તાજેતરની પોસ્ટસ

December 08, 2011

યુ.કે. બાઇટ્સઃ પ્યૂન એટલે શું?

          આજે એક ઇંગ્લિશ મિત્ર સાથે ભ્રષ્ટાચારની વાત નીકળતા મે તેને ઉજ્જૈનના કરોડપતિ પટાવાળાની વાત કરી. મને એમ કે તે તેનું આશ્ચર્ય વ્યક્ત કરશે, પણ તેણે તો તેનું અજ્ઞાન વ્યક્ત કર્યું. તેણે મને પૂછ્યું, 'આ પ્યૂન એટલે શું?' અને જ્યારે મે તેને એ શબ્દનો મતલબ સમજાવ્યો, ત્યારે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

          અહીં યુ.કે. કે યુરોપમાં પટાવાળા રાખવાની પ્રથા જ નથી. જો કોઈને ચા-કોફી પીવી હોય કે કંઈ બીજું કામ હોય, તો તે જાતે જ એ કામ કરશે. કામ કરવાવાળા માણસોની તંગી હોવાનું કારણ હવે જૂનું થઈ ગયું, અહીં તો બેકારોની આખી ફોજ છે. કારણ છે માણસોની સ્વાશ્રયની આદત અને કામ કરનારની કદર (Dignity of Labour). મારી પહેલાની નોકરીમાં બે મેનેજર અને છ વર્કર એમ કુલ આઠ જ જણાનો સ્ટાફ હતો અને મેનેજર સહિત બધા જ વારા પ્રમાણે શૌચાલય પણ સાફ કરતા હતા. બાકી, આપણે ત્યાં પટાવાળા ઓફિસના કામ કરતા સાહેબનું અંગત કામ વધારે કરતા હોય છે, તે કોણ નથી જાણતું?

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.