આ તસવીર જોઈને રખેને એવું માનતા કે બારમા ધોરણના પરિણામ બાદ કોઈ કૉલેજ બહાર એડમિશન માટે આ કતાર લાગેલી છે. આપણે ત્યાં ચાલતા ક્લાસીસ જેવા કદની ખોબા જેવડી કૉલેજો તો અહીં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી છે અને જો ખીસામાં પાઉન્ડ હોય તો ‘ટોમ, ડિક અને હેરી’ ને પણ તેમાં એડમિશન મળે. આ તસવીર તો યુ.કે.ના ભારતીય દૂતાવાસની છે અને તે યુ.કે.ની એકમાત્ર એવી એમ્બેસી છે કે જ્યાં આવી રીતે કતારમાં ઊભા રહીને કામ થાય છે. બીજી બધી એમ્બેસીમાં ઓનલાઈન કે ફોન દ્વારા અપોઇન્ટમેન્ટ લઈને જવાનું હોય છે. આખી દુનિયામાં આઈ.ટી. માટે વિખ્યાત ભારતે છેવટે દૂતાવાસ માટે તો એવી કોઈ સિસ્ટમ બનાવવી જોઈએ કે નહિ?
સ્ટાફની બાબતમાં પણ એવું જ. બીજી બધી એમ્બેસીમાં તમને સર કહીને માનાર્થે સંબોધવામાં આવે અને તમારી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં તેઓ સહાયભૂત થવા બનતા તમામ પ્રયત્નો પણ કરે. આપણા દૂતાવાસમાં સ્ટાફ ઘણીવાર એવું વર્તન કરે કે તેઓ જાણે જનતા પર ઉપકાર કરવા માટે નોકરી કરતા હોય.
હા, એક વાત સારી છે કે અહીં ઓળખાણ કે લાગવગથી કે હથેળી ભીની કરવાથી કામ નથી થતા. (મારી જાણમાં તો નથી જ થતા.) અને હા, જ્યાં-જ્યાં ‘બીજી બધી એમ્બેસી’ એવું લખ્યું છે ત્યાં પાકિસ્તાનની એમ્બેસી વિષે કોઈ જ અભિપ્રાય નથી આપ્યો એ આપની જાણ ખાતર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.