તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 28, 2011

જાળવી રાખજે - ચિરાગ ઠક્કર 'જય'


ખુલ્લી નહિ, તો બંધ આંખોની શરમ જાળવી રાખજે,
પ્રેમ નહિ પ્રેમનો મોહક ભરમ જાળવી રાખજે.

ભલે સમજી હો દિલની વ્યથાના મતલબને,
રાખી મૌન વાતનો મોઘમ મરમ જાળવી રાખજે.

નહિ મળે મિલનના મોકા મુહબ્બતમાં વારંવાર,
થાય જો ઝાંઝવાનો તરસ્યો સંગમ, જાળવી રાખજે.

ગમતી હો જીવનની ક્ષણભંગુરતા પ્રિયતમ,
બંધ આંખે આપેલ શાશ્વત ચુંબન જાળવી રાખજે.

જયેવિચાર્યા વિના આપી દીધું તને પાષાણ-હ્રદયી, 
લાગણી સભર મારું દિલ નરમ, જાળવી રાખજે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.