તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 31, 2011

વાર્તામાસિક 'મમતા' નો પ્રથમ અંક

          'આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક' ટેગલાઈન સાથેના વાર્તામાસિક 'મમતા'ના પ્રવેશાંકમાં એકાદ-બે ને બાદ કરતા બધાં જ વાર્તાકારો આજના અથવા ગઈકાલના છે. [મલયાનિલ, રઘુવીર ચૌધરી, ચીનુ મોદી, રજનીકુમાર પંડ્યા, મણિલાલ દેસાઈ, બાબુ સુથાર, વિજય શાસ્ત્રી, રાજેન્દ્ર પટેલ, નિલેશ રાણા, હિંમત કપાસી, રીમા શર્મા, ફરનાન્દો સોરેન્તિનો (અનુવાદઃ બાબુ સુથાર), બકુલ બક્ષી] જોકે પહેલા જ પાને સંપાદક શ્રી મધુ રાયે લખ્યું છે કે હવે પછીના અંકોમાં નવોદિત લેખકોને મોકો મળશે.
          આમ તો પ્રથમ અંકની પ્રિન્ટેડ કોપી રસ ધરાવનારાઓને વિના મૂલ્યે મોકલી આપવાનું કહેવામાં આવ્યું હતું પણ તે શક્ય ન બનતા પ્રવેશાંકની PDF નકલ મોકલી આપી છે, એ બદલ આભાર. તે ઇમેલમાં એમ પણ લખ્યું છે કે 'feel free to circulate the attached (issue of magazine) among your friends'. જેને તે વાંચવામાં રસ હોય તે આ લિંક પર ક્લીક કરે.
           હજી આ માસિકનું લવાજમ માત્ર ભારત અને યુ.એસ. માટે જ છે અને અમે યુ.કે. વાળા રાહ જોઈ રહ્યા છીએ. માત્ર PDF નકલનું લવાજમ શરૂ કરશો, તો પણ ચાલશે. (મોબાઈલમાં ગમે ત્યારે વાંચી શકાય ને!)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.