તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 29, 2011

અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા ‘ફાંસલો’ - ૨


અશ્વિની ભટ્ટ

હંમેશની જેમ નવલકથામાં પણ અશ્વિની ભટ્ટે જીવંત, તાર્કિક અને માંસલ પાત્રો સર્જ્યા છે. પહેલા ભાગમાં જે પાંચ મિત્રો છે, તે સમાજના અલગ-અલગ સ્તરમાંથી આવેલા આજના યુવાવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને નવલકથા વાંચતો કોઈ પણ યુવાન પોતાની જાતને પાંચમાંથી એક સાથે તો જરૂરઆઈડેન્ટિફાયકરશે . માટે નવલકથાનું વાચન વધારે રસપ્રદ બને છે.
કથાના નાયક જિગર પરોતના આ લૂંટમાં જોડાવા માટેના મનોમંથનને શરૂઆતમાં ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે ગોવિંદ પોતાના વિચારો રજૂ કરીને બેંક લૂંટની વાત કરે છે ત્યારે જિગરનો પ્રતિસાદ હોય છેઃહું આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાવા માંગતો નથી. અને હું તને જોડાવા દેવાનો નથી....ઊધઈ લાગેલા ઝાડને તોડી પાડવાની મહેનત કરવાની જરૂર નથી. એની મેળે તૂટી પડશે...ગોવિંદ, કાઉન્ટ મી આઉટ...હું તને ચેતવું છું. હું આવી કોઈ પ્રવૃત્તિમાં તને પડવા દેવાનો નથી...’ (ભાગ , પેજ ૩૩) બીજે દિવસે તે ગોવિંદને બાબતે સમજાવવા જાય છે અને અશોક સાથે ચર્ચામાં તે કહે છેઃઆઝાદી ભગતસિંહ કે સુભાષચંદ્રના કાર્યક્રમથી નહિ, ગાંધીના કાર્યક્રમથી મળી છે. સમજ્યો? સાધ્ય અને સાધન બંનેની સાર્થકતા ત્યારે થાય જ્યારે તેમાં માનવ મૂલ્યો હોય.’ (ભાગ , પેજ ૪૨) ત્યાર બાદ ગોવિંદ દ્વારા એક ફોટો-મૂવમેન્ટ વેગ પકડે છે અને તેના દ્વારા આખા રાજસ્થાનમાં પ્રવૃત્તિ સ્વયંભૂ શરૂ થાય છે. મનોમન જિગર મૂવમેન્ટની પ્રશંસા પણ કરે છે અને જ્યારે તે એને લગતા ખર્ચનો આંકડો સાંભળે છે ત્યારે તેના મનમાં પહેલી વાર ક્રાંતિના સાધનો વાત વિષેનો મત બદલાવાની શરૂઆત થાય છે. એજ સમયે જિગરની પિત્રાઈ બહેન શારદા વાળો કિસ્સો બને છે અને તેમાં હરીશ અજોડ મદદ કરે છે. તે વખતે જિગર વિચારે છેઃએક દોસ્તને માટે જાન જોખમાં મૂકવાનું કામ કેવળ મરદ આદમી કરી શકે.’ (ભાગ , પેજ ૮૦) અને તે જ્યારે હરીશ જોડે બાબતની ચર્ચા કરે છે ત્યારે હરીશ તેને કહે છેઃતને નથી લાગતું જિગર, જગતની બધી ક્રાન્તિઓ મૈત્રીમાંથી જન્મી હશે...ભારતમાં ક્રાન્તિ કેવળ સંપન્ન માણસો લાવી શકશે. અદના આદમીઓનાં ટોળાંઓથી હુલ્લડો થઈ શકશે, પણ ક્રાન્તિ નહિ. જેની પાસે પૈસા છે, સંપત્તિ છે, ભણતર છે, તેમણે એકઠા થઈને દેશની હાલત સુધારવી પડશે. ભારતમાં ભૂખ્યા લોકોથી ક્રાંતિ થવાની નથી.’ (ભાગ , પેજ ૮૯) (અશ્વિનીજીએ પુસ્તક નિરંજનને અર્પણ કરતી વખતે પણ આજ વાત કરી છે માટે કથામાં તેમનો પાત્રપ્રવેશ સ્વાભાવિક રીતે અહીં દેખાય છે.) રાત્રે જિગર જગતભરની ક્રાંતિઓનો ઈતિહાસ યાદ કરે છે. તેનો આત્મા તેને બધા સંદર્ભે એક પ્રશ્ન વારંવાર પૂછે રાખે છેઃહિંસા વગર, ક્રાન્તિ વગર, જાનફેશાની વગર શું કાયાપલટ, સામાજિક મહોરાં ચીરી નાખવા શક્ય હતાં?’ (ભાગ , પેજ ૯૧) અને તેને ગોવિંદના શબ્દોમાં શ્રદ્ધા પેદા થવા માંડે છે. બીજે દિવસે તે અશોકને કહે છેઃતું ગોવિંદને એટલું કહેજે હું તેની પદ્ધતિઓ સાથે સંમત નથી, છતાં હું મૈત્રીની કિંમત ક્રાન્તિથી વધારે મૂકું છું અને એટલે તેની સાથે જોડાયેલો છું.’ (ભાગ , પેજ ૯૨) અને આમ જિગર પરોત પણ ખૂબ મનોમંથન બાદ લૂંટમાં શામેલ થાય છે. કારણસર આપણને પાત્ર તાર્કિક અને જીવંત લાગે છે. બીજા ભાગમાં જેલવાસના દસ વર્ષ ગાળીને બહાર આવેલા જિગરની વાત છે. તે પહેલા કરતાં વધારે પરિપક્વ થયેલ છે અને જીવનની વાસ્તવિકતાઓને તે બરાબર સમજી શકે તેમ છે અને તેમ છતાં નાયિકા સાથેની પહેલી મુલાકાતમાં તે અયોગ્ય વર્તન કરી બેસે છે. પણ જો તેણે તેમ કર્યું હોત તો આપણને નવાઈ લાગત કારણ કે દસ વર્ષ જેલમાં ગાળનાર પુરુષ માટે સ્ત્રી એક અજબ આકર્ષણ  બની રહે છે અને આકર્ષણને માત્ર મહામાનવ અવગણી શકશે જ્યારે જિગર તો એક સામાન્ય માનવી છે. માટે તે ભૂલ કરી બેસે છે. જોકે બધાં કારણસર આપણને પાત્ર જીવંત લાગે છે. કદી પણ ભૂલ નહિ કરનારા અને હંમેશા સંતની જેમ વર્તન કરનારા પાત્રો (શ્રી પ્રિયકાન્ત પરીખની નવલકથાની જેમ) ‘too good to be true’ લાગતાં હોય છે અને માટે તે આપણને સ્પર્શી શકતાં નથી. બીજા ભાગ દરમિયાન પણ જિગરનું મનોમંથન તો ચાલુ રહે છે. તે વિચારતો રહે છે કે તેણે ગોવિંદ અને અશોક જેવા અનન્ય મિત્રો ગુમાવ્યા, યુવાનીના દસ અમૂલ્ય વર્ષ ગુમાવ્યા અને તેની ફલશ્રુતિ શું? સદાય સવાલોમાં અટવાતા રહેતા આજના યુવાન માટે ૧૯૮૦ ના દશકમાં સર્જાયેલો નાયક તેના મનોમંથનને કારણે આજે પણ પ્રસ્તુત લાગે છે.
શૃંગારીક વર્ણન વખતે જાણે કે અશ્વિનીજીની કલમમાં એક નવું જોમ પેદા થતું હોય છે અને માટે તેમની પ્રત્યેક નાયિકા અત્યંત રસપ્રદ હોય છે. નાયિકા સરજુ દીવાનને જોઈને જિગરને એટલે શેક્સપિયરના રોમિયો-જુલિયેટનો સંવાદ યાદ આવે છેઃ ‘She doth teach the torches to burn bright.’ (ભાગ , પેજ ૪૯) ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલ, કૉન્વેન્ટમાં ભણેલ, ખૂબસૂરત અને મનસ્વી સ્ત્રીમાં કોને રસ પડે? પણ બધા ગુણની સાથે સરજુના ભીતરમાં બદલો લેવાની કટ્ટરતા પણ છે. પોતાની મા અને એમ.કે. પર થયેલા મોતનો બદલો લેવા અને પોતાની પર બળાત્કાર કરનારની સિયત કરવાની જે અહર્નિશ આગ સરજુના હ્રદયમાં જલતી રહે છે, તે સરજુના પાત્રને કથાના ચોકઠામાં બરાબર ગોઠવી આપે છે અને તે માત્ર શોભાનું પૂતળું બનીને નથી રહેતી પણ બીજા ભાગનું ચાલકબળ બનીને રહે છે. જેમ જિગર જેવો શિક્ષિત વ્યક્તિ પહેલી નજરે તેના પ્રેમમાં પડી જાય છે તેમ નિરક્ષર અને બાળબુદ્ધિ ધરાવતો પાનિયો પણ તેને પોતાના સપનાની રાજકુમારી માનવા માંડે છે અને બંને પાત્રો સરજુ માટે કોઈ પણ જોખમ લેવા તૈયાર થઈ જાય છે. જોકે સરજુ પણ એક સામાન્ય સ્ત્રી જેવા સંવેદનો અનુભવે છે. એક સામાન્ય માણસમાં હોય તેવા વિરોધાભાસ પણ તેનામાં છે. પોતાની માની એકલતા જોઈને સરજુ પોતે જે તેને પરણી જવાનું સૂચન કરે છે, (ભાગ , પેજ ૧૧૦) અને જ્યારે તે પોતાની માને કોઈની સાથે પ્રેમ કરતી જુવે છે ત્યારે ગુસ્સે પણ થાય છે (ભાગ , પેજ ૧૨૭) અને છેવટે તે વાતને સ્વીકારી લઈનેવળતી ટપાલ જેમમાને હરખભેર મળવા પહોંચી જાય છે. (ભાગ , પેજ ૧૩૧). એક ક્ષણે તે જિગરની સામે પિસ્તોલ લઈને ઊભી હોય છે તો બીજી ક્ષણે તે તેના જિગરના ઘાવ પર ડેટોલ લગાવતી હોય છે. પોતાના પર થયેલા બળાત્કારનો બદલો લેવા તે એટલી બધી પ્રતિબદ્ધ છે કે તેના માટે તે જિગરને એક સોદાની જેમ પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થઈ જાય છે, (ભાગ , પેજ ૧૦૪) અને જોખમની જાણ હોવા છતાં રામતીરથ સાથે એકલી સોનમગરી પર જાય છે (ભાગ , પેજ ૨૪૮). અને આજ સરજુ એટલા પોચા હ્રદયની પણ છે કે તેના દુશ્મનોનું મોત થતાં તેપાગલની માફક હીબકા ભરતીરડી પણ પડે છે. (ભાગ , પેજ ૩૩૫) તેણે પોતાના મનમાં ભય અને નિર્ભય વચ્ચે દુશ્મનીના નામે જે બાંધ ચણી રાખ્યો હતો તેને તૂટ્યાની નિશાની ગણાય અને તેનું વર્તન તેના પાત્રને વાસ્તવિક બનાવે છે.
નાયક અને નાયિકાની સાથે-સાથે તેમણે બીજા પણ ઘણા સશક્ત પાત્રો સર્જ્યા છે. પહેલા ભાગમાં પાંચેય મિત્રો ઉપરાંત ઈન્સપેક્ટર નાગર, ડી.એસ.પી. હાંડા, આઈ.જી.પી. મોરારકા, સુપરિટેન્ડન્ટ રતનસિંહ આલાત અને બીજા ભાગમાં મિશ્રભાઈઓ, કરમવીર ઢિલ્લોં, ઈસા બંઠર, રામતીરથ જાદવ અને પાનિયો જેવા ઘણા પાત્રો અસરદાર છે. પાનિયાનું સાવ નાનકડું પાત્ર પણ અશ્વિની ભટ્ટના હાથમાં મનોવૈજ્ઞાનિક માવજત પામ્યું છે અને આપણને પણ તેનું વર્તન સમજાય છે. સાથે-સાથે અદા, વજો, ખેરી, હરીશની મા, ગોવિંદની મા અને બહેન, સબઈન્સ્પેક્ટર ઢવન, એફ.. પી. એમ. શુક્લા જેવા પાત્રો થોડા સમય માટે આવીને પણ ચમકી જાય છે. એક ખાસ વાત પણ નોંધવી રહી કે અશ્વિની ભટ્ટે તમામ નક્સલવાદી પાત્રોને અધ્યાહાર રાખ્યાં છે, ક્યાંય કથામાં તેમનો સીધો પ્રવેશ થતો નથી. અશ્વિની ભટ્ટે ધાર્યું હોત તો તે છેવટે બીરેન ભટ્ટાચાર્યને તો પ્રકાશમાં લાવી શક્યાં હોત પણે તેમણે તેમ ક્યાંય થવા દીધું નથી. જોકે બીરેનના પાત્રને તેમણે અંતમાં જસ્ટિફાય જરૂર કર્યું છે. સમગ્ર નવલકથામાં એક પણ એવું પાત્ર નથી જે વાસ્તવથી દૂર હોય. વધારે પડતાં આદર્શપાત્રો લાઈફ-લાઈક નથી લાગતાં હોતા અને જાણે-અજાણે વાચક તેમને પોતાનાથી અલગ ‘too good to be true’ માની લે છે. નાગર એક કર્મઠ અને આદર્શવાદી પોલીસ તરીકે રજૂ થયા છે જે આજના સમયમાં અશક્ય લાગે તેવું છે. માટે છેક છેલ્લે તેમના પાત્ર સાથે એક અંગત વાર્તા જોડી કાઢીને તે પાત્રને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન થયો છે કે જેથી કેસ સાથે નાગરનું પર્સનલ ઈન્વોલ્વમેન્ટ જસ્ટિફાય થઈ શકે. જો તેમ થયું હોત તો પાત્રમાં કચાશ રહી જાત.
(રેફરન્સ માટે ‘ફાંસલો’નું ૨૦૦૯ નું પુનર્મુદ્રણ ઉપયોગમાં લીધેલ છે.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.