એક પેટ્રોલપંપ પર ઉતાવળે પાડેલો ફોટો. તમે કંઈ પણ ખરીદો તે પહેલા શું વેપારીએ એવું યાદ કરાવવું પડે કે પૈસા હોય તો જ ખરીદજો? અથવા શું આ પેટ્રોલપંપ વાળો એમ સમજતો હશે કે અહીં બધા નર્શાત લોકો જ પેટ્રોલ પુરાવા આવે છે?
આની સાથે જ વર્ષો પહેલા મેકડૉનાલ્ડમાં બનેલી ઘટના યાદ આવી ગઈ. કોઈ વ્યક્તિએ તેમની પર એવો કેસ કર્યો હતો કે મેકડૉનાલ્ડની
કોફી તેના પર ઢોળાતાં તે દાઝી ગયો/ગયી અને તેને માટે મેકડૉનાલ્ડ જવાબદાર
છે કારણ કે કોફી પર ક્યાંય એવી સૂચના નહોતી છાપેલી કે કોફી દાઝી જવાય તેટલી
ગરમ છે. બોલો? અને મેકડૉનાલ્ડ એ કેસ હારી જતાં તેમણે મોટી રકમ ચૂકવવી પડી
હતી અને ત્યારથી તેઓ કોફીના કપ પર એવી સૂચના છાપે પણ છે!
No comments:
Post a Comment
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.