈયાર થઈ. બીજે દિવસે
સવારે જ્યારે જિન્ન ઘરની બહાર નીકળ્યો ત્યારે આખી રાતના ઉજાગરાથી થાકેલો પતિ ઉચાટ ભર્યા
ચહેરે ઘરના પગથિયા પર બેઠો હતો. પત્ની
પણ કંઈક સંકોચ સાથે એ જિન્નની
પાછળ ઝૂકેલી નજરે બહાર નીકળી.
પછી પતિએ જિન્નને કહ્યું, ‘ઓ જિન્ન, અમે
તારી ઈચ્છા પૂરી કરી. હવે તું અમારી ઈચ્છા પૂરી કર.’
જિન્ને પૂછ્યું, ‘માલિક આ કઈ સદી ચાલી રહી
છે?’
પતિ જવાબ આપ્યો, ‘એકવીસમી સદી.’
‘અને આપની ઉંમર કેટલી?’ જિન્ને બીજો પ્રશ્ન
પૂછ્યો.
‘પાંત્રીસ વર્ષ.’ પતિએ જવાબ આપ્યો.
‘આપ એકવીસમી સદીમાં પાંત્રીસ વર્ષની પાકટ
ઉંમરે હજી પણ જિન્ન જેવી વસ્તુમાં વિશ્વાસ કરો છો?’ એમ બોલી, કટુતાથી હસતો તે પુરુષ
જતો રહ્યો.
*****
આપણે ભલે ન સ્વીકારીએ પરંતું આજે પણ, આ
એકવીસમી સદીનું એક દશક વીત્યા બાદ પણ, આપણે જાતિ, જ્ઞાતિ, ધર્મ, વહેમ, અંધશ્રદ્ધા,
બાવા, ભૂવા, મંદિર-મસ્જીદ, ટીલા-ટપકાં, શુકન-અપશુકન, મુર્હુત, અસ્પૃશ્યતા જેવા કેટલાયે
જિન્નમાં વિશ્વાસ કરીને તેના પર આપણા આદર્શ, ગુણ અને તાલીમનો ભોગ આપતાં ફરીએ છીએ અને
છેવટે મુર્ખ બનીએ છીએ. ક્યાં સુધી?
nice one
જવાબ આપોકાઢી નાખો