છેલ્લે આ નવલકથામાંથી ગમી ગયેલા વાક્યો/સંવાદોઃ
ભાગ ૧ માંથીઃ
![]() |
અશ્વિની ભટ્ટ |
· માનવી વિચારશીલ પ્રાણી હોય કે ન હોય, પણ એ આદતી જાનવર જરૂર છે. (૨)
· શું મૈત્રીને કારણે માણસ પોતાનું આગવું વ્યક્તિત્વ ગુમાવી નાખતો હશે? (૨૩)
· પશ્ચાતાપથી પવિત્ર થવાતું હશે, પણ કાયાકલ્પ થતો નથી. (૩૪)
· ઉશ્કેરાટ કોઈ ઉકેલનો પર્યાય નથી ને! (૫૮)
· હથિયાર વાપરનારને સજા કરતા ન્યાયતંત્રને ટકાવી રાખવા એવી જ અથવા એથીય ભયાનક હિંસાનો આશરો લેવો પડે છે...કેવો વિરોધાભાસ! (૨૭૧)
ભાગ ૨ માંથીઃ
· ખૂબસૂરતી કિરણોત્સર્ગી હશે! રૂપાળી ઓરતમાં શું કોઈ જુદાં રસાયણો હશે! ગમે તેમ પણ રૂપાળી સ્ત્રીની આસપાસ કોઈ અજબ ચુંબકીય ક્ષેત્ર રચાતું હોય છે. (૬)
· સમાજમાં એક વખત બત્રીસલક્ષણાઓનો ભોગ લેવાતો. શા માટે એવું થતું હશે? કદાચ એ મોટું સામાજિક કાવતરું હશે. બત્રીસલક્ષણાને ચૂંટી ચૂંટીને મારી નાખવા, જેથી સમાજના સ્વાર્થી લોકો માટે પડકાર ન રહે. (૧૯)
· દરેક માનવી માટે શું વેદનાના સ્તર અને પ્રકાર જુદા હતા? વેદના કે આનંદ અને એ બંને સંવેગોનો આવિર્ભાવ શું કોઈ સંસ્કારવારસા સાથે સંમિલિત હશે? (૨૩)
· પોલીસતંત્ર કેવળ અનુશાસનનો ‘બાહુ’ નથી, પરંતુ જનસમાજના હક્કોને વેંઢારતો ‘ખભો’ પણ છે. (૩૩)
· વિવેક પણ ક્યારેક મર્યાદા બહારનો હોય તો વલ્ગર લાગે છે. (૫૩)
· સ્ત્રી ખરેખર બ્રહ્માંડનું એક વિરલ સર્જન છે....તે જેટલી ઓતપ્રોત થઈ શકે છે તેટલી જ અલિપ્ત પણ બની શકે છે. (૬૭)
· પ્રેમ પવિત્ર હોય છે કે નહિ તેની મને ખબર નથી, પણ નિઃસહાયતામાંથી જન્મેલા સંબંધને હું પ્રેમ ગણતો નથી. (૧૦૫)
· દરેક સુખદ વસ્તુની પાછળ હંમેશા ઘેરી ગમગીની છવાતી હશે? કે પછી વધુ પડતા સુખની ખુદ વિધાતાને ઈર્ષ્યા આવતી હશે? (૧૦૭)
· માણસના જીવનમાં ક્યારેક તો એવી પળ આવે છે જ્યારે તેને યુધિષ્ઠિર જેવી દ્વિધા અનુભવવી પડે છે.
(૩૪૩)
(૩૪૩)
(રેફરન્સ માટે ‘ફાંસલો’નું ૨૦૦૯ નું પુનર્મુદ્રણ ઉપયોગમાં લીધેલ છે.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.