તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 27, 2011

યુ.કે. બાઇટ્સઃ ચિલ્લર પાર્ટીકી ભી ઈજ્જત હોતી હૈ!

          અહીં યુ.કે.માં ૧૬ વર્ષથી નીચેના બાળકો ફાટીને ધુમાડે જાય છે કારણ કે કાયદો તેમના પક્ષમાં છે. કોઈ તેમને હાથ ન લગાવી શકે. એક વાર એક મિત્રએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના ફ્લેટના એન્ટ્રી ફોન પર રાત્રે નાના છોકરા ખૂબ બેલ વગાડે રાખે છે અને તેમની ઉંઘ બગાડે છે. કૉન્સ્ટેબલે જવાબ આપ્યો કે તેને એ છોકરાઓની આખી ટોળીનો પરિચય છેઃ નામ, સરનામું અને ઉંમર. પણ તે બધા ૧૬ વર્ષથી નાના હોઈ પોલીસ તેમને કશું ન કરી શકવા લાચાર છે. આજ હાલત શાળાઓમાં પણ થતી હોય છે. ભણે તો ઠીક બાકી શિક્ષકથી કંઈ કહેવાય નહી કારણ ૧૬ વર્ષથી નાના! હમણા ઈંગ્લેન્ડમાં થયેલા તોફાનોમાં પણ આવા under 16 મોટી સંખ્યામાં હતાં કારણ કે તેમને ઘરે રાખવા માટે માતા પિતા અસક્ષમ હતાં. આ છોકરાઓ કોઈ દુકાનમાં જઈને વસ્તુ લઈને ભાગે અને પકડાય તો પણ વોર્નિંગ આપીને છોડી દેવામાં આવે. સરવાળે નુકસાન દુકાનદારનું જ થાય. આમ તો (કાગળ પર) આ 'કન્ટ્રી ઓફ ઇક્વલ ઑપર્ચ્યૂનિટિ' છે પણ તમારી અંગત મિલકતમાં કોઈને પ્રવેશવા દેવા કે નહી, તે તમે નક્કી કરી શકો. માટે કોઈ શાળાની આસપાસની દુકાનો પર તમને આવી સૂચના જોવા મળશેઃ

Only 2 School Children In Shop At One Time
          જોકે ચિલ્લર પાર્ટીની પણ પોતાની ઈજ્જત હોય છે. તેમની સાથે આવો ભેદભાવ થાય એ તેમને ક્યાંથી ગમે? તેમણે પણ over 16 માટે ક્યાંક પ્રતિબંધ મૂક્યો છે. આથી, અહીં બ્રેન્ટ કાઉન્સિલના પબ્લિક પાર્કના રમતો વાળા વિભાગની બહાર આવી સૂચના જોવા મળે છેઃ

Children's Play Area
Adults must be accompanied by a child
          જોયું, 'કન્ટ્રી ઓફ ઇક્વલ ઑપર્ચ્યૂનિટિ'!!!!!

1 ટિપ્પણી:

  1. ખરેખર.. "કન્ટ્રી ઓફ ઇક્વલ ઑપર્ચ્યૂનિટી" !!! અહીયા બાળકો બગડવા સ્વાભાવિક છે.

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.