યુ.કે.માં પાછલા બે-ત્રણ વર્ષમાં વિઝાના નિયમો એટલા બધા બદલાયા છે કે ન પૂછો વાત! અને તેમાંય સ્ટુડન્ટ વિઝાએ તો કેટલાયના જીવન બરબાદ કર્યા હશે. હવે તો આ દેશમાં આવવાના બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અને જે છે તેમને પણ પાછા કાઢવા માટે વિવિધ નિયમો લાવવામાં આવે છે. ઘણીવાર આ નિયમો સાંભળીને એમ લાગે કે આ લોકો મજાક કરવા બેઠા છે કે શું? જેમ કે, સ્ટુડન્ટ વિઝા માટે IELTS ની પરીક્ષા ફરજિયાત નથી પણ એવો નિયમ ખરો કે જો કોઈ બ્રિટિશ નાગરિક યુરોપિયન યુનિયન બહારની વ્યક્તિને પરણે તો તે વ્યક્તિએ આ દેશમાં આવવા માટે ફરજિયાત અંગ્રેજી ભાષાને લગતી પરીક્ષા આપવાની. આવા નિયમોની મજાક ઉડાવતું એક કાર્ટૂન ઑક્ટોબર ૫, ૨૦૧૧ના રોજ ઇવનિંગ સ્ટાન્ડર્ડ અખબારમાં રજૂ થયું હતુંઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.