તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 30, 2011

યુ.કે. બાઇટ્સઃ શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં

ગ્લોબ થિયેટરની બહાર
એક સમય હતો કે જ્યારે ભારતવર્ષમાં કાલિદાસ, ભવભૂતિ અને ભાસ જેવા મહાનત્તમ નાટ્યકારો હતા અને નાટ્યશાસ્ત્ર જેવો બહુમૂલ્ય ગ્રંથ રચાય તેટલી હદે કલાની કદર હતી. પછી આપણી રંગભૂમિને શી ખબર કોની નજર લાગી પણ ભારતની કોઈ પણ પ્રાદેશિક કે રાષ્ટ્રીય ભાષામાં કલાની સાચી કદર નથી થઈ. રંગભૂમિ જાણે કોઈ વર્ગ વિશેષનો ઈજારો હોય તેમ આપણી પ્રજા દિવસે-દિવસે તેનાથી વિમુખ થતી ગઈ. ગુજરાતી રંગભૂમિ તો એક સમયે એટલી અધઃપતનના આરે આવીને ઊભી રહી હતી કે રંગભૂમિ પર વિકૃત કક્ષાનુંલગામ વિનાના પઠાણી ઘોડાનું તોફાનરજૂ થતું હતું. અત્યારે જોકે પરિસ્થિતિ એટલી ખરાબ નથી તો હરખાઈ ઊઠવા જેવી પણ નથી. સારા-સારા નાટકો ભજવાતા રહે છે અને કેટલાક પરથી તો હિન્દી ચલચિત્રો પણ બને છે છતાં સરેરાશ જનતા હજી રંગભૂમિથી વિમુખ છે. પ્રવીણ સોલંકી જેવા નાટ્યકારો જોકે કાદવમાં પણ કમળની જેમ ખીલીને સાબિત કરતા રહે છે કે પ્રતિભાને સ્થળ-કાળના બંધનો નથી નડતા પણ અપવાદને નિયમ તો ગણી શકાય નહિ!
બ્રિટનમાં રંગભૂમિ હજી સામાન્ય જનતાને આકર્ષે છે. તેના ઘણા કારણો હોઈ શકેઃ જનતાની રુચિ, રંગભૂમિની ગુણવત્તા, પ્રતિભાની કદર, અહિની લાઈફ-સ્ટાઈલ અને તેમાં વીક-એન્ડ આઉટિંગનું મહત્વ, ભવિષ્યની સલામતી હોવાથી નાણા વાપરી શકવાની ક્ષમતા. કારણ ખબર નથી પણ રંગભૂમિ પર કેટલાય નાટકો પાછલા દસ-વીસ કે એથીય વધારે વર્ષથી ભજવાય છે. સફળ થયેલા ચલચિત્રો પરથી નાટક કે ઓપેરા સફળતાથી રજૂ કરવાની આવડત અને હિંમત ધરાવનારા ણાં વિરલાઓ અહિ પડ્યા છે. (આપણે તેને કદાચઊલટી ગંગાકહીશું.) ગર્લફ્રેન્ડને તેના જન્મદિને અથવા વેલેન્ટાઈન ડે પર કોઈ રોમેન્ટિક નાટક જોવા લઈ જવી હજીઆઉટ ઓફ ફેશનનથી!
ટિકિટ
જ્યારે હિથ્રો એરપોર્ટ પર પહેલી વાર પગ મૂક્યો ત્યારથી મનમાં એક ઝંખના હતી કે શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં શેક્સપિયરનું કોઈ નાટક જોવું. લગભગ પાંચ વર્ષે ઝંખનાના છોડને સિદ્ધીનું એક ફૂલ આવ્યું. જ્યારથી પોસ્ટમાં ટિકિટ આવી ત્યારથી ૨૬ એપ્રિલ, ૨૦૧૧ ના સાંજના સાડા સાત વાગવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. થેમ્સના કિનારે આવેલ ઐતિહાસિક થિયેટરમાંહેમલેટજોવા જવાનું હતું. ઘણી ઘણી કલ્પનાઓ કરી હતી. ઘણું બધું કલ્પનાતીત હતું અને ઘણું કલ્પનાથી સાવ વિપરીત હતું. અનુભવથી ઘણું નવું જાણવા મળ્યું.

ગ્લોબનું રંગમંચ
મૂળભૂત રીતે ગ્લોબ થિયેટર .. ૧૫૯૯માં બાંધવામાં આવ્યું હતું અને આપણા પ્રિય શેક્સપિયર તેના સાડા બાર ટકાના ભાગીદાર હતા. .. ૧૬૧૩માંહેન્રી એઈટ્થની રજૂઆત દરમિયાન એક તોપ ફોડવામાં આવી અને તેનાથી આગ લાગતાં થિયેટર બળી ગયું. પછીના વર્ષે તેનું પુનઃનિર્માણ થયું અને તે .. ૧૬૪૨ સુધી ચાલ્યું. ત્યાર બાદ તેનેપ્યુરીટન્સદ્વારા બંધ કરવામાં આવ્યું. પછી બધા ગ્લોબ થિયેટરને ભૂલી ગયા અને તે છેક એટલે સુધી કે તે ક્યાં બંધાયું હતું તે ચોક્કસ સ્થળ પણ ભૂલાઈ ગયું. પછી છેક .. ૧૯૯૭માં તેનું પુનઃ નિર્માણ થયું જે મૂળજગ્યાથી થોડાક ફૂટ દૂર છે. (૭૫૦ ફીટ) બાંધકામની દ્રષ્ટિએ ગ્લોબનેએમ્ફિથિયેટરગણવામાં આવે છે. થિયેટરના બાંધકામમાં તમામ પારંપરિક મૂલ્યો જાળવી રાખવામાં આવ્યા છે. સમયે જેપીટ ક્લાસમાટે પીટ રહેતો તે પણ છે અને ત્યાં હવે સાતસો માણસો ઊભા-ઊભા નાટક જુવે છે. બેઠકો ત્રણ સ્તરમાં છે.
ગ્લોબનું રંગમંચ
બાંધકામની સાથે-સાથે નાટકની ભજવણી પણ તમામ રીતેવિક્ટોરીયન એજની સુવાસ પૂરતી હતી. સૌ પ્રથમ તો રંગમંચની વાત કરીએ તો તેની પર કોઈ આધુનિક સજાવટ નહિ. માત્ર ચારેક લાકડાના પાતળા થાંભલા ખોડેલા હતા જેથી જરૂર પડે તેનો ઉપયોગ થઈ શકે. પ્રોપ્સના નામે પણ ચાર જૂના જમાનાના સ્ટેપ ટેબલ, ચાર પાટિયા, બે ફ્લોર બ્રશીશ, તલવારો અને એક ગ્લાસ. માની શકો કે તમે એકવીસમી સદીના કોઈ નાટ્યગૃહમાં બેઠા છો. નાટક શરૂ થાય, દ્રશ્ય બદલાય, અંક પૂરો થાય, મધ્યાંતર કે પૂર્ણાહૂતિ- ક્યાંય પણ પડદાનો પયોગ નથી કરવામાં આવ્યો. પૂરા મંચનો એટલો સુંદર પયોગ થયો છે કે તમે તરત સમજી જાવ કે કયા સંવાદ અને સ્વગતોક્તિ. નાટકમાં પણ જે નાટક આવે છે તેને શેક્સપિયરે જેટલી કુશળતાથી આલેખ્યું છે તેટલી કુશળતાથી કલાકારોએ ભજવી પણ બતાવ્યું. માત્ર નાટકમાં નાટક દરમિયાન પડદાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પણ નાટકના એક ભાગ તરીકે . માત્ર આઠ કલાકારો તમામ પાત્રો ભજવ્યા છે. અને પ્રોટાગોનિસ્ટ હેમલેટ સિવાય તમામ કલાકારોએ એકથી વધારે પાત્રો ભજવ્યા છે. હેમલેટ સમક્ષ તેના પિતાના ભૂતનું પ્રગટ થવું, ટુ બી ઓર નોટ ટુ બી અને ગ્રેવ ડિગર વાળા ત્રણેય દ્રશ્યો મારા મનગમતા છે અને ત્રણેયને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યાં. ઘણીવાર તો કલાકારો જ્યારે પોતાની જાતને એક પાત્રમાંથી બીજા પાત્રમાં જવા તૈયાર કરતા હોય ત્યારે પણ સ્ટેજ નહોતા છોડતા અને એક ખૂણામાં જઈ માત્ર બાહ્ય વસ્ત્રો બદલી લેતા હતાં. સંગીતના નામે પણ માત્ર એક ડ્રમ, એક ખંજરી અને ત્રણ ગિટારનો પ્રયોગ હતો. આઠ કલાકારો સિવાય સ્ટેજ પર એક બાજુ એક સંગીતકાર પ્રસંગોપાત સંગીત આપતી હતી અને જ્યારે ગિટાર વગાડવાની હોય ત્યારે કલાકારો પોતે તે કામ કરતા હતા. પોલોનિયસ અને હોરાશિયોના પાત્રો દ્વારા આવા કરુણ નાટકમાં પણ શેક્સપિયરે કોમિક રિલીફ આપ્યા કરી છે. ટ્રેજડીની વચ્ચે વચ્ચે આવતી કોમેડી કદાચ કેથાર્સિસ સુધી જવામાં મદદ કરે છે.
ઉપર બેઠેલ હેમલેટ અને અન્ય કલાકારો
નાટકની વાર્તા તો જોવા આવનાર બધાને ખબર હતી. અને જેને ના ખબર હોય તેના માટે ત્યાં પુસ્તકો અને પુસ્તિકાઓ પણ ઉપલબ્ધ હતી. ઘણાને તો નાટકની પંક્તિઓ પણ યાદ હતી. તેમ છતાં હાજર હજારેક માણસને કઈ વાતે જકડી રાખ્યાં હતાં? નાટક શરૂ થયા બાદ મધ્યાંતર ક્યાં આવી ગયો અને નેવું મિનિટ ક્યાં વીતી ગઈ ખબર ના પડી. એનો શેક્સપિયરની કલમને નહિ તો કોને જાય? સાથે સાથે કલાકારો પણ યશના સહભાગી ખરા કારણ કે તેમના એનર્જેટિક અભિનયે બધાને જકડી રાખ્યા હતાં.
પીટમાં ઊભા રહેલા અને ત્રણ સ્તરમાં બેઠેલા દર્શકો
આપણા નાટકો અને અનુભવમાં ઊડીને આંખે વળગે તેવો એક તફાવત નજરે પડ્યો અને તે તફાવત એટલે દર્શકગણ. જેટલા દર્શકો ત્રણ સ્તરની બેઠકોમાં બેઠા હતાં તેટલા કે તેથીય વધારે દર્શકો પીટમાં ઊભા પણ હતા. રંતું કોઈના પણ હાથમાં ભજીયા, દાળવડા, સેન્ડવીચ કે નાસ્તાના પડીકા નહોતા. મારી બાજુમાં બેઠેલા યુગલ જોડે બિયરનો એક ગ્લાસ હતો પણ પરફોરમન્સ શરૂ થયું ત્યારે તેમણે તેને નીચે મૂકી દીધો અને મધ્યાંતર વખતે તેને હાથમાં પકડ્યો. અંદર-અંદર વાતો નહિ, મોબાઈલ કે કેમેરા નહિ કે આવડતા સંવાદો જોડે-જોડે બોલવાના નહિ. બર્નાડ શૉ ની એક બાયોગ્રાફીમાં વાંચ્યું હતું કે તેમના પોતાના નાટકની ભજવણી વખતે તેઓ હાજર હતા. નાટક પુરું થયા બાદ તેઓ રંગમંચ પર ગયા અને દર્શકોને તેમણે કહ્યું, ‘ઓડિયન્સ, યુ પરફોર્મડ રિયલી વેલ’. જ્યારે હમણા સંજલ લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શીત ચલચિત્રગુઝારિશના રીવ્યુંમાં એક લેખકે લખ્યું હતું કે મૂવી નહિ પણ આપણા દર્શકો ફેલ થયા છે. તેમને ગોલમાલ જેવા ધડમાથા વગરના મૂવીઝ ગમશે પણ ગુઝારિશ જેવા મિનિંગફુલ મૂવીઝ નહિ ગમે.’ મતલબ કે સારા નાટકોને પણ સારા દર્શકોની જરૂર છે અને આપણે સારા દર્શકો બનવું પડશે, તો જ આપણી રંગભૂમિ તેનું પુરાતન સન્માન પુનઃ પામશે.
હેમલેટના મારા જે સૌથી પ્રિય સંવાદો છે, તેઃ
Fraility, thy name is woman.
Brevity is the soul of wit.
To be or not to be: that is the question:
I loved her more than 40,000 brothers ever could.
આ નાટક પછી અંગત જીવનમાં બનેલી રમૂજી ઘટના પણ યાદ આવી ગઈ. પરણ્યા પછી સૌ પ્રથમ સજોડે જે નાટક જોવા ગયા હતાં, તેનું નામ હતું ‘પરણી ને પસ્તાયા’. (કેતકી દવે-રસિક દવે)
થિયેટરની બહારથી શૂટ કરેલ વિડીયો ક્લીપઃ (૪૫ સેકન્ડ)
થિયેટરની અંદર શૂટ કરેલ વિડીયો ક્લીપઃ (૩૧ સેકન્ડ)


5 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.