તાજેતરની પોસ્ટસ

ઑક્ટોબર 31, 2011

યુ.કે. બાઇટ્સઃ એક કલાક વધારે સૂવા મળશે!

          જ્યારે સ્કૂલમાં ભણતા હતાં અને આખર તારીખે ઘરે વહેલા જવાનું થતું ત્યારે અમે બધાં એમ વાતો કરતાં કે બે કલાક વધારે રમવા મળશે. એ જીવનમાં ઊર્જા અને ઉત્સાહ હતો! અહીં ઇંગ્લેન્ડમાં જ્યારે ગઈ કાલે ઘડિયાળ એક કલાક પાછળ ગઈ, ત્યારે અમે બધાં એમ વાતો કરતાં હતાં કે એક કલાક વધારે સૂવા મળશે. જોકે એ વધારાનો એક કલાક ક્યાં વેડફાઈ ગયો, તે તો ખબર પણ ન પડી અને હવે પાછા હતાં એમ ના એમ. વિન્ટર ટાઈમ વેલકમ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.