તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 26, 2011

યુ.કે. બાઇટ્સઃ 'દેસી બોયઝ' ફિલ્મ- ભારતીય સમાજનો પ્રગટ દંભ

          જે સમાજમાં લગભગ ૧૭૦૦ વર્ષ પહેલા 'કામશાસ્ત્ર' નામનો ગ્રંથ રચાયો, સ્વીકારાયો અને વખણાયો  તેમાં ખબર નહી કેમ કામ (sex) નું નામ (જાહેરમાં) લેવામાં આવે ત્યારે લોકો નાકનું ટેરવું ચડાવવામાં સભ્યતા સમજે છે. અને તેનું ઉદાહરણ આજે 'દેસી બોયઝ' ફિલ્મમાં જોવા મળ્યું. આ ફિલ્મમાં જે દંભ જોવા મળ્યો, તેની વાત કરું.

  • બંને હિરો બેરોજગારીને કારણે એસ્કોર્ટ એજન્સીમાં કામ કરે છે પણ જનતાની નજરમાં હિરો રહેવા તેમણે નિયમ રાખ્યો છેઃ 'No Sex.' બધા જ જાણે છે કે વાસ્તવિકતા શું છે છતાં એવો દંભનો પડદો રાખવામાં આવ્યો છે કે હિરો ને sex સાથે સંબંધ જ નથી. ઃ)

  • છેલ્લે આવતા કોર્ટના દ્રશ્યમાં પણ એક વકીલ દ્વારા એજ વાતને ઉછાળવામાં આવી કે આ કામ કરનારને જાણે કે માતા-પિતા બનવાનો અધિકાર જ નથી. શું સેક્સ-વર્કર્સને બાળકો હોવા જ ન જોઈએ? વાસ્તવિકતા તો એ છે કે યુ.કે.ના Social Security Department પર એટલો ભાર છે કે માતા-પિતાની બેકારીને કારણે ફોસ્ટર કેરમાં રહેતાં બાળકોના માતા-પિતા જ્યારે એમ કહે છે કે તેઓ આર્થિક રીતે પગભર છે ત્યારે, યોગ્ય તપાસ બાદ બાળકને રાજીખુશીથી માતા-પિતા (કે ગાર્ડિયન) ને પાછુ સોંપવામાં આવે છે.
          એવું કહેવામાં આવે છે કે સાહિત્ય (કે ફિલ્મ/સિરિયલ) ને માણવા માટે willing suspension of disbelief સાથે જ જવું. પણ જ્યારે ૧૨૦ કરોડની વસ્તી ધરાવતા ભારતદેશના નાગરિક તરીકે આવો દંભ જોવા મળે ત્યારે બોલ્યા વિના રહેવાતું નથી. આ સંદર્ભે જય વસાવડાનો થોડાક વર્ષો પહેલા લખાયેલો આ લેખ હજી પણ વાંચવા જેવો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.