તાજેતરની પોસ્ટસ

જુલાઈ 23, 2011

યુ.કે. બાઇટ્સઃ ક્રિકેટના મક્કા લોર્ડસમાં

ક્રિકેટના મક્કા મનાતા લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૨૦૦૦મી ટેસ્ટ મેચ જોવા માટે પગ મૂકતાની સાથે જ ઘણા પૂર્વગ્રહો દૂર થઈ ગયાં.
સચિન એક લાક્ષણિક મુદ્રામાં
  • એવું માનવામાં આવે છે કે ઈંગ્લેન્ડમાં ક્રિકેટ એટલું લોકપ્રિય નથી, પણ આખું સ્ટેડિયમ ચિક્કાર ભરેલું હતું. સૌથી નજીકનું સ્ટેશન સેંટ જ્હોન'સ વુડ દર્શકોના ધસારાને પહોંચી ન વળતા બંધ કરવું પડ્યું હતું.
  • એવું માનવામાં આવે છે કે ઈંગ્લીશ લોકો ખૂબ જ ફોર્મલ હોય છે અને વિના પરીચયે વાત પણ નથી કરતાં પણ બાજુમાં જ બેઠેલા બે અંગ્રેજો સામેથી આજુ-બાજુ વાળા જોડે વાત કરતા હતાં.
  • સચિન તેંડુલકર માત્ર ભારત અને ભારતીયોમાં જ લોકપ્રિય છે તેવું પણ નથી. તેની નાની-નાની બાબતમાં પણ સ્ટેડિયમમાં તાલીઓ પડતી હતી.
  •  ક્રિકેટ ટી.વી. પર દેખાય છે એટલું ગ્લેમરસ સ્ટેડિયમમાં નથી લાગતું, ખાસ કરીને સફેદ કપડામાં.


આપણા ખેલાડીઓ અને સ્ટેડિયમના અન્ય ફોટા માટે અહીં ક્લીક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.