તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 27, 2011

યુ.કે. બાઇટ્સઃ Ubiquitous UK (21-2-11 to 25-2-11)

અહિ લંડનમાં સવાર અને સાંજ એક-એક વર્તમાનપત્ર વિનામૂલ્ય વહેંચવામાં આવે છે. સવારેમેટ્રોઅને સાંજેઇવનિંગ સ્ટાન્ડર્ડ’. બંનેના કલેવર અલગ-અલગ છે પણ બંનેનાટારગેટ રીડર્સસમાન છે અને તે છે કમ્યુટર્સ (આપણી ગુજરાતીમાં રોજે-રોજ નોકરી માટે જન-પરિવહનમાં સફરકરનારાઅપ-ડાઉનિયા’). બંને વર્તમાન પત્રો સોમ થી શુક્ર પ્રકાશિત થાય છે કારણ કે મહત્તમ કમ્યુટર્સ પણ તે પાંચ દિવસ હોય છે. ‘મેટ્રોતો ઘણા વર્ષથી વિનામૂલ્ય ઉપલબ્ધ છે અને ઘણું લોકપ્રિય પણ ખરું. તેમાં તમામ પ્રકારના વાંચકોને રસ પડે તેવા વિવિધ સમાચાર છપાતા રહે છે. તે ટેબ્લોઇડ સ્વરૂપે કાગળ પર, -પેપર સ્વરૂપે ઈન્ટરનેટ પર અને એપ્લિકેશન તરીકે આઈફોનમાં મળી રહે છે. તેમાં ૨૧ ફેબ્રુઆરી થી ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧ દરમિયાન છપાયેલ રસપ્રદ સમાચારોઃ




  • પાંચેય દિવસ પ્રથમ પૃષ્ઠ પર લિબિયા અને કર્નલ ગદ્દાફી છવાયેલા રહ્યા. જોકે ન્યુઝીલેન્ડના ભૂકંપનો એક ફોટો આવ્યો ખરો પણ મુખ્ય સમાચાર તો લિબિયાના રહ્યા. ગદ્દાફીના રાષ્ટ્રના સંબોધનને બધાએ કેટલીગંભીરતાથી લીધું તેને લગતું એક કાર્ટૂન.



  • અહી ઘરમાં ટી.વી. રાખવા માટે લાયસન્સ લેવું પડે છે(!?) અને સામે તમને જાહેરાતોના ધોધમાંથી શક્ય એટલા બચાવવામાં આવે છે તેવો બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશનનો દાવો છે. હમણાં એવા સમાચાર આવ્યા કે હવે ખાનગી ચેનલો ચોક્કસ પ્રકારના કાર્યક્રમો દરમિયાન પ્રતિ કલાક ના બદલે ૧૨ મિનિટ જાહેરાતો બતાવી શકશે. ભારતમાં દર્શકોના હિત સાચવતો આવો  કોઈ કાયદો ખરો?


  • British FTSE-100 સમૂહમાં આવતી કંપનીઓએ એવું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે .. ૨૦૧૫ સુધીમાં તેમના ઉચ્ચ અધિકારીઓમાં ૨૫% સ્ત્રીઓ હોવી જોઈએ. ભારતના ૩૩% સ્ત્રી અનામત વિધેયક જેવું લાગે છેને?



  •  પ્રતિ વર્ષ નવેમ્બર માસમાં બ્રિટિશ શહીદોની યાદમાંપોપી અપીલ ડેઊજવાય છે અને લોકો પોતાના વસ્ત્ર પર કુદરતી કે કૃત્રિમ પોપી (એક પ્રકારનું ફૂલ) લગાવે છે. વર્ષ ૨૦૦૯ માં કેટલાક મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો હતો અને ઉશ્કેરણી જનક સૂત્રો વાળા પોસ્ટરો જાહેરમાં પ્રદર્શિત કર્યા હતાં. તેમાંના ચાર વ્યક્તિઓ પર જનતામાં ઉશ્કેરણી ફેલાવવા બદલ અને ભેદભાવ ભર્યું વર્તન કરવા માટે કેસ દાખલ થયો હતો. પાછળથી વાત બહાર આવી કે ચારેય વ્યક્તિઓ અહિની સરકાર જોડેથી વિવિધ પ્રકારની નાણાકીય મદદ (અહિની ભાષામાં Benefits) મેળવીને જીવતા હતા, કોઈ નોકરી-ધંધાની આવક પર નહિ. જે થાળીમાં ખાવું, તેમાં થૂંકવું! તેમને જો આટલું બધું લાગી આવતું હોય તો તેમના દેશમાં પાછા જઈને ત્યાં કોઈ નક્કર પરિવર્તનો લાવવાની દિશામાં કામ કેમ નથી કરતાં?




  • એક રસપ્રદ સમાચાર એવા પણ હતાં કે એક ૯૬ વર્ષની અમેરિકન મહિલા (ડોસી લખાય તેમ નથી, કારણ કે તે શબ્દ સમાચારને અનુરૂપ નથી!) રૂપજીવિની તરીકે કામ કરીને વર્ષના £૫૦,૦૦૦ (એટલે કે લગભગ ` ૩૫ લાખ) કમાય છે અને તેનો પાછલા ૬૦ વર્ષનો ઈતિહાસ પણ છાપ્યો છે. તે એક કૉલના £૮૦૦ લે છે. અહિ પાંચ દિવસ ફુલ-ટાઈમ કામ કરનાર સરેરાશ વ્યક્તિની માસિક આવક, કર-કપાત પછી, £૮૦૦ની આસપાસ હોય છે, તે જાણકારી માટે.











  • અંતિમ થી ૧૨ પાના રમત-ગમતના સમાચારના હોય છે પણ તેમાં મહદઅંશે ફૂટબોલ હોય છે. ક્રિકેટ વલ્ડ-કપના સમાચાર હોય છે ખરા પણ સંક્ષેપમાં- જો ઇંગ્લેન્ડ રમવાનું હોય તો એક પાનું અને રમવાનું હોય તો એક કોલમ.

  • અંતમાં જરા મરક-મરક.
(તમામ ન્યુઝ-ક્લિપ્સ 'મેટ્રો' પરથી લીધેલ છે.)

સંપાદનઃ ચિરાગ ઠક્કર 'જય'


 

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.