તાજેતરની પોસ્ટસ

માર્ચ 07, 2011

ચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા

શ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી. જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત સાહિત્ય મંદિર દ્વારા લૉ ગાર્ડન પાસે આવેલ એક હોલમાં તેમનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને તેમણે સંબોધનની શરૂઆત કરી હતી, ‘યાર બાદશાહો...’ અને તેમણે સંબોધનથી જ તેમના શ્રોતાઓને જીતી લીધા હતા.

હમણાં ઇલીંગ રોડ લાબ્રેરીમાંચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (ISBN: 978-81-8440-281-0) પુસ્તક હાથમાં આવ્યું. પુસ્તકમાં પ્રકાશિત વાર્તાઓ તો ક્યાંકને ક્યાંક વાંચેલી છે પણ વાર્તાથી પણ વધારે રસપ્રદ છે પુસ્તકની પ્રસ્તાવનાટૂંકી વાર્તાએ આબરૂ આપી છે’. શરૂઆતમાંટૂંકી વાર્તાસાહિત્ય પ્રકાર પર તેમના મૌલિક અને ઉમદા વિચારો છે અને પછી તેમના વૈચારિ તાજગી, ગહન અભ્યાસ અને તેજાબી તર્ક સભર અવલોકન છે. ટૂંકી વાર્તા વિષે તેઓ કહે છેઃ

          ગુજરાતીમાં ટૂંકી વાર્તા કે નવલિકાનો લોપ થયો નથી પણ અલોપ થઈ રહી છે. ટૂંકી વાર્તાના માસિકો-પાક્ષિકો રહ્યાં નથી. સાપ્તાહિકો-દૈનિકો છાપતા નથી.....ટૂંકી વાર્તા માટેફૂલ નહીં પણ ફૂલની પાંખડીજેવા બે આંકડાના પુરસ્કારો મનીઓર્ડરો ઘણાં વર્ષો સુધી આવતા રહ્યાં. હવે એટલા પૈસાની ટિપ પણ સારી હોટલોમાં બેરરો લેતા નથી! કવિઓ, વિવેચકો, પ્રોફેસરો વાર્તાઓ લખવા ઊતરી પડ્યા અને અનુભવશૂન્ય માસ્તરી શબ્દપરપોટાઓમાં વાર્તા રૂંધાઈ ગઈ. વ્યાકરણની ચોપડીઓ ખોલીને વાર્તા લખનારાઓનું ક્ષેત્રમાં કામ નથી.....ધારાવાહિક નવલકથા દરેક ગુજરાતી પત્ર-પત્રિકાઓમાં એક અવિભાજ્ય અંગ તરીકે પ્રગટ થવા માંડીએણે વાર્તાકારોને ચૂસી લીધા અને ફુલ-ટાઈમ નવલકથાકાર બનાવી દીધા.


          દરેક સફળ કથાકાર આરંભ ટૂંકી વાર્તાથી કરે છે, ટૂંકી વાર્તા રિયાઝ છે, ક્લબક્રિકેટ છે, ત્રણ પૈડાની સાઈકલ છે. વધારે દક્ષતા પ્રાપ્ત કરવા માટેની ઍપ્રેન્ટિસશિપ છે. બૉક્સિંગ શીખવા માટેનું સ્પારિંગ છે.....જો માસિકો-પત્રો વાર્તા નહીં છાપે, પ્રકાશકો વાર્તા નહીં પ્રકટ કરે, વાચક વાર્તા નહીં વાંચે તો કલાકારની ઉત્ક્રાંતિ-સંક્રાન્તિની પૂરી શૃંખલાની વચ્ચેની કડીઓ ગાયબ થઈ જશે એવું હું માનું છું. ગુજરાતી સાહિત્યના ભવિષ્ય માટે પણ ટૂંકી વાર્તાનું અલોપ થઈ જવું એક ભયાવહ નિશાન છે. નવા લેખક માટે, ઊગતા વાર્તાકાર માટે, નવોદિત નવલકથાકાર માટે ટૂંકી વાર્તાએ જીવવું પડશે.


          સૌથી મોટું નુકસાન અને અન્યાય આવતી કાલના ગુજરાતી યુવા લેખકને કરી રહ્યાં છીએ. એને પ્રકટવા માટેનાં માધ્યમો બંધ થઈ રહ્યાં છે.....ટૂંકી વાર્તાનો પડછાયો લાંબો હોય છે, જગતના દરેક સાહિત્યમાં.

હવે આપણે એવું જરૂર કહી શકીએ કે ઈન્ટનેટ અને બ્લોગજગતે ‘આવતી કાલના ગુજરાતી યુવા લેખકને’ એક મંચ જરૂર પૂરું પાડ્યું છે, પરંતું તેની રીડેબિલિટી અને ક્રેડિબિલિટી કેટલી છે તે એક સંશોધનનો વિષય ખરો. પછી તેમણે વિવિધ સ્થળ અને સમયે ટૂંકી વાર્તા વિષે વિંઝેલા ચાબખાઓનું સંકલન છે. બક્ષીબાબુના ચાબખાથી ઉઠેલા મનગમતા સોળ આપના માટેઃ

          જેને સમજાય એવી સહેલી ભાષા લખતા આવડતી નથી એણે વાર્તા લખવી જોઈએ. સિદ્ધાંતો વાર્તાની દુનિયામાં બહુ કામ પણ આવતા નથી. અને સૌથી મહત્વની વસ્તુ છે અનુભવ-માણસોનો, દુનિયાનો, વસ્તુઓનો, સ્થાનોનો. જ્યારે અનુભવનો જીવનસ્રોત અટકી જાય છે ત્યારે કલાકૃતિ અર્થાત્ વાર્તા ડહોળાઈ જાય છે, વાસી બની જાય છે, ગુજરાત સરકારનાં ઈનામોને લાયક બની જાય છે. (‘મારી પહેલી વાર્તા’ – ‘બીજમાંથીઃ ૧૯૭૦)


          કેટલાક લેખકો હજી જીવે છે સાંભળીને કૉલેજની છોકરીઓને અત્યંત આશ્વર્ય થાય છે. વ્યાખ્યાઓ, મૂલ્યો, ઈતિહાસ બધું બદલાઈ ગયું છે. લેખકોમાં વહેલા મરી જવાની ફેશન પણ હવે ઊતરી ગઈ છે.....ગુજરાતી કથાકારને, સરકારી ઈનામ-વિજેતા રદ્દી લખવામાં રસ હતો, કે રેડિયોની ગમાણમાં બેસીને વાગોળ્યા કરવામાં રુચિ હતી કે યુનિવર્સિટીની ભાયાતશાહીમાં ગોલા બનીને ઝૂમવામાં ડહાપણ લાગ્યું હતું, આવતીકાલનો પ્રશ્ન છે. (આજોલ જ્ઞાનસત્રમાં વાંચેલા પેપરમાંથીઃ ડિસેમ્બર ૧૯૭૨)

એકવાર ગુજરાત સમાચારમાં આવતી તેમની કૉલમ ‘વાતાયન’માં પણ તેમણે ગુજરાતી વિવિચકો વિષે એક દમદાર તેજાબી લેખ લખ્યો હતો અને તેમાં તેમણે ગુજરાતી ભાષામાં થતા વિવેચન માટે બે શબ્દોનું સર્જન કર્યું હતું – લંગુરાવલોકન અને બંદરાવલોકન. અહિ પણ તેમણે વિવેચકો વિષે થોડુંક કહ્યું છેઃ

          ગુજરાતી સાહિત્યમાં હજી એવો સમ્માનિત વિવેચક પેદા થયો નથી જેના એક કપાતા વિવેચનથી પુસ્તકના વેચાણને ધક્કો લાગે અથવા જેની પ્રશંસાથી વેચાણ વધી જાય અથવા નવા લેખકને સાહિત્યમાં સ્થાન મળે.....ભારતના સૌથી અશિક્ષિત અને અર્ધશિક્ષિત આલોચકો ગુજરાતી ભાષામાં જીવે છે. ગુજરાતીમાં વિવેચક મનીષી કે વિદ્વાન હોવો આવશ્યક નથી. ગામડાની ગમે તે કૉલેજના ગુજરાતીના પાર્ટ-ટાઈમ લેક્ચરરને ગાળો બોલવાનો પરવાનો મળી જાય છે, હજી આધુનિક વિવેચને ગુજરાતીમાં એક કલાવિધા બનવાનું બાકી છે. (પૂનાની અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદના બાવનમા અધિવેશનમાં આપેલ પ્રવચનમાંથીઃ ૧૯૭૭)

આ પ્રસ્તાવનાની અંતમાં તે પોતાના અંત વિષે તેમના આગવા મર્દાના અંદાઝમાં કહે છેઃ

          વાર્તામાં મારો કલાકાર તરીકે જન્મ થયો હતો, મારું હસવું, રડવું, મારું બ્લીડિંગ, મારું વીરત્વ, મારી માનહાનિ બધું વાર્તા દ્વારા આવ્યું છે. છેલ્લી વાર્તા અડધી હશે અને આંખો મીંચાઈ જશે, તો અંત મને ગમશે. છાતી પર હાથ મૂકીને હું કહી શકું છું કે હું વાર્તાકાર તરીકે જન્મ્યો પહેલાંની ગુજરાતી વાર્તા, અને હું વાર્તાકાર તરીકે મરીશ પછીની ગુજરાતી વાર્તામાં ક્યાંક, કંઈક, થોડો ફર્ક હશે અને ફર્ક મારે લીધે હશે. (‘ગુજરાતમિત્રદૈનિકમાંથીઃ ડિસેમ્બર ૧૯૭૭)


            અંગત રીતે મને બક્ષીબાબુ નવલકથાકાર કરતા પણ વધારે ટૂંકી વાર્તાના કથાકાર અને કૉલમ-લેખક તરીકે પસંદ છે અને વર્ષો સુધી ગુજરાત સમાચારમાં આવતી તેમની કૉલમવાતાયનમે વાંચી છે. અને વાત નિઃશંક છે કે તેમણે વાર્તાકાર તરીકે ગુજરાતી વાર્તામાં ઘણા ફેરફારો આણ્યા છે અને પુસ્તકપ્રેમીઓના સંગ્રહને તેમણે ઉત્કૃષ્ટ પુસ્તકોથી છલકાવી આપ્યા છે.

7 ટિપ્પણીઓ:

 1. પ્રિય શ્રીચિરાગભાઈ,

  આપે શ્રીચંદ્રકાન્તભાઈને યાદ કર્યા,ઘણો જ આનંદ થયો.

  મને યાદ છે, તેમને જે કોઈની, જે બાબત ન ગમે, તેને તેઓ તરત જ બેબાકપણે લખીને, છપાવી, ગમે તેવા મોટા માંધાતાની ચડ્ડી ઢીલી કરી નાખતા..!!

  આભાર.

  માર્કંડ દવે.

  જવાબ આપોકાઢી નાખો
 2. સુધારો: બક્ષી મુંબઈના શેરીફ બન્યા હતા, મેયર નહિ !

  જવાબ આપોકાઢી નાખો
 3. Gulab Mistry
  I was privileged to be Mr. Bakshi's host when he visited London on two or three occasions

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. વાહ. જાણીને આનંદ થયો. એ વિષે વધારે જણાવશો તો ગમશે.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.